SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ પ્રેરણાની પાવનભૂતિ આર્થિક યોગદાન અપાવ્યું. અંબાલા : ‘વલ્લભનિકેતન ઉપાશ્રય' માટે આર્થિક યોગદાન અપાવી અધૂરું કામ પૂરું કરાવ્યું. માલેરકોટલા અને રોપડ : ઉપાશ્રયોનાં ભૂમિપૂજન, શિલાન્યાસ અને નિર્માણમાં આર્થિક યોગદાન અપાવ્યું. રાયકોટ : રાયકોટના ઉપાશ્રય માટે અને અમૃતસર દાદાવાડી માટે આર્થિક યોગદાન અપાવ્યું. દિલ્હી : ‘શ્રી આત્મવલ્લભ પ્રેમભવન’ કિનારી બજારને આર્થિક યોગદાન અપાવ્યું. સરધના : ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. દહાણ : ઉપાશ્રય માટે આર્થિક સહાયતા મેળવી આપી. મુંબઈ (ખાર) : સ્થાનકવાસી પંજાબ જૈન ભ્રાતૃ સભા, અહિંસા હૉલના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહયોગ અપાવ્યો. : જ્ઞાનમંદિર(ઉપાશ્રય)નું નિર્માણ કરાવ્યું. ચંડીગઢ : ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું. સરધાર : ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મૃગાવતીજીની પ્રેરણા અને નિશ્રામાં સંપન્ન થયેલાં ગુરુભક્તિનાં કાર્યો : અંબાલા : ઈ. સ. ૧૯૫૮ના અમ્બાલામાં ચાતુર્માસ દરમિયાન ‘વલ્લભવિહાર' સમાધિમંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને નિર્માણ. ગુરુધામ લહરા : ગુરુ આત્મારામજીના જન્મના ૧૨૦ વર્ષ પછી ઈ. સ. ૧૯૫૭માં જીરા ગામમાં રહી ગુરુદેવોની ભાવનાને સાકાર રૂપ આપવા લહેરામાં ‘ગુરુ આત્મ કીર્તિસ્તમ્મના નિર્માણ માટે પ્રેરણા આપી. વાર્ષિક જન્મોત્સવ મેળા માટે ‘ગુરૂધામ લહરા સ્થાયી કોશ'ના નામના ફંડ માટે પ્રેરણા આપી. લહરા સિવિલ હૉસ્પિટલ માટે પ્રેરણા આપી. અજમેર : ૨૧ ફેબ્રુઆરી, ૧૯૭૧ ભાયખલા મુંબઈમાં પૂજ્ય મૈસુર સુયશાશ્રીજી મ. સા. ના દીક્ષા મહોત્સવ પ્રસંગે જિનશાસનરત્ન શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મ. સા.ની દીક્ષાષ્ટિ નિમિત્તે અજમેરના શ્રી આત્મવલ્લભસમુદ્ર જૈન ઉપાશ્રયને રૂપિયા સાઠ હજારનું યોગદાન અપાવ્યું.. જંબુસર (આ. શ્રીમદ્ વિજયજનકસૂરિજી મ. સા.ની જન્મભૂમિ) ‘શ્રી આત્મવલ્લભસમુદ્ર આરાધના ભવન'ના નિર્માણમાં આર્થિક સહયોગ કરાવ્યું. ગુરુ ધામ પદયાત્રા સંઘ : પૂ. મૃગાવતીશ્રીજીના ઉપદેશ અને નિશ્રામાં ઈ. સ. ૧૯૭૭ના લુધિયાણા ચાતુર્માસ પછી ૩૦૦ ભાઈ-બહેનોનો પદયાત્રા સંઘ લુધિયાણાથી ગુરૂધામ લહરા પહેલી વાર ૨૯ માર્ચથી ૮ એપ્રિલ ૧૯૭૮ દરમિયાન ગયો. લહરા તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહાય અપાવી. એ અવસર ઉપર ૨૫00 શ્રાવક-શ્રાવિકાઓએ ગુરુતીર્થની યાત્રા કરી. દિલ્હી (વલ્લભસ્મારક) ‘શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર’ માટે પ્રેરણા : ૨૦ વર્ષથી સ્થગિત થયેલ વલ્લભસ્મારક માટે ૧૯૭૪માં ફરીથી કઠોર તપ, ત્યાગ અને સાધના વડે લોકોમાં ભક્તિભાવ જાગ્રત કરાવ્યો. ‘શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ ટ્રસ્ટ'ની સ્થાપના કરાવી અને જમીન ખરીદાવી. ભૂમિખનન : ૨૭ જુલાઈ ઈ. સ. ૧૯૭૯માં લાલા રતનચંદજી ( )ના હસ્તે શિલાન્યાસ : ૨૯ નવે. ૧૯૭૯ના રોજ લાલા ખેરાયતીલાલ (એન. કે. રબર કંપની)ના હસ્તે. તે પ્રસંગે વીસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરાવ્યું. શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈનો રજત મહોત્સવ : મુંબઈમાં ૧૯૬૬ના ભાયખલ્લા ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન ‘શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ'નો રજત મહોત્સવ અને ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય નો સુવર્ણ - ૨૩૫
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy