SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતું ભાતું યાકિની મહત્તરાએ દઢ અવાજે કહ્યું, “મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.” દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યા અને પછી કહ્યું, “આચાર્યશ્રી, આપની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવી છું. મને આપ પ્રાયશ્ચિત્ત આપો.” પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્ર જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી. યાકિની મહત્તરાએ કહ્યું કે ચાલતાં ચાલતાં અજાણતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તો વિરાધક બની જાય. આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, “ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યાં નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.” યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, “મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે ૧૪૪૪ મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત શું થશે ?” યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા. પોતાના દુષ્કૃત્ય કરવાના વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. પારાવાર ક્રોધ પાવન ક્ષમામાં પલટાઈ ગયો, વેરની ભાવના વિઘાના તપમાં બદલાઈ ગઈ. મુનિરાજ કલ્યાણવિમલને સામાન્ય માનવીની વેદના સદાય કોરી ખાતી. - સાધુની નજ૨ શ્રીમંત પર નહીં પણ સામાન્ય માનવી પર હોય, એવા આ સાધુને થતું કે શત્રુંજયની યાત્રા કરીને આવનારને ભૂખથી હેરાન પરેશાન થવું પડતું. ધર્મના આચાર પ્રમાણે પવિત્ર ડુંગર પર કશું ખવાય નહીં, તેથી શ્રીમંતો તો યાત્રા પૂર્ણ થયે તૈયાર ભોજન આરોગવા બેસતા, પરંતુ સામાન્ય માનવીનું શું ? એક વાર મુનિ કલ્યાણવિમલે જોયું કે યાત્રાએથી પાછા ફર્યા બાદ એક છોકરાને કકડીને ભૂખ લાગી હતી, ત્યારે એના પિતાએ તરત કશું ન મળતાં વડના લાલઘૂમ ટેટા આપ્યા હતા, બાળક એ મીઠાઈની જેમ ખાઈ ગયો. ભૂખ આગળ માનવ કે પશુ સરખા. આ દૃશ્ય જોઈને મુનિ કલ્યાણવિમલને અપાર દુ:ખ થયું. એ પછી નાહરજી નામના ધર્મપ્રેમીએ સેવ-મમરા કે સેવ-ગાંઠિયા જેવું ભાતું આપવાનું શરૂ કર્યું. | ભાવના તો ઉમદા હતી, પણ આટલા ભાતાથી પેટ ન ભરાય. એક વાર અમદાવાદના નગરશેઠ યાત્રા કરીને નીચે ઊતરતા હતા ત્યારે મુનિરાજે કહ્યું, “ચલો, તળેટીએ ભાવમંજા ને ૮ e b મા કંપ
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy