SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૨ મહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે પંજાબમાંથી ૫00 ગુરુભક્તો ‘ગુરુવલ્લભ સમાધિમંદિર ની સામૂહિક યાત્રા અને મહત્તરા સાધ્વીશ્રીને સ્મારક નિર્માણ માટે પંજાબ પધારવા વિનંતી કરવા મુંબઈ પધાર્યા હતા. માલેર કોટલા : ‘ગુરુ વલ્લભ સમાધિમંદિરનો પાયો, શિલાન્યાસ અને નિર્માણ મુરાદાબાદ : ‘વિજયસમુદ્રસૂરિ સમાધિમંદિર 'ને મહત્ત્વપૂર્ણ આર્થિક યોગદાન અપાવ્યું. અંબાલા : ‘એસ.એ.એન જૈન હાઈસ્કૂલમાં લાલા તેજપાલ પદ્મકુમાર દ્વારા ખૂબ વિશાળ ‘સમુદ્ર હોલ'નું નિર્માણ. ઝંડિયાલા : દાદાવાડીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પૂ. મૃગાવતીશ્રીજીના સાંનિધ્ય અને સદુપદેશથી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ ઇત્યાદિ: લુધિયાણા : લુધિયાણામાં ઈ. સ. ૧૯૫૬માં પૂ. શ્રી મૃગાવતીશ્રીજીના ઉપદેશથી ત્યાગની એવી હવા જામી કે સર્વ જાતિના લોકોએ પોતાનાં આભૂષણો ઉતારી આપ્યાં. ‘શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલના ભવ્ય અને વિશાળ ભવનના નિર્માણ માટે લાખો રૂપિયાનું ભંડોળ એકઠું થઈ ગયું. નવા ભવનનો શિલાન્યાસ ૬ ઑક્ટોબર, ૧૯૫૭ સવારે ૮ વાગે દાનવીરા શેઠ શ્રી લછમનદાસજી ઓસવાળના હાથે બહુ ધૂમધામથી થયો. હાલ ત્યાં સ્કૂલમાં ક000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંબાલા : ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ' અંબાલાને આર્થિક સહયોગ આપવા માટે ‘શ્રી આત્મવલ્લભ જૈન ઍજ્યુકેશન ફાઉન્ડેશન'ની સ્થાપના કરાવી. મેધાવી અને નિર્ધન છાત્રોને આર્થિક મદદ કરવા *શ્રી આત્મવલ્લભ શીલવતી વિદ્યાર્થી સહાયતા કોશ'નો આરંભ કરાવ્યો. અંબાલામાં ‘એસ. એ. જૈન હાઈસ્કૂલ’, ‘મૉડેલ સ્કૂલ', ‘કન્યા ઉચ્ચ વિઘાલય’ અને ‘શિશુ વિદ્યાલય'ની પ્રગતિ ૨૩૬ માટે આર્થિક યોગદાન અપાવ્યું. ભારતની જૈન શિક્ષણસંસ્થાઓના વિકાસ માટે અર્થસિચન : હોશિયારપુર, ઝડિયાલા અને નકોદરમાં શ્રી આત્માનંદ જૈન સ્કૂલોને પ્રાથમિકથી મિડલ અને મિડલથી હાઈસ્કુલ બનાવવા પ્રેરણા અને સહાય આપી. ગુરુ વલ્લભ જન્મશતાબ્દીના ઉપલક્ષમાં બંગલુરુમાં રન્ના કૉલેજ (દિગમ્બર), સિદ્ધવન કૉલેજ (ધર્મસ્થલદિગમ્બર), હાઈસ્કૂલ, મુડબિદ્રી, દિગમ્બર), મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પૂજ્ય માતાશ્રીની યાદમાં સરધાર પબ્લિક સ્કૂલ, પટ્ટી (અમૃતસર) મહાવીર સ્કૂલ, માલેરકોટલા શ્રી આત્માનંદ જૈન હાઇસ્કૂલ, જાની સ્કૂલ (મેરઠ) વગેરેને આર્થિક સહાય અપાવી. બેંગલુરુમાં આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિમાં અને તેઓની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં શિક્ષણ સંસ્થાના નિર્માણ માટે પ્રેરણા. લાઇબ્રેરીની સ્થાપના : ‘આત્મવલ્લભ પ્રેમભવન' દિલ્હી, કિનારી બજારમાં, ‘સુધર્મા લાઇબ્રેરી'ની સ્થાપના. અંબાલામાં એસ. એ. જૈન કૉલેજમાં ‘શ્રીમતી કૌશલ્યાદેવી હરભગવાનદાસ’ (લાઇબ્રેરી) ભવનની સ્થાપના કરાવી. બનારસ ‘પાર્શ્વનાથ વિદ્યાશ્રમ'માં બે વિદ્વાનો તૈયાર કરવા એકાવનએકાવન હજારનું અનુદાન અપાવ્યું. ‘જૈન યોગ કા આલોચનાત્મક અધ્યયન', ‘ધી કોન્સેપ્ટ ઑફ પંચશીલ ઇન ઇન્ડિયન થોટ' આ બે પુસ્તકોના પ્રકાશન માટે આર્થિક યોગદાન આપ્યું. મુંબઈ : શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાર્થી માટે સાડા બાર હજારનું શ્રી મોહનલાલ કાલીદાસ શેઠ ટ્રસ્ટ દ્વારા અપાવ્યું. શ્રીમતી બનારસોદેવી ઓસવાળ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ : શેઠ શ્રી રતનચંદજી ઓસવાળ અને એમના સુપુત્ર યુવા ચેતનાના પ્રતિક શ્રી શ્રીપાલજી ઓસવાળ અને એમના ભાઈઓએ આચાર્યશ્રી ૨૩૭
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy