SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૦ પ્રેરણાની પાવનમૂર્તિ મહત્તરાજી મહારાજના દેવલોકગમનની સાથે પંજાબ જૈન સમાજના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય સમાપ્ત થઈ ગયો. એક આદર્શ શ્રમણીના રૂપમાં તેમની સમાજને ભેટ અદ્વિતીય છે. તે સાચા અર્થમાં ચારિત્રનિષ્ઠ આર્યારત્ન હતા. - શ્રી બલદેવરાજજી જૈન (ભૂતપૂર્વ મહામંત્રી, શ્રી આત્માનંદ જૈન સભા, લુધિયાણા) આ સ્થાનના ખાલીપણાને ભરવા કોઈ ઉપાય નથી. એમના ચરણોમાં મારા તરફથી, શ્રી આત્માનંદ જૈન કૉલેજ ટ્રસ્ટ અને મેનેજમેન્ટ સોસાયટી તથા શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં ભગવાનને પ્રાર્થના કરું છું કે, આપણને એમના બતાવેલા માર્ગ પર ચાલવા, એમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવા અને એમની પ્રેરિત સંસ્થાઓની પ્રગતિમાં સહાયરૂપ થવા શક્તિ પ્રદાન કરે. - રાજકુમાર જૈન (મંત્રી, શ્રી આત્માનંદ જૈન કૉલેજ પ્રબંધક કમિટી, અંબાલા, શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશન ફાઉન્ડેશન, અંબાલા ) આજે એ વાત માનવા મન તૈયાર નથી કે મહત્તરા સાધ્વી મૃગાવતીજી મહારાજ આપણી વચ્ચે નથી. એ મહાન વિભૂતિના દર્શન કરનાર દરેક વ્યક્તિને થતું કે, મહારાજ સાહેબ પોતાના પ્રત્યે ખુબ નેહ, ખૂબ વાત્સલ્ય બતાવે છે. જેને પૂછો તે એક જ વાત કહેશે, મહારાજ સાહેબ પોતાની ખૂબ નજીક હતા. જેમ આપણે એક ફોટોગ્રાફને જોઈને કહીએ કે, એ મારી તરફ જુએ છે, પરંતુ આજે એ હકીકતનો સ્વીકાર કરવો પડશે કે, તેઓ અનેક સ્મૃતિઓ પોતાની પાછળ છોડીને ગયાં છે. મહારાજસાહેબ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ બે શબ્દ કે બે આંસુથી નહિ પૂર્ણ થાય, આપણે એમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાનો સંકલ્પ કરવાનો છે. એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. - ખેરાયતીલાલ જૈન પ્રમુખ, શ્રી જૈન શ્વેતામ્બર મહાસભા, ઉત્તર પ્રદેશ ) મહત્તરાજીના સ્વર્ગવાસથી આજનો દિવસ જૈન સમાજના ઇતિહાસમાં અત્યંત શોકપૂર્ણ દિવસ માનવામાં આવશે. એમના અધૂરાં નો પૂરાં કરવા સર્વસ્વ સમર્પી દઈએ. - શ્રી જૈન છે. મુ. સંઘ (બડીત, મેરઠ). પૂ. મૃગાવતીજી મહારાજના નિધનના સમાચાર સાંભળી અધ્યાપકગણ અને છાત્રો શોકસાગરમાં ડૂબી ગયા છે. સાધ્વીશ્રી સમસ્ત જૈન જગતના બાળકોના હૃદયમાં સમાયેલા હતા. એમના આશીર્વાદથી અમારું વિદ્યાલય આજે હરિયાણા પ્રાંતમાં સર્વોચ્ચ અને અગ્રગણ્ય વિદ્યાલયોમાં સ્થાન પામ્યું છે. દિવંગત પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. - એસ.એ. જેન હાઇસ્કૂલ (અંબાલા) પરમ વિદુષી મહત્તરા સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી મહારાજનો ૧૮મી જુલાઈ ૧૯૮૬ના રોજ સ્વર્ગવાસ થતાં સમસ્ત જૈન સમાજને, વિશેષ રૂપે ઉત્તર ભારતના જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને ભારે ખોટ પડી છે. ઉત્તર ભારતની અનેક જૈન સંસ્થાઓ એમની પ્રેરણાથી વિકસી હતી. શ્રી આત્માનંદ જૈન કૉલેજ, અંબાલા ઉપર એમણે વિશેષ કૃપા વરસાવી હતી. કૉલેજને આર્થિક સંકટમાંથી બહાર લાવવા એમણે ‘શ્રી આત્મવલ્લભ જૈન એજયુકેશન ફાઉન્ડેશન” સ્થાપવા માટે પ્રેરણા આપી હતી. એમના વ્યક્તિત્વમાં વાત્સલ્ય અને આત્મીયતાનો પ્રવાહ સૌને ભીજવી જતો. સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ એમને પોતાના માનતી હતી. પ્રત્યેક વ્યક્તિ એમ જ કહેતી, ‘મારાં મહારાજ શ્રી ખૂબ સ્નેહાળ છે.” પૂજ્ય મૃગાવતીજી મહારાજ જૈન સમાજના અનન્ય પ્રેરક અને માર્ગદર્શક હતાં. જૈન સંસ્થાઓએ મોટો આધાર ગુમાવ્યો છે. તેઓ જૈન ફિલસૂફીના ઊંડા અભ્યાસી હતાં. તેમની સેવાઓ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. એમના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. - એસ.એ. જૈન કૉલેજ, (અંબાલા)
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy