SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ કવિ આનંદઘન એ જ રીતે કહે છે કે માતા-પિતા, સગાં-સંબંધી અને નાતીલાની વાત તો સાવ વાહિયાત લાગે છે. જેણે એક વખત સત્સંગનો રસ ચાખ્યો અને બીજા કોઈ રસનો સ્વાદ લાગતો નથી. સંસારનાં સગાંઓ આ રસને સમજી શકતાં નથી અને એથી જ એની નિંદા કરે છે. કવિ કહે છે : “માત તાત સજ્જન જાત, વાત કરત હૈ મોરી, ચાખે રસકી શું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો.” એથી ય વધુ મસ્તીમાં આવી આનંદઘન બોલી ઊઠે છે : ભ્રાત ન માત ન તાત ન ગાત ન, જાત ન વાત ન લાગત ગોરી; મેરે સબ દિન દરસન ફરસન, તાન સુધારસ પાન પગોરી.” મારે કોઈ ભાઈ નથી, માતા નથી, પિતા નથી, સગાં કે સંબંધી નથી. તેઓની વાત મને ગોઠતી નથી. મારે તો સધળા દિવસો એનું જ દર્શન, એનું જ તાન, એનું જ પૂજન, એનું જ ગાન.” આવા સાંસારિક સંબંધો સરી જાય છે, માયાની મમતા ભેદાઈ જાય છે, ત્યારે મીરાંના વિષનો પ્યાલો અમૃત બને છે. આનંદઘનની મસ્તી નિરામય આનંદમાં લીન બને છે. મીરાં કહે છે કે ‘પ્રેમ પિયાલો મેં પીધો રે'; જ્યારે આનંદઘન કહે છે કે : જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોહત આનંદઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકોરી.” (આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૩૯૪) મીરાંને ‘રામ રતન ધન' મળતાં આનંદની કોઈ સીમા રહેતી નથી, જ્યારે આનંદઘન “શ્રી વિમલનાથજિનસ્તવન'માં “ધીંગ ધણી માથે કિયાં રે' કહીને પોતાનાં સઘળાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાનો આનંદ પ્રગટ કરે છે. અને કેવો છે આ બંને સંતોનો પ્રભુપ્રેમ ! કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદથન મીરાં કહે છે : મેરે તો પ્રભુ ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ રે.” તો આનંદઘનનાં ‘ઋષભજિનસ્તવનમાં એ જ પ્રભુપ્રીતિનો પ્રતિધ્વનિ ગુંજે છે : ઋષભ જિણોસર પ્રીતમ માહારા, ઓર ન ચાહું રે કંત.” ‘મુખડાની માયા લાગતાં ‘પ્રીત પૂરવની' જાગે, પછી તો એ પ્રિયતમ જેમ રાખે તેમ રહેવાનું હોય ! મીરાં કહે છે કે ‘રામ રાખે તેમ રહિએ? કારણ કે પોતે તો એની ‘ચિઠ્ઠીની ચાકર” છે. મીરાં આર્જવભરી વાણીથી કહે છે કે એને તો આ ચાકરી જોઈએ છે અને એ ચાકરીમાં ભગવાનનું સ્મરણ માગે છે. ખરચીમાં શામળિયાનું દર્શન માગે છે અને વધારામાં ગિરધારીની ઝાઝેરી ભક્તિ ચાહે છે. આથી જ એ કહે છે કે ‘હરિ મને પાર ઉતાર.' તે માટે હું તને નમી નમીને વિનંતી’ કરું છું. મીરાં ભક્ત હતી તો આનંદઘન મર્મી સંત હતા. એ કહે છે કે હું તો કશું જ જાણતો નથી. માત્ર તારા દ્વાર ઉપર આવીને તારા ગુણોનું રટણ જ કરી જાણું છું. આમ મીરાંની ભક્તિમાં મૃદુતા પ્રગટ થાય છે, તો આનંદઘનમાં મસ્તીનો ઉછાળ અનુભવાય છે. એ કહે છે : અવધૂ wા માગું ગુન હીના, વે ગુનગનન પુવીના, ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરસેવા.” મીરાંનાં પદોમાં જેમ અખંડ વરની પ્રાપ્તિનો આનંદ છે, એ જ રીતે આનંદઘનમાં પોતે સુહાગણ બની એનો ઉમંગ જોવા મળે છે. મીરાં જેમ ‘પ્રેમની કટારી'થી ઘાયલ થઈ છે, તેમ આનંદઘન પ્રેમના રામબાણથી વીંધાયેલા છે. * કહાં દિખાવું ઔર કું, કહાં સમજાઉં ભોર; તીર અચૂક હૈ પ્રેમકા, લાગે સો રહે ઠોર.” કવિ કહે છે કે આ પ્રેમના તીરનો ઘા હું બીજાને બતાવું કઈ ho,
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy