SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સમાજમાં જ્ઞાનપ્રસારની ભાવનાને પૂર્ણ કરવા માટે અને શ્રી મૃગાવતીજીની પ્રેરણાથી ધર્મપરાયણ શ્રીમતી બનારસોદેવી (ધર્મપત્ની શ્રી રતનજી ઓસવાળ)ની ધર્મપ્રવૃત્તિને સાકાર રૂપ આપવા માટે આ ટ્રસ્ટની ઈ.સ. ૧૯૭૮માં સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા નિર્ધન છાત્રોને ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે અને એમ.બી.એ., એમ.સી.એ. કરવા વાળાને વિના વ્યાજે સ્કોલરશીપ લોન આપવામાં આવશે. શ્રી શ્વેતાંબર જૈન પાવાગઢ તીર્થ : ગુરુ વિજય ઇન્દ્રદિસૂરિ મહારાજની પાવન પ્રેરણાથી નિર્મિત આ તીર્થમાં પૂ. શીલવતીશ્રીજી મહારાજ અને સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજી મહારાજ ની સ્મૃતિમાં બે રૂમો કરાવ્યા હતાં. પછી સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની સ્મૃતિમાં એક હોલ માટે પ૧ હજાર મોકલાવ્યા હતાં. પણ આ બધી રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો. મૃગાવતીશ્રીજીના ઉપદેશ અને સાંનિધ્યમાં સંપન્ન થયેલ જનકલ્યાણનાં કાર્યો : અમૃતસર અને રાજ કોટનાં અંધ વિદ્યાલયને આર્થિક મદદ અપાવી. લુધિયાણાની ‘મિસ બ્રાઉન હૉસ્પિટલ'ને આર્થિક મદદ અપાવી. લુધિયાણામાં પૂ. મૃગાવતીજીની પ્રેરણાથી લાલા લક્ષ્મણદાસ ઓસવાલે પોતાની માતા અક્કીબાઈના નામથી આંખની હૉસ્પિટલ બનાવી. લુધિયાણામાં લાલા વિદ્યાસાગર ઓસવાલની ૧૨ કરોડની યોજનાવાળી ‘શ્રીમતી મોહનદઈ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર નો શિલાન્યાસ પૂ. મહત્તરાજીના શુભહસ્તે કરાવવામાં આવ્યો. પૂ. મૃગાવતીશ્રીજીના ઉપદેશથી ઈ. સ. ૧૯૬૯માં મુંબઈમાં ભાયખલા ચાતુર્માસ દરમિયાન મધ્યમવર્ગના સાધર્મિક ભાઈઓને સસ્તા ભાડાના રહેઠાણ ‘જૈનનગર યોજના'નો ૨૩૮ પરિશિષ્ટ-૨ પ્રારંભ થયો અને ભંડોળ એકત્રિત થયું. કાંદિવલી મુંબઈમાં ‘મહાવીરનગર’, વિજયવલ્લભવિહાર', ‘વિજયસમુદ્રદર્શન’ જે પૂ. ગુરુદેવ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સાધર્મિકો માટે લીધેલા અભિગ્રહના નિમિત્તે વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સં. ૨૦૨૪માં શરૂ કરેલી આ યોજનામાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ ખૂબ જ સિચન કર્યું. ૩૪૪ બ્લોકો બાંધીને આપવામાં આવ્યા. સં. ૨૦૩૨ (શિલાલેખમાંથી) અમૃતસરમાં સાધર્મિક સહાયતા માટે ‘પૈસા ફંડ યોજના” શરૂ કરવામાં આવી. દિલ્હીમાં રોહિણીમાં ૨૧ જૂન, ૧૯૮૫ના રોજ વલ્લભવિહાર (શ્રી આત્મવલ્લભ ગ્રુપ હાઉસિંગ સોસાયટી)નો શિલાન્યાસ. * શ્રી વલ્લભ-સ્મારક'ના પ્રાંગણમાં ૧૫ જૂન, ૧૯૮પના રોજ ‘શ્રી આત્મવલ્લભ ધર્મ જ શવંત મેડિકલ ફાઉન્ડેશન' સંચાલિત ‘વિજયવલ્લભ જૈન હૉમિયોપેથિક ઔષધાલય'નો લાલા ધર્મચંદના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. શ્રી મહાવીર જૈન હૉસ્પિટલ’ સૂરત, ‘વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલ’ વડોદરા, ‘વિજયવલ્લભ ક્લિનિક' જમ્મુ, ‘વિજયવલ્લભ ઔષધાલય' જગાંવ, ‘વિજયવલ્લભ હૉમિયોપેથિક ઔષધાલય' લુધિયાણા વગેરે અનેક તબીબી ક્ષેત્રોને આર્થિક યોગદાન આપવામાં આવ્યું. માતા ચક્રેશ્વરી દેવી - સરહન્દ તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું, ૨૧ જૂન, ૧૯૮૧ના અહીં પધાર્યા. તીર્થોદ્ધાર માટે રૂપિયા ૧૦ હજાર તરત જ એકત્ર થઈ ગયા. મૃગાવતીશ્રીજીના ઉપદેશથી લુધિયાણામાં ‘ઉપાધ્યાય સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસ'ની સ્થાપના કરવામાં આવી. + ૨૩૯
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy