SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય વેચાય નહીં જઈને સહુની સાથે ભાતું જમો.” શેઠે જોયું કે સેવ-ગાંઠિયાથી પેટ ભરાતું નહોતું. એ પછી ઢેબરાં અપાતાં. ઘરડાઓ ચાવી શકતા નહીં. બાળકોને બહુ ભાવે નહીં. હવે કરવું શું ? મુનિરાજે સામાન્ય માનવીઓની મુશ્કેલીની વાત કરી. ઘરડાઓની ઢેબરા ચાવવાની પરેશાનીની વાત કરી. આ સાંભળીને હિમાભાઈ શેઠ બોલી ઊઠ્યા, આપની વાત સાચી છે. ભાતું આપવું એ તો ભાવનાનું કામ છે. એમાં એવું પુણ્ય રહેલું છે કે થાક્યો-પાક્યો આદમી ભાતું ખાઈને અંતરના આશીર્વાદ આપે તેથી હવે આજથી એક મોટો લાડવો અને સેવ-ગાંઠિયા આપીશું. એનો બંદોબસ્ત હું કરાવીશ.” મુનિ કલ્યાણવિમલની કરુણામયી આંખમાં આનંદ પ્રગટ થયો. શ્રીમંત હોય કે સામાન્ય માનવી સહુ હાથે થાળી લે, ભાતું લઈને એક પંગતે બેસીને જમે છે, ધર્મના રાજ્યમાં તો સહુ સરખા. આ વાતને ઘણો વખત વીતી ગયો. પરંતુ આજે પાલિતાણા શહેરથી શત્રુંજયની તળેટીએ જતાં એ મુનિની દેરી માનવ કરુણાનો સંદેશ આપે છે. સાચી સાધુતા સદાય સામાન્ય માનવીનાં દુ:ખ-દર્દને જોતી હોય છે. આ લોકના માનવીની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની વાતો કરતા નથી. એને પૃથ્વી પરનું જીવન સારું કરવું છે. એ પછી એ સ્વર્ગની વાત કરે છે. સાચો સાધુ પોતાની આસપાસ સમાજ તરફ આંખ મીંચીને માત્ર સ્વકલ્યાણની વાત નહીં કરે. એની એક આંખ આત્મકલ્યાણ તરફ હશે અને બીજી આંખ જનકલ્યાણ તરફ હશે. પારકાની પીડા પછી તે માનવી હોય - એના અંતરને વલોવતી રહેશે. ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈનદર્શને પ્રત્યેક ધર્મઆચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય, ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ, ભીમ કુંડલિયનું જીવન હૃદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે. | વિ. સં. ૧૨ ૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયાનાં ફુલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી. આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રી રાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો. ૧૧ 9 ભાવમંજૂષા 11 શ્રી મહાવીર વાણી II આત્મા સાધકને ઊંચી કે નીચી કોઈ પણ સ્થિતિમાં ન તો હર્ષ પામવું જોઈએ કે ન તો ક્રોધિત થવું જોઈએ. શ્રી આચારાંગ સૂત્ર, ૧, ૨, ૩ ભાવમંજૂષા ભ ૧૦
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy