SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ ‘તણખામંડળ ૧'ને આજની નવલિકાની વિભાવનાના પ્રકાશમાં નાણી જોવાને બદલે આપણાં જૂનાં કિરણો કામે લગાડીને મૂલવીએ તે વધુ ઉચિત ગણાશે. ધૂમકેતુની વાર્તાઓમાં જીવનની રમણીયતા અને ભવ્યતા દેખાય છે. ‘પૃથ્વી અને સ્વર્ગમાં જીવનની રમણીયતાનું નાજુક વાતાવરણ રચવા પ્રયાસ કર્યો છે. આવા રમણીય-મધુર જીવનને પંખનારા સર્જક દુરિતનો વિજય કે સગુણ યા સાચકલાઈનો સંપૂર્ણ પરાજય બતાવતા નથી. આ માટે તો ‘હૃદયદર્શન'માં બીજી લક્ષ્મી લાવે છે, જેના અખૂટ વહાલભર્યા ખોળામાં સંતપ્ત અને અનાદર પામેલા લલિતમોહનને શીળી છાંય પ્રાપ્ત થાય છે. લેખકનો જીવન પ્રત્યેનો અભિગમ ભાવનાપ્રેરિત હોવાથી વાસ્તવિક વિષય હોય છતાં એનું આલેખન અને વલણ ભાવનાલક્ષી બની જાય છે. જીવનની બેડોળતા કે કદરૂપાપણું એમણે જોયું હશે, પરંતુ એમની જીવનદૃષ્ટિને અનુરૂપ હોય તેટલું જ લે છે, બાકીનું અવગણાય છે. આથી જ આઘાતજનક વસ્તુ, ઘટના, પાત્ર કે અંત ધૂમકેતુની નવલિકામાં મળતા નથી. પાત્રોમાં જીવન તરફના આદર્શવાદી દૃષ્ટિકોણની સાથે લાગણીનો આવેગ અને ભાવનાઓનો ધસમસાટ છે, પણ પાત્ર કોઈ આદર્શ માટે મંથન અનુભવતું નથી, એ આદર્શ સિદ્ધ કરવા જીવન સામે ઝઝૂમતું, બાઝતું કે બાખડતું નથી. ખરેખર તો આદર્શને સ્વીકૃત ગણીને જ પાત્ર એના ભણી ગતિ કરે છે. ધૂમકેતુનાં કેટલાંક પાત્રો એટલાં બધાં બળવાન છે કે આપણા માનસપટ પર ચિરંજીવ છાપ મૂકી જાય છે. ભૈયાદાદા, આનંદમોહન, જૂમો ભિસ્તી, સુમેરુ અને ભીખુ જેવાં પાત્રો એમના સ્વભાવની લાક્ષણિક છટાને કારણે પ્રાણવાન બન્યાં છે. ક્યારેક પાત્રનું પ્રતીકાત્મક વર્તન એના સ્વભાવવિશેષને ખૂબીથી પ્રગટ કરે છે. ‘ભૈયાદાદા'માં ધૂમકેતુનો સ્થિર પ્રકાશ નેતરની સોટીથી કાંકરી ઉડાડતો અધિકારી અથવા પોતાનાં ભાંડુઓને ખાતર જૂઠું બોલતો ભીખુ આનાં દૃષ્ટાંતો છે. ‘હૃદયપલટો'માં ‘આલુકા શાક'ની વાત અત્યંત હૃદયસ્પર્શી બની છે. ક્યારેક નાયક સિવાયનાં પાત્રો વાતાવરણ જમાવવામાં સક્રિય મદદરૂપ બન્યાં છે. “ભૈયાદાદામાં પની અને બિલાડીનાં બચ્ચાં વાતાવરણના માર્દવમાં વધારો કરે છે, તો ‘જુમો ભિસ્તી'માં અબોલ વેણુ પાડો અને ‘અખંડ જ્યોતમાં શાસ્ત્રી ગંગાપ્રસાદ પોતાના આગવા વ્યક્તિત્વની લકીર મૂકી જાય છે. સર્જકની ભાવનાશીલતા ઘણી કૃતિઓમાં તાટસ્યને હાનિ પહોંચાડે છે. લાગણીની પરાકોટિ બતાવવા જતાં, લાગણીવેડા કે ઘેલછા આલેખાઈ જાય છે. આથી એમની ભાવનાપ્રધાન લાગણીમયતા ક્યારેક બુદ્ધિગમ્ય લાગતી નથી અને ભાવકને કઠે છે. ‘પોસ્ટઑફિસમાં પોતાની કબર ઉપર પત્ર મૂકવાનું કહેતો અલી કોચમેન, માજીનું અવસાન થતાં એમની પાછળ અવસાન પામતી સાવિત્રી, રોજ રાતે શાકમાર્કેટના બગીચામાં આસોપાલવના વૃક્ષ હેઠળ આવીને રડતો પ્યારમોહન, પોતાની જગા જતાં ધરતીમાં અમી ખૂટ્યાં હોવાનું માનતો અને એ પછી દર વર્ષે યાત્રાએ આવતો હોય તેમ એ પીપરનાં ટૂંઠાને ભેટી જતો વાઘજી મોચી, જમનાનાં કાળાં ભમ્મર જળમાં કલ્પનાની રાણી સંયુક્તાને પકડવા જતાં વિલય પામતાં વિધુશેખર અને સિતારા, સારંગીના છેલ્લા સૂર સાથે જીવનના અંતિમ શ્વાસ લેતો ગવૈયો ઇન્દ્રમણિ, રોજ સવારે પોતાના માનીતા પથ્થર પર એકલા આવીને ‘વેણુના નામની ત્રણ બૂમો સાથે ફૂલ મૂકતો જુમો ભિસ્તી – આનાં ઉદાહરણ છે. ધૂમકેતુનાં પાત્રો પોતાની કોઈ ને કોઈ ધૂનમાં રચ્યાપચ્યાં હોય છે, એ ધૂનનો, એ ટેક યા આદર્શનો ભંગ સહેવાને બદલે પ્રાણત્યાગ યુ0
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy