SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ કાવ્યાદર્શ કવિ તેમજ કાવ્યરસિક વર્ગ સમક્ષ વીસમી સદીના બીજા અને ત્રીજા દાયકા દરમ્યાન ભારપૂર્વક રજૂ કર્યો હતો. પરંતુ એ કવિ પણ હતા. તેમણે આ સમય દરમ્યાન રચેલી કવિતા તેમના કાવ્યાદર્શને મૂર્ત કરવાનો પ્રયત્ન કરે છે તેમ તેમના કવનનો વિષય પણ એ કાવ્યવિભાવના બને છે તે નોંધપાત્ર છે. ‘ભણકાર' ગુચ્છ ૧ ‘કવિ અને કવિતા' એ વિભાગમાં તેમના કવિતા વિશેના વિચારો દર્શાવતી રચનાઓ છે. તેમાંથી કેટલાક મુદ્દાઓ તારવીએ. સૌપ્રથમ તેઓ કવિને સ્થિર પ્રકૃતિવાળું હૃદયપદ્મ ઉગાડવા કહે છે. કવિએ લાગણીના પ્રવાહમાં તણાવાનું ન હોય, પણ તેનાથી તટસ્થ રહેવાનું હોય. કવિહૃદય “કદિ લોલકું સ્વોર્મિનું’ ન બનવું જોઈએ. લાગણી પર નિયંત્રણ હોય તો જ કલાકાર પોતાનાં સંવેદનોને કલાત્મક સ્વરૂપ આપી શકે. કાવ્યમાં વિચાર-પ્રધાનતાની સાથે તેઓ ગહનતા કે ઊંડાણ પણ માગે છે. ફિક્કા અને ખડખડાટ માત્ર હોય તેવા શબ્દોથી કાવ્ય બનતું નથી. તેમાં તો પંક્તિએ પંક્તિએ વિચાર રજૂ થયો હોવો જોઈએ. આથી તે કાવ્ય “લલિત લલકારાવલિ તરલ' નહીં હોય, પણ ‘હૃદય ઊતરું તે પછી સરલ' જરૂર હશે. કાવ્ય શબ્દ અને અર્થ બંનેના સંયોજનથી રચાય છે. શબ્દદેહમાં અર્થદેહી વસતો હોવો જોઈએ. આમ બળવંતરાય મરમ સમજાયે ઘુતિ વિમલ’ અથવા તો ‘અર્થઘન સરલ વિમર્ષક’ કાવ્ય માગે છે. આ કારણે જ તેઓ ‘પોચટ આંસુ સારતી’ કવિતાનો વિરોધ કરે છે. શૈલી, નરસિંહરાવ અથવા તો કલાપીની જેમ કરુણરસમાં આનંદ માણનાર આ કવિ નથી. બળવંતરાયનો વિચારપ્રધાનતાનો આગ્રહ આગળના જમાનાના કવિતામાં પ્રગટ થતી બળવંતરાયની કાવ્યવિભાવના ઊર્મિવાદના પ્રતિકારરૂપે જન્મ્યો હતો. આથી વિચારપ્રધાન કવિતા એ જ દ્વિજોત્તમ જાતિની કવિતા – એવો એમનો આગ્રહ ચર્ચા માગી લે તેવો છે. કવિતા એ શું તત્ત્વજ્ઞાન છે ? વળી કાવ્ય-સર્જન માટે તો | વિચાર ઉપરાંત લાગણી, ભાવ યા ઊર્મિની જરૂર નથી પડતી ? આમ અહીં પોતાની વાતને સૂત્રરૂપે મૂકવા જતાં તેમનાથી અતિકથન થઈ ગયેલું લાગે છે. રમણભાઈએ સ્વાનુભવરસિક કવિતાને ઉત્તમ કહી અને પ્રતિપાદન કર્યું કે સ્વાનુભવરસિક કવિ એ તો કવિઓનો કવિ છે. બળવંતરાય પરલક્ષી કવિતાને શ્રેષ્ઠ માને છે. આ વિશે તેઓ કહે છે કે સૌપ્રથમ આત્મજાગૃતિ કે સ્વયંપ્રતીતિ તો હોવી જ જોઈએ. એ વિના તો કવિ કાવ્ય જ ન રચી શકે. બળવંતરાય અંગત સુખદુ:ખને બાજુએ મૂકી, ‘વિશાળ જનતા વિલોક' કહી, ગંભીર અને અભિજાત એવા માનવભાવોને કાવ્યમાં કંડારવાનું કહે છે. આથી અગણ બંધુઓની લાગણીને કવિ કાવ્યગગનમાં રમતી મૂકે છે અને ત્યાંથી જે ‘અભૌમ ઘુતિ’ મળે છે તે જ આપણા હૃદયને રસે છે, ઝળાંહળાં કરી દે છે. કાવ્યમાં અંગત લાગણીના બે-ચાર ટહુકા પર્યાપ્ત નથી, કિંતુ અગણ બંધુઓના વિચારો સારવીને સજીવ નરનારનાં વૃત્તાંતો પર કાવ્ય રચાયેલું હોવું જોઈએ. આમ થાય તો જ કાવ્ય બીજાના હૃદયમાં ‘કિમપિ દ્રવ્ય’ બની શકે. આ બધા વૃત્તાંતોનું સંકલન કરવા માટે શાસ્ત્રીય જ્ઞાનની પણ તેઓ આવશ્યકતા બતાવે છે – આ રીતે યૂઇથેની જેમ બળવંતરાય પણ પરલક્ષી કવિતાને શ્રેષ્ઠ માને છે. આથી જ તેઓ “કવિનું કર્તવ્ય'માં કહે છે– બધા સૂર ખિલવજે મનુજ ચિત્તસારંગિના, બધાં ફલક માપજે મનુજ શક્તિસીડી તણા.” બળવંતરાય આત્મજાગૃતિ અથવા સ્વયંપ્રતીતિની આવશ્યકતા
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy