________________
૧૪૬
નવભારતના ભાગ્યવિધાતા ખુશાલભાઈ : અહીં કોઈ ગોરો તો બારડોલીમાં પૈધી જ શક્યો નહોતો. હતા તે
દેશી કલેક્ટર. દેશી મામલતદાર, કોટ, પાટલૂન, ટાઇ, હંટ, કોઈ ભાંગ્યો કુંભાર એમની સામે ન જુએ. પાણી ન પાય, ખાવાનું ન પૂછે, એમના ચપરાશીઓ એમની ઠેકડી કરે, કોઈ
એમની બૅગ ન ઊંચકે. માર કંડ : જો થઈ છે તે. છતાં મારા વાલા મુંબાઈ સરકારને લખે. મહેસૂલ
ભરાઈ જાય છે. તિજોરી તર છે. સત્યાગ્રહીઓને જેલમાં મોકલ્યા
છે. બધું શાંત છે. ખુશાલભાઈ : પણ ગવર્નરની કાઉન્સિલના સભ્યો ત્યાં ફરી ગયા. દેશના પ્રમાણિક
છાપાવાળાઓએ ખરા આંકડા જાહેર કર્યા. જુલમની ઝડીની
વાતો લખી. પરિણામે ગવર્નરનાં આંખ-કાન ખૂલ્યાં. મારકંડ : ખોલવાં જ પડે – નહીં તો તક એવી હતી કે આખો દેશ ભભૂકી
ઊઠત. મહાત્મા ગાંધીજીએ દેશભરની લડત જગાડવાની ના
કહી. નહીં તો ત્યારે જ ફેંસલો થઈ જાત. ખુશાલભાઈ : એટલે સમાધાન કરવાની ચાલબાજી ચાલી. મારકંડ : સરકાર પોતાની ભૂલ તો કબૂલ કરે જ નહીં. એટલે આડતિયાઓ
રોક્યા. કોઈ વચ્ચે પડે.. ખુશાલભાઈ : કોણ વચ્ચે પડે ! મારકંડ : છતાં દહીં અને દૂધમાં પગ રાખવાવાળાનીયે ક્યાં ખોટ છે ?
પડ્યા. ખુશાલભાઈ : પણ સરદાર વિના સહીસિક્કા કોણ કરે ? સરદારે ચોખ્ખી ના
કહી. મારકંડ : એટલે ધારાસભામાં ગવર્નર સાહેબ ગાજ્યા. ચૌદ દિવસની
અંદર જો મહેસૂલ નહીં ભરાય તો તાલુકાને ચગદી નાખીશું.
આ બારડોલી “ભારતકી થર્મોપોલી”
૧૪૭ ખુશાલભાઈ : ઓ ભગવાન ! મારકંડ : જ્યારે જ્યારે બ્રિટિશ સરકારે એવી ધાકધમકીની જાહેરાતો કરી
છે, ત્યારે અંદરખાનેથી એમના પગે ધ્રુજારી આવી છે, એવું
સરદાર સાહેબ લંડનમાં રહી એમની મનોદશા જાણતા હતા. ખુશાલભાઈ : દોડધામ. ગવર્નર સાહેબ દિલ્હી વાઇસરૉય સાહેબને મળવા
દોડ્યા. લંડન પાર્લામેન્ટમાં આમની સભામાં સર વિન્સ્ટન ગાજ્યા.
કાયદાનો અમલ કરો સરકાર નમતું નહીં આપે. મારકંડ : હવા તો એવી કે હવે બારડોલી તાલુકામાં આખી બ્રિટિશ ફોજ
ઊતરશે. તોપો ફરતી હશે, ત્યારે સરદાર ખેડૂતોને કહે ગભરાશો નહીં. અંગ્રેજો બારડોલીની જમીન ઊંચકીને ઇંગ્લેન્ડ નહીં લઈ જઈ શકે. જપ્ત થયેલી જમીન બારણું ખખડાવતી આપણે ત્યાં
જ આવશે. ખુશાલભાઈ : અને આવી. કિશોર : આવી ? મારકંડ : ત્રીજે દિવસે સરદારને મુંબાઈના ગવર્નરનું તેડું. સમાધાનની
શરતો. એમાં પણ આંટીઘૂંટી. કોઈ પણ રીતે સરકારનો હાથ
ઉપર રાખો. વાટાઘાટો ઉપર વાટાઘાટો. ખુશાલભાઈ : સરદાર તો કંટાળી ગયેલા. મારકંડ : આખરે સમાધાન – એટલે એકબે ત્રાહિત માણસ સરકારને
ચોપડે બધું મહેસૂલ ભરી દે અને સરદારની બધી શરતોકેદીઓનો છુટકારો. જમીનો પાછી. દંડ માફ. બધી જ બાબતમાં
સરકારે નમતું જોખ્યું, એવી સંધિ થઈ. કિશોરભાઈ : પેલા કલેક્ટર સાહેબોને જપ્તીનો માલ પાછો આપવા જવું પડ્યું
હશે, તે શું થયું હશે ?