SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : મોં નીચાં, અને ટાંટિયા ભારી. એ તો ઠીક, પણ પોતે લખેલા સરકારી ચોપડા સુધારવાની લમણાઝીંકમાં પડ્યા. સરદારનો આ વિજય જ્વલંત હતો. ખુશાલભાઈ : પછી તો જે દૃશ્યો ! બારડોલીનું લોક સુરતમાં ઊમટયું. સરદારની ગાડી લોકોએ ખેંચી. ચાંદી-સોનાનાં ફૂલ થકી સરદારને વધાવ્યા. જે સરઘસ, જે સભાઓ, તે ગીતો લલકારાયાં. કિશોર : એ ક્યાં સાંભળવા મળે ? મારકંડ : સાંભળવા તો ક્યાં મળે ? પણ છાપાંઓમાં વર્ણનો વાંચવા મળે. છબીઓ જોવા મળે, આલ્બમો છપાયાં તે જોવા મળે. ખુશાલભાઈ : હજી એ લડતમાં ભાગ લેનારા થોડા જીવતાજાગતા બેઠા છે. જાઓ પૂછો, મીઠુબહેન, શારદાબહેન અને ડૉ. સુમંતભાઈને; કલ્યાણજીભાઈ, છોટે સરદાર ડૉ. ચંદુભાઈ તો ગયા, પણ જુગતરામભાઈ બેઠા છે. શ્રી ગુણવંતીબેન ઘીઆ બેઠાં છે. કવયિત્રી જ્યોત્સનાબહેન શુક્લ સુરતમાં બેઠાં છે. મારકંડ : માથું આપે ટેક ન મેલે; એ શુરા સરદાર, મથયેલી. ખુશાલભાઈ : ત્યારથી જ હાક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ; વલ્લભભાઈ હિન્દુસ્તાનની પ્રજાના સાચા સરદાર થયા. ભક્તજન વલ્લભભાઈ મહાસભાના પ્રમુખ અને જેલમંદિરની પ્રસાદી : પાત્રો : પૃચ્છક, શાસ્ત્રીજી પૃચ્છક : પધારો શાસ્ત્રીજી, બિરાજો. આજે અમે કૃતાર્થ થયા છીએ. શાસ્ત્રીજી : કેમ ? પૃચ્છક : આપે કૃપા કરી. અમે આજ સુધી શ્રી વલ્લભભાઈને સ્વદેશપ્રેમી, ખેડૂતોના તારણહાર, વ્યવસ્થિત વ્યુહ રચનાર, સાચા સત્યાગ્રહી, શિસ્તનું પાલન કરનાર નેતા તરીકે જાણ્યા છે. અથાક સહનશક્તિવાળી વ્યક્તિ તરીકે પિછાની બારડોલીમાં સરદાર તરીકે પ્રકીર્તિત થયા, પણ ભક્તજન તરીકે તો આજે આપ જ અમને ઓળખાવશો, એમ આપે જાહેર કર્યું છે, એથી આનંદ થયો. શાસ્ત્રીજી : શું થાય ! વાર-તહેવારે સરદારને લોખંડી પુરુષ, લોહપુરુષ એવાં બિરુદો અપાયા કરે છે; એમ બોલે છે, પછી બોલનારાઓને અંતરમાં પશ્ચાત્તાપ થતો હોય તેમ લાગે છે, એટલે ઉમેરે છે કે છતાં ફૂલ જેવા કોમલ હૈયાના એ હતા. અમે તો માનીએ છીએ કે એ ભક્ત તરફ વાત્સલ્યવાળા હતા, ભક્તજન હતા. પૃચ્છક : ભક્તજન ! ભક્ત વલ્લભભાઈ !
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy