SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ જ્ઞાનભંડારોનાં બાર હજાર જેટલાં ગ્રંથ સંગૃહીત છે. પાકિસ્તાનના ગુજરાનવાલા, કાશ્મીરના જમ્મુ, પંજાબના લુધિયાના, હોશિયારપુર, જીરા, સમાના, ઉત્તરપ્રદેશના બિનોલી જૈન સંઘ અને એ ઉપરાંત અન્ય યતિઓના અને સંસ્થાઓના મળીને કુલ ૨૩ ગ્રંથભંડારોની હસ્તપ્રતો અહીં સંગૃહીત કરવામાં આવી છે. આ સંગ્રહમાં આગમ, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક, કાવ્ય, અલંકાર, કોશ, રાસ, ચોપાઈ, કથા, ભક્તિસાહિત્ય, સ્તોત્ર, સ્તવન, સઝાય, પટ્ટાવલી, રત્નશાસ્ત્ર, સામુદ્રિક, નિમિત્ત, શુકનશાસ્ત્ર ઉપરાંત વૈશેષિક પુરાણ, વૈદિક, બૌદ્ધ, દિગંબર આદિ ગ્રંથો સંગૃહીત છે. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, દિલ્હી આની વ્યવસ્થા કરી રહી છે. વળી પૂજ્ય શ્રી નિત્યાનંદવિજયજી મહારાજની પ્રેરણાથી ગુજરાતના કપડવંજ, જંબુસર, જોધપુર અને કચ્છ-માંડવીથી પણ હસ્તપ્રતો અને પુસ્તકો પ્રાપ્ત થયા છે. આમાં આશરે તેરમી સદીનો ‘વસુદેવહિડી'નો તાડપત્રીય ગ્રંથ છે, તો વિ. સં. ૧૪00માં લખાયેલી ‘પડાવશ્યક બાલાવબોધ ની કાગળની હસ્તપ્રત છે. આવી ઘણી મૂલ્યવાન હસ્તપ્રતો અને મુદ્રિત ગ્રંથો છે. એ પછી એમણે એ હસ્તપ્રતોનું સંશોધન થાય અને સાહિત્ય-પ્રકાશન થાય એવી ઇચ્છા પ્રગટ કરી. આચાર્ય વિજયવલ્લભસૂરીજીએ વડોદરામાં એક વખત કહ્યું હતું, ‘ડબ્બામાં બંધ પડેલું જ્ઞાન દ્રવ્યશ્રત છે. તે આત્મામાં આવે ત્યારે ભાવકૃત બને છે, જ્ઞાનમંદિરોની સ્થાપના કરી સંતુષ્ટ ન થઈ જાઓ. એનો પ્રચાર પણ થાય એ માટે કાર્યરત રહો.’ સાધ્વીશ્રી મહત્તરાજીએ ગુજરાતના પ્રસિદ્ધ લિપિવિશેષજ્ઞ અને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના સંશોધનકાર્યમાં સહયોગ આપનાર પં. લક્ષ્મણભાઈ ભોજ કને પાકિસ્તાનથી વલ્લભસ્મારકમાં લાવવામાં આવેલી હસ્તપ્રતોની સૂચિ બનાવવાનું કાર્ય સોંપ્યું. વર્ષોથી એમ ને એમ બંધ રહેલાં પુસ્તકોનાં પત્રો (પાનાં) ગણીને, એની ધૂળને સાફ કરીને, પ્રત્યેક ગ્રંથ પર કાગળના વેસ્ટન ચડાવી, ઉપર ગ્રંથનામ લખી, પુસ્તકોનો પરિચય લખવાનો હતો. સિત્તેર વર્ષની ઉંમરે પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજ ક પૂ. મહારાજીના વાત્સલ્યને કારણે જ પચીસ-ત્રીસ દિવસની રજા લઈને અહીં રહેતા હતા. છેલ્લે સાધુતાની સુવાસ તેઓ ગયા, ત્યારે ૧૯૮૬ની ૧૨મી જુલાઈ સુધીની રજા મંજૂર કરાવી હોવાથી એમણે એ દિવસની દિલ્હીથી અમદાવાદ આવવાની ટિકિટ મંગાવી. એ સમયે મહત્તરાજીની શારીરિક સ્થિતિ સારી ન હતી. એમણે એક દિવસ લક્ષ્મણભાઈને પૂછ્યું કે તમે કેટલું રોકાવાના છો? ત્યારે લક્ષ્મણભાઈએ કહ્યું કે ૧૨મી જુલાઈની મારી ટિકિટ આવી ગઈ છે. મહત્તરાજીએ એમને કહ્યું કે તમે ૧૯મી જુલાઈએ અમદાવાદ જવાની ટિકિટ મંગાવો. એમણે એમના આદેશનું સર્વથા પાલન કર્યું. મહારાજી ૧૮મી જુલાઈના દિવસે સવારે કાળધર્મ પામ્યા. શું કેટલાક દિવસ પહેલાં તેઓ આ સંકેત પામી ગયા હશે ? એથી ય વિશેષ કાળધર્મ પૂર્વેના બે દિવસ અગાઉ સોળમી જુલાઈએ શ્રી લક્ષ્મણભાઈ ભોજ કને અંદર બોલાવીને ભારપૂર્વક કહ્યું, ‘આ જ્ઞાનભંડારના કામ માટે તમે એક વર્ષ સેવા આપો.’ લક્ષ્મણભાઈએ કહ્યું કે ‘સૂચિપત્રનું કામ તો આપની શિષ્યાઓને હાથે પૂરું થવા આવ્યું છે, આમ છતાં જ્યારે સહકારની જરૂર પડશે ત્યારે આવીશ.’ આમ મહત્તરાજી અંતિમ શ્વાસ લેતા હતા, ત્યારે પણ એમના ચિત્તમાં વલ્લભસ્મારક અને તેના જ્ઞાનભંડારની વિચારણા ચાલુ રહી હતી. જાણીતા ન્યાયવિદ્દ, સાહિત્યકાર અને બ્રિટનમાં ભારતીય રાજદૂતનું પદ શોભાવનાર ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ નોંધ્યું છે, ‘તેઓ જ્યારે વલ્લભસ્મારકમાં ગયા, ત્યારે સાધ્વીજીએ ખૂબ ઝીણવટથી આ હસ્તપ્રતભંડારોમાં રહેલી હસ્તપ્રતોની વાત કરી હતી અને એના સૂચીકરણ માટે શ્રી લમણભાઈ ભોજક જેવાને લાંબો સમય વલ્લભસ્મારકમાં રાખીને એ કાર્ય સુપેરે સંપન્ન કરાવ્યું હતું.' મહત્તરાશ્રીજી પાટણમાં આવેલા ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિમંદિરમાં પણ રસ લેતા હતા. આ સંસ્થા શ્રેષ્ઠિવર્ય શિક્ષાપ્રેમી, જિનશાસનઅનુરાગી, દીર્ધદ્રષ્ટા શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે એમના પિતાશ્રીના સ્મરણાર્થે સ્થાપી હતી. મહત્તરાશ્રીજી સતત એની પ્રવૃત્તિ અને પ્રગતિ અંગે પૃચ્છા કરતા અને જ્યારે એમણે જાણ્યું કે પરમ પૂજ્ય આગમપ્રભાકર શ્રી જેબૂવિજયજી મહારાજ પણ આમાં ઊંડો રસ લે છે, ત્યારે સવિશેષ આનંદ અનુભવ્યો. સમય જતાં આ સંસ્થાનો વિકાસ કરવા માટે એને દિલ્હીની વલ્લભસ્મારક જેવી ૨૧
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy