SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૃતિ પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં જિનમંદિરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનાં કાર્યો ઝરિયા : ઈ.સ. ૧૯૫૨માં જૈન મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરાવ્યું. લુધિયાણા : સુંદરનગરમાં ‘શ્રી શાંતિનાથ જૈન મંદિરનું ભૂમિખનન : શ્રી રાજ કુમારજી જૈન-(પ્રવીણ નીટવેર, લુધિયાણા)ના શુભહસ્તે. શિલાન્યાસ : લાલા ખેરાયતીલાલ (એન. કે. રબ્બર કંપની લિ.)ના શુભ હસ્તે. મંદિરનું નિર્માણકાર્ય પૂ. મૃગાવતીજી મહારાજની પ્રેરણાથી પરિપૂર્ણ થયું. સિવિલ લાઇન્સ લુધિયાણાના ‘શ્રી આદિનાથ જૈન મંદિર માટે આર્થિક યોગદાન અપાવ્યું. અધૂરું કામ પૂરું કરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ચૌડા બજાર, લુધિયાણાના જૈન મંદિરના જીર્ણોદ્ધારનો આરંભ કરાવ્યો. કાંગડા તળેટીમાં ધર્મશાળાના ચોગાનમાં ‘શ્રી આદિનાથ જૈન મંદિરનું ભૂમિખનન શ્રી રાયસાહબ રાજ કુમારજી(અંબાલા)ના શુભહસ્તે. શિલાન્યાસ : બાબુ શ્રી રિખવદાસજી(હોશિયારપુર)ના શુભહસ્તે. પ. પૂ. શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના પ્રયત્ન અને શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના સૌજન્યથી રાણકપુર તીર્થમાંથી આણેલી પ00 વર્ષ પ્રાચીન, ભવ્ય, વિશાળ પ્રભુ આદિનાથજીની પ્રતિમા કાંગડા તીર્થે પધરાવવામાં આવી. શ્રી વલ્લભસ્મારક (દિલ્હી) : સ્મારક સ્થળ પર ‘શ્રી વાસુપૂજ્ય ભગવાનના ચૌમુખ જૈન મંદિર 'નો શિલાન્યાસ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના શુભ હસ્તે. ચંડીગઢ : ૨૮ સેક્ટરમાં ‘શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મંદિરનું ભૂમિખનન પરિશિષ્ટ-૨ : શાદીલાલજી જૈન(ચંડીગઢ)ના શુભ હસ્તે. શિલાન્યાસ : લાલા તેજપાલ પદ્મકુમારજી (પંજાબ ફેબ્રિક્સ લિ. ચંડીગઢ)ના શુભ હસ્તે. ગુડગાંવ : શ્રી શાંતિનાથ જૈન મંદિર નિર્માણની પ્રેરણા નવીન શાહદરા (દિલ્હી), શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈનમંદિર નિર્માણની પ્રેરણા. માલેરકોટલા ; ન્યાયામોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજ દ્વારા નિર્મિત ‘જગવલ્લભ પાર્શ્વનાથ શ્વેતામ્બર મંદિર નો તથા શ્રી પૂજજી(યતિ)વાળા ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીરા : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિરના જિર્ણોદ્ધારમાં વિપુલ યોગદાન. સરધના શ્રી સુમતિનાથ જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારતભરનાં નિર્માણાધીન) અનેક જૈન મંદિરોને વિપુલ આર્થિક યોગદાન : રાયકોટ જૈન મંદિર, સમાના જૈન મંદિર, સુનામ જૈન મંદિર વગેરે પંજાબનાં મંદિરોને આર્થિક યોગદાન અપાવ્યું. જગાધરી જૈન મંદિર, આગ્રા વલ્લભનગર જૈન મંદિર, જમ્મુ જૈનમંદિર, બડૌત, ગાઝિયાબાદ, ખેડા, મોટી વાવડીના જૈન મંદિરો, મુજફ્ફરનગર જૈન મંદિર, દહાણુ જૈન મંદિરને આર્થિક સહાય કરાવી. દક્ષિણ ભારતમાં ચિકમંગલૂર જૈન મંદિરના નિર્માણ માટે પ્રેરણા આપી અને શિલાન્યાસ કરાવીને વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું. અને દિગમ્બર મંદિરોને યોગદાન આપવા ઉપદેશ આપ્યો. પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણા અને પાવન નિશ્રામાં જૈન ઉપાશ્રયોનાં નિર્માણ, જીર્ણોદ્ધારઃ લુધિયાણા : વલ્લભનગર ઉપાશ્રયનું ભૂમિખનન : સંઘરત્ન લાલા દેસરાજજી જોધાવાલેના શુભ હસ્તે. શિલાન્યાસ : શ્રીપાલ બિહારે શાહના શુભ હસ્તે. પુરાના બજારના મહાવીર જૈન ઉપાશ્રયના નિર્માણ માટે રયર
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy