SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ નવભારતના ભાગ્યવિધાતા શાસ્ત્રીજી : હા. તમને સંશય થાય છે, નહીં ? હસવું નથી આવતું એટલો ઉપકાર, કદાચ અમારી ધાકને લઈને તમે હસતાં નહીં હો, બને. પૃચ્છક : ના, ના શાસ્ત્રીજી – આપ તો વિદ્વાન-પંડિત અને જ્યારે આપ સરદાર સાહેબને ભક્તજન કહોશાસ્ત્રીજી : એટલે એમ, કે સરદાર વિદ્વાનોની મંડલીમાં બેસી નહીં શકે એમ ? પૃચ્છક : અમને ક્ષમા કરો. શાસ્ત્રીજી. શાસ્ત્રીજી : જુઓ, ઘણી વાર આપણને હકીકતની સર્વાગી જાણ હોતી નથી. અથવા બધાં પડખાં જાણવા વૃત્તિ કેળવતા નથી. કોઈકે એમને લોખંડી પુરુષ કહ્યા, એટલે ગાડરિયો પ્રવાહ એમ ચાલ્યો. આજે આપણે લાંબો પંથ કાપવાનો છે. એટલે કથાનક શરૂ કરીએ. ૧૯૨૮માં બારડોલીમાં સરદાર થયા બાદ લગભગ દશબાર વર્ષોની મજલ કાપી, છેક દેશી રજવાડાઓના ઉદ્ધારક થયા ત્યાં સુધી જવાનું છે. માટે હવે બારડોલીના વિજય પછી, એમણે જ ‘નવજીવન માં ગેબી નાદ નામનો લેખ લખ્યો. આ ‘ગેબી’ શબ્દ શું સૂચવે છે ? પૃચ્છક : કુદરતી ઈશ્વરી—ગૂઢ સંકેતવાળો. શાસ્ત્રીજી : હાં. ઈશ્વરી. ગુજરાતને માથે રેલસંકટ, પછી બારડોલી ઉપર મુંબાઈ સરકાર ત્રાટકી, પછી તરત લાખો રૂપિયાનો પાક ઠંડીમાં બળી ગયો, એવું હિમ પડ્યું. કેટલેક ઠેકાણે માણસો અને ઢોર પણ ઠંડીમાં મરી ગયાં. એક જ રાતમાં મોંમાં આવેલો કોળિયો નાશ થઈ ગયો. પૃચ્છક : એટલે બીજી મહેસુલ નહીં ભરવાની લઢાઈ ? શાસ્ત્રીજી : હા, બારડોલીના કપરા અનુભવ પછી પણ સરકાર ન શીખી. કોઈ પણ સરકાર અનુભવે શીખતી જ નથી. નહીં તો ભલભલાં ભક્તજન વલ્લભભાઈ ૧૫૧ રાજ્યોની પડતી કેમ થાય ! અમલદારો તો પોતાની રીતે જ ઉપરવાળાને ખુશ કરવા આંકડાઓ બતાવે. સરદારે સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો, પણ અમલદારો માને ! એમનામાં સત્તા તો એવી ખૂંપી જાય છે – પૃચ્છક : કે ખુરશી ઉપરથી ઊતરે, રિટાયર્ડ થાય તોયે સત્તાનું વળગણ તો લોહીના બુન્દ બુન્દમાં ખદબદતું જ રહે. શાસ્ત્રીજી : પણ સરદારે પતાવટ કરી. કારણ બીજી મોટી લઢાઈ આવવાની હતી. પૃચ્છ કે : તે કઈ ? શાસ્ત્રીજી : નિમકનો કાયદો તોડવાનીદેશ આખામાં એ લડત ! તે પહેલાં ૧૯૨૯માં બે વાત બની. સરદારે મહારાષ્ટ્રમાં ડંકો વગાડ્યો. મહારાષ્ટ્રમાં જમીન-મહેસૂલ વધારાનો કાયદો આવવાનો હતો. એટલે મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ ચૂંટાયા. ત્યાં પંડિતો સાથે ચર્ચા. પૃચ્છક : હા હા, રેવન્યુ ખાતાની એક મંડળીને સરદારે ચંડાળ ચોકડીની ઉપમા આપી હતી તે યાદ છે ? શાસ્ત્રીજી : યાદ છે ને, ત્યાં પંડિતો, ઝીણું છાણવાવાળા બેઠેલા. એક જણ પૂછે, સરદાર સાહેબ, ખાદીનો ડગલો પહેર્યો હોય અને ધોતિયું મિલનું હોય તો ચાલે ? સરદારનો જવાબ–એ અરધો વોટ આપે. અસ્પૃશ્યતા હિન્દુ ધર્મ ઉપર કલંકરૂપ છે, એમ કહ્યું ત્યારે ત્યાં શાસ્ત્રીઓ, પંડિતો ચિઢાયા અને બોલ્યા – હિન્દુ ધર્મ ઉપર શી રીતે કલંક કહેવાય ? તો સરદાર કહે, ત્યારે ખ્રિસ્તી ધર્મ ઉપર કલંક કહેવાય કે બીજા ધર્મો ઉપર કલંક કહેવાય ? એટલે બધા ચૂપ. પૃચ્છ ક : સરદાર સાહેબના કટાક્ષને તો કોઈ નહીં પહોંચે.
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy