SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ શંખેશ્વર પાર્શ્વનાથ અને ગુરુ આત્મવલ્લભનાં ચરણોમાં સર્વભાવથી સમર્પિત કરું. છું.’ તીર્થંકર પરમાત્માની તેઓના હૃદયમંદિરમાં અહર્નિશ ભક્તિ ચાલતી હતી. તેઓ કહેતા, ‘હું પ્રભુ ચરણોમાં સર્વભાવે સમર્પિત છું, પ્રભુ જ મને હાથ પકડીને ચલાવે છે. મારા પ્રભુ જે કંઈ કરે છે, તે બરાબર હોય છે. મેં તો મારી નૌકા એમના હાથમાં સોંપી દીધી છે. તેઓ જ એને પાર ઉતારશે.’ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ આગમગ્રંથોમાં ધર્મશ્રદ્ધાને ‘પરમ દુર્લભ' કહી છે. આવી દુર્લભ શ્રદ્ધા મહત્તરાજીને સહજ પ્રાપ્ત થઈ હતી. એમની નજર સામે યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું એ ભવ્ય, કાંતદર્શી અને સંઘર્ષશીલ જીવન હતું કે જેમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓ સ્થાપીને જૈનસમાજની વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તનનો શંખનાદ ફેંક્યો હતો. આ અંગે ચોપાસ ચાલતો વિરોધ સહન કરી લીધો હતો. એમણે તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના નેજા હેઠળ એકતા માટે આહલેક જગાવ્યો હતો. એમના એ શબ્દો અને વિચારો અહીં એ માટે યાદ કરવા પડે, કારણ કે એનો જ પ્રતિધ્વનિ મહત્તરાજીના જીવનમાં જોવા મળે છે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી બદલાતા સમયના એંધાણ પારખી શકનારા અને એ પ્રમાણે ધાર્મિક-સામાજિક જાગૃતિ સર્જનારા ક્રાન્તા હતા, એથી એમણે કહ્યું, અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવાં પૂરતાં કપડાં નથી, માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે એમની પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુ:ખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. જો મધ્યમ વર્ગ જીવતો રહેશે, તો જ જૈનજ ગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે, એ સામાજિક ન્યાય નહીં, પણ અન્યાય છે. સંસારનો ત્યાગ કરી, આ સાધુનો વેશ પહેરી ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં રહેશે, પણ સમાજ, ધર્મ અને દેશની ઉન્નતિમાં આ - ૧૯૬૦ સાધુતાની સુવાસ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય?” યુગદર્શી આચાર્યશ્રીએ પડકારભર્યા અવાજે સમાજની વિદારક પરિસ્થિતિ દર્શાવતા કહ્યું, ‘સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા, એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે. ‘સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર આ પાંચ બાબતો ઉપર જે જૈન સમાજની ઉન્નતિનો આધાર છે. ‘બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે.” ક્રાન્તદૃષ્ટા આચાર્યશ્રી જૈનસમાજની રગેરગ જાણતા હતા. એની કપરી પરિસ્થિતિ એમને નજર સામે દેખાતી હતી. એમણે જૈનજાગૃતિનો પ્રચંડ શંખનાદ ફેંક્યો. આફતો, આપત્તિઓ, દ્વેષીઓનાં દુષ્ટ ઇરાદાઓ અને રૂઢિચુસ્તોની જડતા સામે સહેજે ઝૂક્યા નહીં. વિરોધનાં કેટલાય વંટોળ વચ્ચે એમણે કાર્યસિદ્ધિ કરી. પોતાના ગુરુની આ ભાવનાઓ સાધ્વી મહત્તરાજીએ માત્ર વાણી કે વ્યાખ્યાન સુધી જ મર્યાદિત રાખી નહીં, બલ્ક આચરણ અને વલ્લભસ્મારકના ગૌરવશાળી સર્જન દ્વારા ચરિતાર્થ કરી. તેઓ હંમેશાં કહેતાં કે હું જે કંઈ છું તે ગુરુભક્તિને લીધે છું.’ અને જીવનમાં તેઓ પ્રતિક્ષણ ગુરુભક્તિમાં લીન રહેતા. એ વ્યાખ્યાન આપતા હોય ત્યારે એમની વાણીમાં કે પછી ગુરુમૂર્તિ કે ચિત્રપટનું દર્શન કરતા હોય, ત્યાં સઘળે એમની ભાવસભર ગુરુભક્તિ છલકાતી નજરે પડતી. એમણે પોતાના ગુરુના નિવૃત્તિ અને પ્રવૃત્તિના સિદ્ધાંતોને લક્ષમાં રાખીને સંધઉત્થાનનું સમર્થ કાર્ય કર્યું. આટઆટલાં ભગીરથ કાર્યો કર્યો, પણ બધું જ ગુરુને નામે, ગુરુને અર્પણ. રામાયણમાં જે સ્થાન રામભક્ત હનુમાનનું છે, તે જ સ્થાન ગુરુવલ્લભના શિષ્યા મહત્તરાજીનું છે. મહત્તરાજીની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. એકવાર મળનારની સ્મૃતિ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy