SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ બતાવી છે તેની સાથે તે વિશુદ્ધ બની કાવ્યમાં વહે તેમ પણ કહ્યું છે. તેને વિશુદ્ધ કર્યા વગર કાવ્યમાં વહેવડાવવામાં આવે તો ‘લીલાં સૂકાં’ સર્જનો થાય, પણ તે ઉચ્ચ કોટિનું કાવ્ય તો ન બને. આથી જ ‘કવિનું કર્તવ્ય'માં તેઓ કવિને સલાહ આપે છે. ન વસ્તુ કદિ શોધ કાવ્યતણું આત્મચિત્તાંતરે.' આત્મચિત્તાંતરે વસ્તુ શોધવું જ નહીં અથવા શોધ કરે તો પણ તે કાવ્યરૂપ પામી શકે નહીં એમ એમનું કહેવું છે. પણ ‘આત્મચિત્તાંતરે’ જાગેલી લાગણીને જેમ વિશુદ્ધિની જરૂર છે, તેમ જગતના અનુભવોથી જન્મેલી લાગણીને પણ કાવ્યમાં કંડારવા વિશુદ્ધ બનાવવી જરૂરી નથી ? બળવંતરાય આત્મજાગૃતિને સ્વયંપ્રતીતિ તરીકે ઘટાવે છે. આનો અર્થ એટલો જ કે કવિમાં એક પ્રકારની સાક્ષાત્કારની શક્તિ હોવી જોઈએ. તો શું કવિએ આત્મચિત્તમાંથી કાવ્યવસ્તુ શોધવું નહીં એવી મર્યાદા મૂકવી યોગ્ય લાગે છે ? આત્મચિત્તાંતરે થતા અનુભવો કાવ્યવિષયક ન જ બની શકે ? જોકે બળવંતરાય પોતાની આ વિભાવનાને જડતાથી વળગી રહ્યા નથી; તેનો ઉદારતાથી વિનિયોગ પણ કરી જાણ્યો છે. તેઓ પોતે જ બે કવિવર’માં કાન્તની સાથે ‘ગુર્જરી કુંજે કરુણ કલાધર મોરલા' સમા અને પોતાના આત્મચિત્તાંતરે વસ્તુ ખોળનારા કલાપીને પણ ‘સ્તવું હું વંદું હું આ જ બે' એમ કહે છે. કલાપીને સ્તવનારા આ કવિ ‘ન વસ્તુ કદિ શોધ કાવ્યતણું આત્મચિત્તાંતર' એમ કહેવામાં કાવ્યના વસ્તુને આત્મલક્ષી કુંડાળામાં પુરાયેલું રાખવાને બદલે વિશાળ જનસમૂહમાંથી પસંદ કરવા પર ભાર મૂકે છે. તેમ કરવા જતાં કથન બીજે છેડે પહોંચી જાય છે તેથી મુશ્કેલી ઊભી થાય છે. પરલક્ષી કાવ્યને શ્રેષ્ઠ માનતા હોવાથી કવિદર્શનની વ્યાપકતા પર તેઓ ભાર મૂકે છે. કવિને માનવમનના એકેએક ખૂણાની ભાળ હોવી 1:30 કવિતામાં પ્રગટ થતી બળવંતરાયની કાવ્યવિભાવના જોઈએ. સમાજના વિવિધ સ્તરોના માનવીઓ સાથે તેણે તાદાત્મ્ય સાધ્યું હોવું જોઈએ. આ કિવ માનવીઓ સાથે ભલે પ્રત્યક્ષ સંપર્કમાં ન હોય, પણ તેનું માનસ તેમના ભાવોમાંથી પસાર થઈ શકે તેવું સંવેદનશીલ હોવું ઘટે. આથી એ સ્વાભાવિક છે કે કવિનું વત્તાંત નાનું ન હોવું જોઈએ. તેણે તો સમસ્ત સંસારપટ પર નજર રાખી અનેક વૃત્તાંતોનું વિશાળ ફલક પર સંકલન કરવાનું હોય છે. એની પ્રતિભાએ મહાન કવિતા સર્જવા કર્યાં કર્યાં ક્ષેત્રોમાં ઉડ્ડયન કરવાનું છે, એ પણ ‘કવિઓના રાસ'માં કહેવાયું છે— “વ્યષ્ટિસમષ્ટિ અખાડો ઊંચો, નૃત્ય નારાયણત્વ ટોચો, પિઢિ પછિ પિઢિ ડોલંતી હીંચો, અદ્ભુતરસ ઇતિહાસ, યુગ યુગ સળંગશ્વાસ, સાજન.” કવિએ સમગ્ર ચેતનાને પકડી રાખનારી સૃષ્ટિને કાવ્યમાં પ્રગટ કરવાની હોય છે. આ તપસ્યાના બળે જ થઈ શકે. માત્ર કોડ થવાથી કંઈ કવિ થવાતું નથી. ‘કવિને’ કાવ્યમાં મધ્યકાળની ઢબે બળવંતરાય આ વાત સચોટ રીતે કહે છે “માત્ર કોડપૂંજીની છતે કવિવરમાળ મળી જતી હતું, કવિ એકે નવ તપસી થતે ! નહીં તાપ તે શેનો ભાણ ! તપસ્યા જ કવિયનની ખાણ. આપ વખાણે કિસ્યું પ્રમાણ !” બળવંતરાયે લખ્યાં છે નાનાં કાવ્યો, પણ એમની જિકર રહી છે મહાન કવિતા માટેની. આ મહાન કવિતા મહાકાવ્યમાં, નાટકમાં અથવા તો ચિંતનોર્મિકાવ્યમાં (જોકે અર્કરૂપે જ) મળે. તેઓ મહાકાવ્યોની વ્યાપક સૃષ્ટિનાં લક્ષણો પણ આપે છે, પણ આમ કરતાં તેઓ નાનાં કાવ્યોને અન્યાય નથી કરતા. એટલું જ નહીં, આ ૧૩૧
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy