SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયવંત તુજ નામ ! પ્રેરણાની પાવનમૂર્તિ હતા. કોઈ પણ વ્યક્તિ હોય પછી તે જૈન હોય કે જેનેતર, શ્રીમંત હોય કે ગરીબ પરંતુ સહુના તરફ એ સમાન નજરે જોતાં હતાં. નાનાં બાળકો જેવી સરળતા અને વત્સલતાનો સહુને એમની પાસે અનુભવ થતો હતો. તેઓની યુગદ્રષ્ટા આચાર્ય ગુરુ વિજયવલ્લભસૂરિ પ્રત્યે અમાપ ગુરુભક્તિ હતી અને એમનું હૃદય સદેવ એ ઉપકારી ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી ધબકતું હતું. એમની આવી ગુરુભક્તિ જોઈને જ ખ્યાલ આવતો કે પોતાનાં સાધુસાધ્વીઓ પર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું કેટલું અપાર વાત્સલ્ય હશે અને એમની સદૈવ કેટલી બધી હિતચિંતા કરતા હશે. આમ શિષ્યો અને પ્રશિષ્યોને જોતાં જ સહુ ધાર્મિકજનોને અનુભવ થતો કે આચાર્ય ગુરુ વલ્લભ તો ગુરુ વલ્લભ જ છે. એમના જેવા સમસ્ત શ્રીસંઘના સુખ-દુ:ખના સાથી અને સૌને પ્રગતિને માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનારા અને શ્રીસંઘની પ્રગતિ નીરખીને રાજી થનારા ગુરુ વિરલ-અતિવિરલ જ હોય છે. આવા મહાન ગુરુની અડસઠ વર્ષની સાધનાએ વિરલ પ્રભાવ સર્યો હતો. એમના સમગ્ર શિષ્યસમૂહના હૃદયમાં સદૈવ એમની ભાવનાઓ ગુંજતી હતી. સાધ્વીશ્રી શીલવતીજી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના દીવાદાંડી સમા જીવન પર દૃષ્ટિ ફેરવીને સાધનાના માર્ગે ચાલતાં હતાં. કેવા હતા એ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ! ઘોર અંધારી રાત્રે વિશાળ સાગરજળમાં નૌકામાં બેસીને પ્રવાસ કરનારને દીવાદાંડીનો પ્રકાશ માત્ર આધાર જ નહીં, બલકે માર્ગદર્શક બને છે. સાધ્વીશ્રી શીલવતીજી અને પૂ. મૃગાવતીજીને એક એવા મહાન યુગદ્રષ્ટા ગુરુની પ્રાપ્તિ થઈ કે જેમની ભાવનાઓ, વિચારો અને આધ્યાત્મિક પ્રકાશ એમના ઉજ્વળ સંયમજીવનનો વિરાટ પંથ બની ગયો. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આ વર્તમાન સમયની પેલે પારનું ભવિષ્ય જોનારા, વિચારનારા અને એ અંગે નક્કર અને રચનાત્મક કાર્યો માટે પ્રેરણા આપનારા વિરલ યુગદ્રષ્ટા વિભૂતિ હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને જીવનયાત્રાનો મંત્ર અને સંયમસાધનાનો માર્ગ માતા પાસેથી સાંપડ્યો. માતાએ પોતાના દસ વર્ષના પુત્ર છગનને શિખામણ આપી કે સદા અહંનું શરણ સ્વીકારજે, શાશ્વત ધર્મ-ધન મેળવજે અને જગતના જીવોનું કલ્યાણ કરજે . માતાના આ ત્રણ અંતિમ આદેશ છગનના ભાવિજીવન માટે દીવાદાંડી રૂપ બની ગયા. એ પછી વડોદરામાં છગનને નવયુગપ્રવર્તક, જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો મેળાપ થયો. વડોદરામાં એમની વાણી સાંભળીને છગન ગદ્ગદિત બની ગયો. વ્યાખ્યાનમાં આવેલા સહુ કોઈ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy