SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ કરવી બહેતર માને છે. ભૈયાદાદા, ઇંદ્રમણિ કે વિધુશેખર પોતાની ભાવના કે આદર્શ ત્યજવાને બદલે જીવનનો અંત આણી દે છે. સર્જક એના પાત્રની સાથે ધસમસતા લાગણીના વેગમાં તણાય ત્યારે કળા સરી જાય છે. ધૂમકેતુની કેટલીક નવલિકાઓમાં એકની એક ભાવના પુનરાવર્તન પામે છે. કલાપ્રેમ અને માનવપ્રેમનું હૃદ્ધ નિરૂપતી ‘કલ્પનાની મૂર્તિઓ’ અને ‘મશહુર ગવૈયો', સ્થળપ્રેમ આલેખતી ભૈયાદાદા’ અને ‘જન્મભૂમિનો ત્યાગ' તથા અતૃપ્ત વાસનાને વિષય કરતી ‘અખંડ જ્યોત' અને ‘કેસરી વાઘા’માં વાર્તાના વાઘા જુદા છે પણ આત્મા એક જ છે. કૅલેન્ડર એનું એ રહે અને તારીખ બદલાતી જાય એમ ભાવ, વિચાર, લાગણી કે કથયિતવ્ય એક હોય છે; માત્ર નામ, પ્રસંગ કે પાત્ર બદલાતાં હોય છે. આથી ધૂમકેતુની વાર્તાઓમાં નજરે પડતું વૈવિધ્ય ઉપરછલ્લું છે, અંદરનું નથી. ભાવનાના ઓઘમાં તણાતી આ નવલિકાઓમાં વસ્તુના સાંધા બરાબર જોડાતા નથી. ‘પોસ્ટઑફિસમાં પત્ર ન આવવાનું કારણ કેટલું ધૂંધળું છે ! ક્યારેક વાર્તાનું motivation બરાબર સ્પષ્ટ થતું નથી. ‘જન્મભૂમિનો ત્યાગ’ નવલિકાના શીર્ષક, પ્રારંભ અને અંતને જોતાં એમ લાગે છે કે લેખક ભૂમિપ્રેમની કથા કહેવા ચાહે છે. પણ વાઘજીની પત્ની માંદી પડે, ઘરમાં ભૂખમરો ઘૂરકવા લાગે, વાઘજીને ભીખ માગવા નીકળવું પડે, સિનેમા પાસે ઊભેલા જુવાનો, કથા સાંભળતા શ્રોતાજનો કે આરતી ઉતારીને પાછા ફરતા ભક્તો આગળ ધરેલો વાઘજીનો હાથ ભોંઠો પડે – એવી વાર્તાની મધ્યમાં આવતી લાંબી કથા વાઘજીની દુર્દશા બતાવે છે, કેટલીક આર્થિક અને સામાજિક બાબતો તરફ લક્ષ પણ દોરે છે, વાતાવરણના કરુણને વધુ ઘૂંટે પણ છે, પરંતુ આમાંની કોઈ બાબત ભૂમિપ્રેમ બતાવવા ઉપકારક બનતી નથી. આથી એકસાથે બે વાર્તા ધૂમકેતુનો સ્થિર પ્રકાશ ચાલતી લાગે છે. લેખકનો નવલિકા પાછળનો હેતુ તરવરતો રહેવાને બદલે તે બીજી વાતની નીચે દબાઈ જાય છે. કેટલાંક પાત્રો વિષે જોઈએ તો ‘ગોવિંદનું ખેતરમાં શહેરમાં ભણેલા ગોવિદને તો ગામડાં તરફ સૂગ હોય, પણ એની પત્ની ભાગીરથીને ગામડું કેમ ખાવા દોડે છે, તે સમજાતું નથી. સંગીતમાં આત્માને જગાડવાની તાકાત જોતી, કર્ણાટકની મૂર્તિમાન સરસ્વતી જેવી તારા ઇંદ્રમણિના સંગીત પર ઓવારી જઈને એની જીવનસાથી બને છે અને પછી મુનીમની વાતોને માની લે તથા સારંગીને પોતાની શોક્ય માનવા લાગે, એવું પાછલે પગે ચાલતું પરિવર્તન શક્ય છે ખરું ? આમ્રપાલીનો સ્ત્રીત્વનો ખ્યાલ, એની શરતો, એનો દેશપ્રેમ અને બિબિસાર સાથેનો સંબંધ અને પુત્રત્યાગ સહેજે મેળ ધરાવતાં નથી.* ‘પૃથ્વી અને સ્વર્ગમાં ‘એ પ્રદેશમાં વિવાહને કોઈ જાણતું નહિ' એમ કહ્યા પછી ‘ત્યાં કોઈ બાલવિધવા થતી નહીં’ એમ કહેવાનો અર્થ શો ? સિતારાના દાદા અને આનંદમોહનને તો ખુદ લેખકે જ ‘વિચિત્ર પ્રકૃતિના' કહે છે ! ગોવિંદ, કુંતી, વિલાસી લક્ષ્મી અને તારા જેવાં પાત્રો તરફ લેખકે ઓછી સહાનુભૂતિ બતાવે છે. ભાગ્યે જ કોઈ પાત્રના સ્વભાવની વિધ-વિધ છટાઓ અને લાક્ષણિકતાઓ આલેખાઈ છે. મોટે ભાગે પાત્રના વ્યક્તિત્વના એક જ અંશ પર ભાર મુકાયો છે, જેથી પાત્રો type બની ગયાં છે. કેટલાંક પાત્રોનું માનસ-પરિવર્તન કમિક રીતે નહીં, પણ નિકટના સ્નેહીના વિયોગ કે મૃત્યુથી થાય છે. પુત્રીવિયોગથી અલી અને માતા-પિતાના મૃત્યુથી આનંદમોહનમાં પરિવર્તન આવે છે. આવી હૈયાપલટાની કથામાં ગર્વિષ્ઠ દુલારી અને * આની વિગતવાર ચર્ચા માટે જુઓ સ્વ. રામનારાયણ પાઠક-કૃત ‘સાહિત્યવિમર્શ ' (દ્વિતીય આવૃત્તિ), પૃ. ૨૪૯ થી ૨૫૨
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy