SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ સાધનાના પથ પર પ્રેરણાની પાવનમૂર્તિ ‘વીતી ગયેલી રાત ફરી પાછી આવતી નથી, અધર્મ આચરનારની જે રાત્રિઓ વીતી ગઈ છે તે નિષ્ફળ ગઈ સમજવી અને સદ્ધર્મ આચરનારની એ રાત્રિઓ સફળ ગઈ માનવી.’ મનમાં વિચારવા લાગ્યાં કે જીવનતારક તીર્થંકરોએ સંકલ્પ લઈને પળવારમાં કેવો સંસાર છોડી દીધો. ભગવાન મહાવીર સ્વામીએ રાજમહેલ, વૈભવ, પત્ની અને પુત્રી એ સઘળું હોવા છતાં પળવારમાં કેવું બધું છોડી દીધું ! તો પોતે શા માટે આ દુ:ખમય સંસારમાં રોકાય છે ? શિવકુંવરબહેનના મનમાં ભગવાન મહાવીરના શ્રમણી સંઘમાં ભળીને આત્મકલ્યાણ સાધવાનો સંકેત જાગ્યો. એમને સંયમ માર્ગના પુણ્યયાત્રી બનવું હતું અને એથી એમણે સંસારત્યાગ કરવાનો વિચાર કર્યો. પાલીતાણામાં પૂજ્ય સિદ્ધિસૂરિસમુદાયનાં સાધ્વી મુક્તિશ્રીજીએ એમના વિશુધ્ધ ચિત્તને શાંત કર્યું હતું. અહીં તેઓને મુક્તિશ્રીજી, હીરાશ્રીજી, હિંમતશ્રીજી જેવાં સાધ્વી મહારાજો પાસેથી ધર્મસાંત્વના મળી. મહારાજનાં વચનોએ એમના હૃદયના તીવ્ર ઉદ્દેગને શાંત કર્યો, પરંતુ મનમાં વિચાર જાગ્યો કે હું સંયમના પંથે જાઉં પરંતુ પુત્રીનું શું? માતા પુત્રીના મનોભાવોને સારી પેઠે જાણતી હતી, એની ધર્મભાવનાથી પરિચિત હતી. એમણે વિચાર્યું કે પોતે સંસારની માયા ત્યજીને પ્રભુને માર્ગે જઈ રહ્યાં છે, તો પોતાની પુત્રીને પણ આ માર્ગે જવાનું મળે તો કેવું સારું ? આથી શિવકુંવરબહેને પુત્રી ભાનુમતી સાથે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભાનુમતીના મામા લીલાધરને જાણ થતાં એ વિચારમાં પડ્યા કે આટલી નાની વયમાં ભાનુમતી સંયમને પંથે જઈ શકશે ખરી ? એમાં એમની દીક્ષાની તૈયારી સાંભળીને તે પારાવાર ગુસ્સે થયા. એમણે કહ્યું કે મારી ભાણીને જે દીક્ષા આપે તે મારે મન ગુનેગાર છે. તે સમયે એમણે ભાનુમતીની દૃઢતા જોઈ. ભાનુમતીએ કહ્યું કે તમે કોઈ સારા ન્યાયાધીશને બોલાવો. ન્યાયાધીશ આવતાં ભાનુમતીએ કહ્યું કે, તમે મને લખી આપો કે હું આજીવન સૌભાગ્યવતી રહીશ. આ સમયે ભાનુમતીની ઉંમર સાડા બાર વર્ષની હતી. કોઈ ન્યાયાધીશ એવું લખી આપે ખરા ? આથી બધા પાછા ગયા પણ સાથોસાથ ભાનુમતીની દીક્ષા લેવાની દૃઢતા સહુને સ્પર્શી ગઈ. અંતે સંસારના આ સઘળા ઝંઝાવાતોમાંથી બહાર નીકળીને સંયમના માર્ગે પ્રયાણ કરવાનો એમણે પ્રબળ નિર્ધાર કર્યો. ઘર અને દુકાન એ બધું જ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલાં શિવકુંવરબહેન અને ભાનુમતીએ આઝાદી માટે જંગ ખેલતા સત્યાગ્રહીઓના ફંડ માટે આપી દીધું. | સરધારની ભૂમિ પર વસતા એમને શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્ર છાયામાં દીક્ષા લેવાનો ભાવ જાગ્યો અને વિ. સં. ૧૯૯પની માગશર વદ દશમ (ઉત્તર ભારત મુજબ પોષ વદ દશમ)ના દિવસે સરધારનાં શિવકુંવરબહેને પોતાની નાની પુત્રી ભાનુમતી સાથે દીક્ષા ગ્રહણ કરી. એ દિવસે શિવકુંવરબહેન બન્યાં સાધ્વીશ્રી શીલવતીજી અને એમની પુત્રી ભાનુમતી બન્યાં સાધ્વીશ્રી મૃગાવતીજી. સાધ્વીશ્રી શીલવતીજીનો શાસ્ત્રીય અભ્યાસ તો ઓછો હતો, પણ એમણે સાધ્વીજીવન પ્રાપ્ત થતાં જ સતત સ્વાધ્યાય શરૂ કર્યો. આ અગાઉ એમણે પ્રકરણાદિ પ્રાથમિક ધર્મગ્રંથોનું, સુગમ ધાર્મિક પુસ્તકોનું, રાસાઓ, સ્તવનો, સઝાયો વગેરેનું અને બોધદાયક પુસ્તકોનું બહોળું વાચન કર્યું હતું; વળી એમનું ધાર્મિક વાચન જેટલું વિશાળ હતું, એટલી જ તીવ્ર એમની સ્મરણશક્તિ હતી. એમની પાસે બેઠા હોઈએ તો કથા-વાર્તાઓ, દુહા-ચોપાઈ, રમૂજી ટુચકાઓનો જાણે ભંડાર ખૂલી ગયો છે એમ જ લાગે. આ રીતે એમના સત્સંગમાં અને ધર્મકથામાં સમય ક્યાં પસાર થઈ જાય, એની ખબર જ ના પડે ! સાધ્વી શ્રી શીલવતીજીએ જાણે સાધ્વીજીવનનો આલાદ અનુભવતાં હોય તેમ, મુક્ત મને, ત્રણેક દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિહાર કરીને પોતાના આત્મતત્ત્વને અજવાળવા સાથે ધર્મની પ્રભાવના કરી હતી અને એક કુશળ, કલ્યાણવાંછુ અને ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ પ્રસરાવી હતી. તેઓના શ્રીમુખેથી વારંવાર એક ઉક્તિ પ્રગટતી હતી અને તે એ, ‘આત્મવત્ સર્વભૂતપુ : પતિ જ પરત ' અર્થાત્ “જગતના જીવમાત્ર આત્મવત્ છે”. એમ કહીને તેઓ સમજાવતાં કે સમગ્ર માનવજાતિ એક છે, આપણે સહુ ભાઈબહેન છીએ. એમની આવી વ્યાપક ભાવનાને કારણે ખ્રિસ્તી, મુસલમાન, પારસી સહુ કોઈ એમની પાસે ભાવપૂર્વક આવતા હતા અને આત્મીયતાનો અનુભવ કરતા
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy