________________
ઝાકળભીનાં મોતી થઈ ગઈ. એના પગની ધૂળથી ગાલીચો રજે ભરાયો.
બાદશાહ કહે : “જાઓ એને અભી ને અભી હાજર કરો.”
નવયૌવનાને ત્યાં હાજર કરવામાં આવી. બાદશાહે પૂછયું : “આ બેઅદબી કરનાર તું હતી ?”
સ્ત્રી કહે : “મને ખબર નથી, જહાંપનાહ ! હું મારા પતિની સુરતમાં મગ્ન હતી. કદાચ હું જ હોઉં, પણ હજૂર ! આપ એ વખતે શું કરતા હતા ?”
"નમાઝ પઢતો હતો.”
“કોની નમાઝ ? અલ્લાહની ? છતાં આપે મને જોઈ ? આપે રજોડાયેલો ગાલીચો જોયો ? એક માટીના માનવીમાં હું મસ્તાન બની ને દુનિયાના બાદશાહને ભૂલી ગઈ, તો આપ નમાઝમાં હતા, ને મારા જેવી નાચીજ ઓરતની હસ્તી વીસરી શક્યા નહિ ? હજૂર ! દીવાના થયા વગર કોઈ દેવ અંતરમાં આવતા નથી !”
ઝાકળભીનાં મોતી
કે ઈચ્છા કે આકાંક્ષા વિનાનું આત્મસમર્પણ હોય છે. ભૌતિક માંગણીને બદલે પ્રભુ પ્રત્યેની મમતા અને મગ્નતા જ માત્ર હોય છે.
ઘણા માનવીઓ ભક્તિના ઓઠા હેઠળ માગણીની માયા રચે છે ! માગણીની લાગણી તો સદા વણછીપી રહે છે. એક માગણી પૂરી થાય કે બીજી હાજરાહજૂર ! વર મળે, તો પછી ઘર મળે. ઘર મળ્યું તો વળી સુખી સંસાર મળે ! માગનાર તો સદાય ભૂખ્યો જ હોય છે. એની ભૂખનો કોઈ છેડો કે અંત હોતો નથી ! લાલસા અને વાસના તો સળગતા અગ્નિને સતત ઉશ્કેરતા ઘી જેવી છે, જે હૃદયને સદાય બળબળતું અને ભડભડતું રાખે છે.
ભક્તિ એ ભિખારીવેડા નથી, ભક્તિ એ કોઈ પ્રાપ્તિનું સાધન નથી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ માનવીને આ માગણીની લાલસામાંથી બહાર કાઢયો. ભીખ માગવી હોય તો સ્વમાન ખોવું પડે, આત્મા ભૂલવો પડે અને વ્યક્તિત્વ વેચીને શુદ્ર થવું પડે ! ભી ખ જેવી ભકિત માનવીને માર્ગ ભુલાવીને નિર્માલ્ય બનાવે છે.
ભક્તિમાં માગવાનું નથી, આપવાનું છે ! લેવાનું નથી, દેવાનું છે ! માગવાની ચાહના છોડી દેનારો માનવી મહામાનવ બની જશે. માગવાની લાચારીને જો પોપવામાં આવે તો માનવીનું હૃદય કાય૨, પૂજા સ્વાર્થી અને ભક્તિ ભિક્ષા જેવી બનશે.
અકબર બાહેંશાહ ચૂપ થઈ ગયો.
આ પ્રસંગનો મર્મ એ છે કે સાચી ભક્તિમાં દુન્યવી લાલસા નહિ, પણ મસ્તીભર્યું દીવાનાપન હોય છે. કશી