SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સાધુતાની સુવાસ પણ ચિત્તમાં અકબંધ જળવાઈ રહેતી. વિહારમાર્ગમાં નાનાં નાનાં ગામોમાં જેમને એક વાર મળ્યા હોય, તેને પણ એ નામથી બોલાવી શકતા. કોઈ વિશાળ સંયુક્ત કુટુંબમાં બાર-પંદર સભ્યો હોય, તો એ બધાને મહત્તરાજી નામથી બોલાવતા અને કુટુંબની કોઈ એક વ્યક્તિ એમને મળવા આવતી, ત્યારે એ કુટુંબના પ્રત્યેક સભ્યનું નામ લઈને એમના ખબરઅંતર પૂછતા અને ધર્મલાભ કહેવડાવતા હતા. માત્ર વડીલોનાં જ નામ એમનાં સ્મરણમાં ન હોય, બે-ચાર વર્ષના નાનાં બાળકોનાં નામ પણ એમને યાદ રહી જતા અને આથી જ મૃગાવતીજીના એક અવાજે એમનો પરિચિત સમાજ દોડી આવતો હતો અને એમનાં કાર્યોને ધાર્યા કરતા વિશેષ સફળતા અપાવતો હતો. વળી એમને આશરે સાંઇઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. તેઓ સ્વાધ્યાય અંગે સતત ચીવટ રાખતા અને માનતા કે સ્વાધ્યાય એ જ તપશ્ચર્યાનું શિખર છે. સ્વાધ્યાયથી સંશય જાય, બુદ્ધિ વિકસે, ભક્તિ જાગે, કુયુક્તિ છૂપે, સત્ય-અસત્યનો વિવેક જાગે અને અબાધિતપણે તત્ત્વનો નિર્ણય થઈ શકે. સ્વાધ્યાયથી ચારિત્રની નિર્મળતા પમાય અને આત્મશક્તિમાં ઊર્ધ્વતા આવે. સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. પૂજ્ય સાધ્વીશ્રીના વિશાળ વાંચનના કારણે તેમના વ્યાખ્યાનોમાં અવારનવાર જૈન, બૌદ્ધ, વૈદિક, પાશ્ચાત્ય, અન્ય ધર્મોના વિદ્વાનો-વિચારકોના દષ્ટાંતો સાંભળવા મળતા. આ રીતે મહાપુરુષોના વિચારો સાથેની તેમની વ્યાખ્યાન શૈલીની અસરકારકતા એટલી હતી કે સૌ કોઈને તેમના હૃદયમાં તેમની વાણી સ્પર્શી જતી. તેમના વાંચનની વિશાળતા તો જુઓ ! પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાય યશોવિજયજી, મહાવીર, બુદ્ધ , શ્રીરામ, પયગંબર , જરથુસ્ત, કબીર, તુલસી, સુરદાસ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ભર્તુહરિ, થોરો, અબ્રાહમ લિંકન, બર્નાડ શૉ, નેપોલિયન, હર્મન જે કોબી, આઇન્સ્ટાઇન, શેક્સપીઅર, સ્વામી દયાનંદ સરસ્વતી, બાલ ગંગાધર ટિળક, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય, મૈથિલીશરણ ગુપ્ત, કવિ દિનકર, અખા ભગત, રાબિઆ અને હસન, નામદેવ, એકનાથ, ગાર્ગી, મૈત્રેયી, તિરુવલ્લુવર, અબ્દુલરહીમ ખાનખાના વગેરે જેવા મહાપુરુષોના જીવન અને સાહિત્યનો તેમનો સંપર્ક તેમના આ સ્વાધ્યાયપ્રેમને દર્શાવવા માટે પૂરતો નથી શું ? પોતે હિંદીમાં સાહિત્યરત્ન હતા એટલે હિંદી સાહિત્યકારોનો તેમને પરિચય હતો. સંસ્કૃત, પ્રાકૃત, પાલિનો પરિચય શરૂઆતથી હતો. પંજાબમાં ગયા તો ઉર્દૂ, ફારસીના મહાપુરુષોનો પરિચય થયો. અંગ્રેજીના કારણે પરદેશના વિદ્વાનોનો અને દક્ષિણના વિહારને કારણે રન્ના, પપ્પા જેવા વિદ્વાનોનો પરિચય થયો. ચારિત્રના બળ સાથે આટલી વ્યાપક વિચારસરણી ધરાવતી વાણીની ગંગા વહે, તો તેમાં સ્નાન કરનાર સૌ કોઈ પાવન થઈ જાય. ગુરુદેવ આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજના એ શબ્દો એમના મનમાં સતત ગુંજતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે કહ્યું હતું. ‘તપરૂપી ભવનનો સૌથી ઊંચો મજલો તે સ્વાધ્યાય-તપ, તપ ઓછુંવતું હોય તો ચાલે, પણ સ્વાધ્યાય-તપ તો રોજે રોજ થવું જ જોઈએ. સ્વાધ્યાય તપના પાંચ પ્રકારનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે જીવનની પ્રત્યેક ક્ષણે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય-તપના ઊંચા મજલા પર પહોંચવા માટે આ પાંચ સોપાનમાંથી કોઈપણ સોપાન દ્વારા તપ-ભવનના ઊંચા મજલે પહોંચી શકાય. આ પાંચ સોપાન છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા.' (૧૨ ઑગસ્ટ ૧૯૪૮, બીકાનેરમાં જૈનભવનમાં આપેલા વ્યાખ્યાનમાંથી) આ રીતે તેઓ ઉપાશ્રયમાં હોય કે વિહારમાં હોય, પણ તેમનો સ્વાધ્યાય સતત ચાલુ રહેતો. વળી એ સ્વાધ્યાય કોઈ સાંપ્રદાયિકતામાં સીમાબદ્ધ નહોતો. એમની દૃષ્ટિ અત્યંત વ્યાપક હતી અને એમનું ધ્યેય વિશ્વ વાત્સલ્ય દ્વારા વીતરાગતાને પ્રગટ કરવાનું હતું. આ વીતરાગતાની સાધના કરતા કરતા સાધ્વીજી વિશ્વવાત્સલ્યમૂર્તિ બની ગયા અને એને કારણે જ એમનો પુણ્યપ્રભાવ મતની દીવાલોમાં, પંથના સાંકડા માર્ગમાં કે સંપ્રદાયના વર્તુળમાં બંધાઈ રહેવાને બદલે સર્વત્ર પ્રસરતો રહ્યો. સાધ્વીશ્રીની ઋતભક્તિને પરિણામે પાકિસ્તાનના ગુજ રાનવાલાના મંદિરના ભોંયરામાં રહેલી દસ હજાર જેટલી હસ્તપ્રતો દિલ્હીના વલ્લભસ્મારકમાં આવી. વલ્લભસ્મારકના જૈન જ્ઞાનભંડારમાં ર૩ જેટલાં – ૧૯૯
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy