SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ વેશ્યા બનેલી કુંતીના પરિવર્તનની કથા નોખી ભાત પાડે છે. માતૃપ્રેમની આર્તચીસે જાગ્રત બનેલી કુંતીની વાત્સલ્યધારા તમામ અવરોધને વટાવીને ચોધાર વહે છે. આપણા નવલિકાકારની શ્રદ્ધા જીવનનાં ઉદાત્ત મૂલ્યોમાં કરેલી છે. તેઓ પોતાની નવલિકા દ્વારા વાચકને પ્રેરણાદાયી સંદેશ આપવા માગે છે. ધૂમકેતુની પ્રેમ વિશેની ભાવના ‘હૃદયદર્શન’, ‘પૃથ્વી અને સ્વર્ગ', “અખંડ જ્યોત’ અને ‘અરીસો માં જોવા મળે છે. ‘સ્નેહ દોષને પી જાય છે. દોષ ન પિવાય તે નેહ નહીં’ એવી સ્નેહની સાત્ત્વિક ભાવના જોવા મળે છે, તો એનાથી સાવ વિરોધી એવી અનીતિમય શૃંગારના કદરૂપાપણાની વાત ‘અરીસો માં મળે છે. સુકેશી દ્વારા પ્રેમની અપ્રમેયતા અને અજેયતા બતાવે છે, તો સાવિત્રીમાં જન્માન્તરે એ જ પતિ પામવાની ઝંખના વ્યક્ત થાય છે. કેટલીક નવલિકાઓમાં એના કલેવરને હાનિ પહોંચાડે તેવી રીતે લેખકની માન્યતા, આગ્રહો અને અર્ધસત્યો આવ્યાં છે. લેખકનો જૂનવટ માટેનો આદર વધુ તો નવાં વહેણોનાં તિરસ્કાર દ્વારા પ્રગટ થાય છે. ‘ભૈયાદાદા'ને અંતે આવતો યંત્ર સંસ્કૃતિ તરફનો એમનો રોષ આખીય વાર્તાના ઘાટને રોળી નાખે છે. એમની શહેરી સંસ્કૃતિ વિશેની ટીકાઓ ઘણી બોલકી છે. ‘ગોવિંદનું ખેતર ’માં શહેરી જીવનમાં ઊછરેલાં માનવીઓમાં જડતા, પ્રપંચ, સ્વાર્થ અને દંભ જ હોય, તેમ ગ્રામજીવનમાં બધે નિખાલસતા, સચ્ચાઈ અને નિષ્પાપપણું જ જોવા ધૂમકેતુનો સ્થિર પ્રકાશ મળે, તે વાત એક પ્રચારકની હદે જઈને સ્પષ્ટ કરે છે. શહેરી સમાજમાં તેઓ સંસ્કૃતિનો નાશ જુએ છે. લેખકનું આ મનોગત ‘ગોવિંદનું ખેતરમાં ભાગીરથીના મુખે સ્કુટ રીતે વ્યક્ત થાય છે : ‘બેટા ! આ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ, યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ? શું ગામડાં ભિખારી થશે, ને શહેરો ગુલામ થશે, એ આ સંસ્કૃતિનું ધ્યેય છે ?” (પૃ. ૯૬) ‘જુમો ભિસ્તી'માં પણ લેખક શહેરી જુવાનને ઝપટમાં લઈને શહેરી સંસ્કૃતિની ટીકા કરવાની એક તક ચૂકતા નથી ! ‘હૃદયપલટો'માં આવતા સુંદર વર્ણનમાં ‘ઝેરીલી નાગણની માફક અનેક વળાંક લઈને ફરતી-સિમલાની રેલવેની લાઇન'માં પણ સર્જ નો આધુનિક સંસ્કૃતિ તરફનો રોષ ટપકે છે . ધૂમકેતુની આદર્શગી રોમૅન્ટિક જીવનદૃષ્ટિને ગામડામાં કાવ્યમયતા લાગે છે. ધૂમકેતુનું જીવનદર્શન એકાંગી, પોકળ કે ખોટું છે, એવી માન્યતા સામાન્યપણે પ્રવર્તે છે. પરંતુ કોઈ પણ સર્ચ કના જીવનદર્શનને કે એનાં idealismને ખોટું કહી ન શકાય. પ્રત્યે કનું idealism નોખું નોખું હોય અને તેની સામે કોઈ વાંધો ન લઈ શકે. ખરેખર તો ધૂમકેતુ જીવનદર્શન કે idealismની તારવણી માટે સાચા પ્રમયો રચવામાં ‘ગોવિંદનું ખેતર” કે ‘પૃથ્વી અને સ્વર્ગ' જેવી નવલિકાઓમાં નિષ્ફળ ગયા છે, એમ કહેવું જોઈએ. સર્જકનું idealism કે જીવનદર્શન અને dictate કરે ત્યારે કલાકૃતિને હાનિ થાય છે. આથી ભાવકે તો idealism વાર્તા દ્વારા કલાત્મક રીતે ફલિત થાય છે કે નહીં, તે જ જોવાનું રહ્યું. ધૂમકેતુના પુરોગામીઓ અને સમકાલીનો નવલિકામાં પ્રત્યેક વિગત એટલી મૂર્ત બનાવીને મૂકતાં કે વાચકને કશું વિચારવાનું રહેતું + શ્રી જયંતી દલાલે એક પરિસંવાદમાં કહ્યું હતું કે ધૂમકેતુએ કુમાર કાર્યાલયમાં ‘તણખામંડળ ૧' છપાવવા આપ્યું, ત્યારે દરેક વાર્તાને અંતે એમાંથી નીકળતો સાર લખ્યો હતો. શ્રી બચુભાઈ રાવતે એનું સંપાદન કરતી વેળાએ આવો સારે કાઢી નાખ્યો હતો.
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy