SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ રીતે ? વળી બીજા એનું સ્વરૂપ પણ ક્યાંથી સમજી શકે ? મીરાંની માફક તેઓ પણ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને’ કહે છે. એથીય વિશેષ આનંદધન કહે છે કે આ પ્રેમનું તીર એવું ‘અચૂક છે કે જેને તે વાગે છે તે વાગેલું જ રહે છે. અને આ ‘પ્રેમ સુહાગણ’ નારી પોતાના પ્રિયતમનાં અંગોની સેવા કરે છે, ત્યારે સુંદર રૂપક-લીલાથી આનંદઘન કહે છે કે એના હાથે ભક્તિના રંગની મેંદી ઊગી નીકળે છે, અત્યંત સુખદાયક ભાવરૂપ અંજન આજે છે, સહજ સ્વભાવરૂપ ચૂડી પહેરે છે, સ્થિરતારૂ ૫ કંકણ ધારણ કરે છે, ધ્યાન એને ખોળામાં લે છે, સૂરતનો સિંદૂર એની સેંથીમાં પુરાય છે, અનાસક્તિરૂપ અંબોડો વાળે છે, જ્યોતિનો પ્રકાશ એના અંતરાત્માના ત્રિભુવનમાં પ્રગટે છે અને કેવળજ્ઞાનરૂપ અરીસો હાથમાં લે છે. આ પદમાં કવિએ ‘અનુભવરસ થી સૌભાગ્યવતી બનેલી નારીના આનંદ-શણગારને રૂપકથી મનોરમ રીતે શણગાર્યા છે. અને છેલ્લે અંતરની એ આનંદમય દશાને આલેખતાં કવિ કહે છે : ““ઉપજી ધુની એજ પાકી અનહદ, જિત નગારે વારી; ઝડી સદા આનંદથને બરખત, વનમોર એક તારી.” શુદ્ધ ચેતનાના મંદિરમાં ચેતન આવે છે, અવર્ણનીય મેળાપ થાય છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે વિચાર આવે છે કે આમાં કરનારો કોણ અને કરણી કોની ? વળી આનો હિસાબ પણ કોણ માનશે ? કવિ આનંદઘન કહે છે : સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, કરતા કૌન કૌન કુની કરની ? કૌન માગેગા લેખા ?” (‘આનંદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૧૨૬) આ સમયે કેવા આનંદના દિવસો વીત્યા છે, તેનું સુમતિના મુખે આલેખન કરતાં કવિ કહે છે કે, હે ચેતન ! તારા મીઠા બોલ પર હું કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન વારી જાઉં છું, તારા સિવાય બીજા બધા મને બૂરા લાગે છે. હવે તારા વિના મારાથી રહેવાશે નહીં. સુમતિ કહે છે : મેરે જીય; કલ પરત હૈ, બિનું તેરે મુખ દીઠડે; પ્રેમ પીયાલાં પીવત પીવત, લાલન ! સબ દિન નીઠડે.” આ સમયે ‘સોહં સોહં "નો ધ્વનિ ગુંજવા લાગે છે. કવિ આનંદઘનને તો આ સિવાય બીજો કોઈ વિચાર કરવો પસંદ જ નથી : ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહે સોહે સોહં, સોહં અણુ ન બીયા સારો." (‘આનંદઘનનાં પદો', ભાગ ૨, પૃ. ૨૪૯) અંતરને બારણે અનાહત્ નાદના વિજયડંકા બનવા માંડે છે. આનંદરાશિરૂપ વર્ષા મુશળધાર વરસવા માંડે છે. અને વનના મયૂરો એક્તારરૂપ થઈ જાય એવી એકરૂપતા સુમતિ અને ચેતન વચ્ચે સધાય છે. મીરાં અને આનંદઘનનાં પદોમાં નિરૂપણનું લાલિત્ય સરખું છે, પરંતુ બંનેનો આલેખ્ય વિષય તદ્દન ભિન્ન છે, મીરાં પ્રણયની નિર્વાજ અનુભૂતિનું સાહજિ ક આલેખન કરે છે, જ્યારે આનંદધનમાં એ પ્રણય સુમતિ અને ચેતનના આત્મપિપાસુ પ્રણયના પરિવેશમાં લપેટાયેલો છે. મીરાં કહે છે કે એણે તો ‘પ્રેમ આંસુ ડાર ડાર અમર વેલ બોઈ.’ આમ મીરાંએ આલેખેલા પ્રણયમાં એ પોતે જ પાત્રરૂપે આવે છે, જ્યારે આનંદઘનમાં તો કવિ પ્રયાલેખનમાં પણ અધ્યાત્મભાવને વ્યક્ત કરતાં રૂપકો આલેખે છે. મીરાંનાં પદોમાં આવતાં પાત્રો એ સ્થૂળ સંસારનાં પાત્રો છે, જ્યારે આનંદધનમાં આવતાં પાત્રો એ કોઈ આત્મઅનુભવના પ્રતીકરૂપે આલેખાયેલાં રૂપકો છે. ચેતન પતિ, સુમતિ પત્ની, કુમતિ શોક્ય, જ્ઞાન (અનુભવો અને વિવેક એ સુમતિના ભાઈઓ તેમજ ચેતનના મિત્રો છે. 103
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy