SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સાધર્મિક ભાઈઓ માટે “શ્રી સોહનવિજય ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી, જેમાં ઘણાંય પરિવારોને લાભ મળેલ છે. બેંગલુરુ-ગાંધીનગરમાં મૃગાવતીજીની પ્રેરણાથી ‘હીરાચંદ નાહર દેવભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. માલેર કોટલામાં ‘જ્ઞાનચંદજી જૈન ધર્મશાળા” અને ‘રોશનલાલજી જૈન ધર્મશાળા'નું નિર્માણ કરવામાં આવ્યું. સરધારમાં ‘શ્રી આત્મવલ્લભ અતિથિગૃહ”નું નિર્માણ કરવામાં આવ્યું. હસ્તિનાપુર ધર્મશાળામાં ક રૂમ અને ૩ બ્લોક કરાવ્યા અને તીર્થવિકાસ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. કાંગડાતીર્થની ધર્મશાળાના ૧૬ રૂમ માટે યોગદાન આપવામાં આવ્યું. પૂ. મૃગાવતીજીએ મૈસૂરમાં આયંબિલ શાળા માટે વિપુલ આર્થિક ફંડ કરાવ્યું. કાંગડા તીર્થમાં ભોજનશાળા શરૂ કરાવીને વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું. હસ્તિનાપુરની ભોજનશાળા માટે બેંગલુરુના શ્રીસંઘ તરફથી સૌથી પહેલાં મહત્ત્વપૂર્ણ આર્થિક યોગદાન કરાવ્યું. જીવદયાનાં કાર્ય : માંડલ ગૌશાળામાં તિથિ, રાધનપુર પાંજરાપોળમાં તિથિ, બિકાનેરમાં દુકાળ વખતે દહાણુથી ઘાસચારાનાં વેગન મોકલાવ્યાં. દર વર્ષે જીવદયા માટે પ્રેરણા આપી. ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક મદદ મોકલાવી. દહેજ પ્રથા, કુરુઢિઓ, કુપ્રથાઓ, ફેશનપરસ્તી વિરુદ્ધ આંદોલન અને વ્યસન મુક્તિ પ્રચાર : આ આંદોલનને સક્રિય કરવા માટે જલંધરના બહેન શ્રીમતી દુર્ગાદેવીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. શ્રી આત્માનંદ જૈન સ્ત્રી સુધારા સભા બનાવી. જીરામાં ૨૧ પરિશિષ્ટ-૨ માર્ચ, ૧૯૫૮માં પંજાબ જૈન યુવક સંમેલન બોલાવ્યું. પંજાબનાં ગામેગામ અને શહેરોમાં મૃગાવતીજીના ક્રાંતિકારી ઉપદેશથી અનેક યુવક-યુવતીઓએ દહેજ ન લેવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સ્ત્રીપુરુષોએ લાલી, લિપસ્ટિક, ફેશનપરસ્તી, જૈનેતરોએ માંસ, ઈંડાં અને શરાબનો ત્યાગ કર્યો. માનવતાવાદી ઉપદેશો : મૃગાવતીશ્રીજીએ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ, સનાતન મંદિર, આશ્રમ, અગિયાર, મેદાન, બજાર વગેરે જાહેર સ્થળોએ સાચા માનવી બનવાનો ઉપદેશ આપ્યો. મંડળોની સ્થાપના, શિબિર, નેત્રયજ્ઞ : પંજાબમાં યુવક મંડળોની સ્થાપના. દિલ્હી, અંબાલા, મૈસૂર, મેરઠ, સરધના વગેરે સ્થળોએ મહિલા મંડળની સ્થાપના. વીર સંગીત મંડળ, શાહદરા સત્સંગ મંડળ, મુંબઈ, માલેરકોટલા, લુધિયાણા, અંબાલામાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. લહરા(જીરા)માં નેત્રયજ્ઞનું આયોજન અને પટ્ટી, અંબાલા, લુધિયાણા વગેરે શહેરોમાં સ્વાધ્યાય મંડળોની સ્થાપના કરાવી. શ્રી વલ્લભસ્મારકની વિવિધલક્ષી યોજનાને સારી રીતે ચલાવવા ભિન્ન ભિન્ન ટ્રસ્ટોની સ્થાપના કરાવી : (૧) “શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટ' (૨) ‘શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતામ્બર ટેમ્પલ ટ્રસ્ટ' (૩) ‘દેવી પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટ’ (૪) “ શ્રી વલ્લભ-સ્મારક ભોજનાલય ટ્રસ્ટ' (૫) ‘ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડોલૉજી ટ્રસ્ટ' (૯) ‘સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ' (૭) શ્રી વલ્લભસ્મારકની વ્યવસ્થા જાળવી રાખવા લોકોને પ્રેરણા આપી. પ૦ લાખ રૂપિયાનાં ટ્રસ્ટ બનાવ્યાં, જેની અડધી રકમ સ્મારકને મળતી રહેશે. મુંબઈમાં માતાગુરુ શ્રી શીલવતીશ્રીજી મહારાજના સ્મરણાર્થે * શ્રી આત્મવલ્લભ શીલ સૌરભ ટ્રસ્ટની સ્થાપના કરાવી. e
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy