SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ પરિશિષ્ટ-૧૦ સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી પૂજ્ય ગુરુદેવના સમુદાયમાં એક સિંહણ જેવી સાધ્વી હતી. હિંમતપૂર્વક તેમણે ગુરુ દેવના કાર્યો કર્યા છે તે ખૂબ અનુમોદનીય છે. - આચાર્ય પદ્મવિજયજી જૈનભારતી, કાંગડા તીર્થોદ્ધારિકા, મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ દિલ્હી, પંજાબ તથા સમગ્ર ભારતમાં ઠેર ઠેર ગુણાનુવાદ સભાઓ થઈ, ઠરાવો થયા, વિદ્વાનોના શોકસંદેશાઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો તેમાંથી કેટલાંક ચૂંટેલા સંદેશાઓની આ છે ઝલક. સાધ્વીશ્રી મૃગાવતીજી જૈન ઇતિહાસમાં એક અમર સાધ્વી થઈ ગયા. તેમણે જૈન સંઘ અને માનવકલ્યાણ માટે જે મહાન કાર્યો કર્યા છે તે સદા ચિરસ્મરણીય રહેશે. - મુનિશ્રી નગરાજજી ગામેગામ અને નગરનગરમાં વ્યાખ્યાન આપીને ભારતીય સંસ્કૃતિની પરંપરાને અકુષ્ણ રાખવા માટે યુવાશક્તિને વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીજીએ યુગવીર આચાર્યશ્રી વલ્લભસૂરિજીના આજ્ઞાનુવર્તી બનીને પ્રેરિત કરી. સામાજિક સંગઠન અને દહેજ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવીને દેશનું નૈતિક જાગરણ કર્યું. - આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિશસૂરિજી મહત્તરા સાધ્વીશ્રી મંગાવતીશ્રીજીના આકસ્મિક કાળધર્મ થવાથી અમે પોતે સ્વયં વ્યથિત થયા છીએ. - મુનિ જંબૂવિજયજી આપે સ્વર્ગસ્થ ગુરુ દેવોનાં મિશનને પૂરા કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધાં છે. વલ્લભસ્મારક આપની કીર્તિપતાકાને અમુણ રાખશે. - સાધ્વી શ્રી સુમંગલાશ્રીજી સાધ્વી મૃગાવતીશ્રીજી મહારાજ આટલું વિશાળ, વિરાટે, ભવ્ય વિવિધલક્ષ્મોત્કર્ષ વિજયવલ્લભસ્મારક બનાવી શકશે એવો કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ સાધ્વીજી મહારાજે હિંમત ન છોડી, નિરાશ ન થયા. તે સમજતા હતા કે એવરેસ્ટવિજય એક પગલામાં થતો નથી. પર્વતારોહકોનું જીવન પર્વત જેવું કઠિન હોય છે. મૃગાવતી શ્રીજીએ આવું જ કઠિન જીવન વિતાવ્યું છે. તેમની પાસે ધીરજની ઢાલ અને આત્મશ્રદ્ધાની તલવાર હતી, જેનાથી તેમણે રસ્તામાં આવનારા કષ્ટો અને મુસીબતોને મારી ભગાડ્યા અને આવનારા અંતરાયો અને પ્રતિકૂળતાઓને સમતાભાવથી સહન કર્યા. - સાધ્વી સુવ્રતાશ્રીજી આ દેદીપ્યમાન સુર્ય એકાએક અસ્ત થઈ ગયો. આ મહાન વિભૂતિ અનાયાસ ચાલી જવાથી સમાજમાં અપૂરણીય ક્ષતિ થઈ છે. - હીરાલાલ જૈન (અધ્યક્ષ, શ્રી મધર મહિલા શિક્ષણ સંઘ, વિદ્યાવાડી, જિ. પાલી, રાજસ્થાન) મહત્તરાશ્રીજીએ બાળપણમાં દીક્ષા લઈને જે રીતે સંયમસાધના, સમાજસેવા, સંઘઉન્નતિ અને વલ્લભસ્મારક જેવી આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં સમર્પણભાવ કર્યો હતો તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. - આચાર્ય જનકચંદ્રસૂરીશ્વરજી આપશ્રીએ અમારે ત્યાં ૧૯૭૨ના ચાતુર્માસમાં આપ આપસમાં ભાઈચારા અને પ્રેમમિલનનું જે સ્વરૂપ શ્રીસંઘમાં બનાવ્યું તેને જૈન સમુદાય સદાય યાદ રાખશે. તેઓ જૈન એકતા માટે સદા સમર્પિત મહાન વ્યક્તિત્વ હતા. - શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના સભાસદ (ખારે, મુંબઈ)
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy