SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ત્રીજું (રાગ : નાયકી, તાલ : ચંપક) આનંદ કોઉ નહીં પાવે, જોઈ પાવે સોઈ આનંદધન ધ્યાવે. આ આનંદ કોન રૂપ કોન આનંદઘન, આનંદગુણ કોન લખાવે. આ૧ સહજ સંતોષ આનંદગુણ પ્રગટતે, સબ દુવિધા મિટ જાવે. જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે. આ રે - પદ ચોથું (રાગ-તાલ : ચંપક ) આનંદ ઠોર ઠોર નહીં પાયા આનંદ આનંદમેં સમાયા. આ રતિઅરતિ દોઉ સંગ લીય વરજિત, અરથને હાથ તપાયા. આ ૧ કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જ સરાય સંગ ચડી આયા. આનંદઘન આનંદ રસ ઝીલત દેખતે હી જસ ગુણ ગાયા. આ પદ પાંચમું (રાગ : નાયકી) આનંદ કોઉ હમ દેખલાવો. આA કહાં ટૂંઢત તું મૂરખ પંછી, આનંદ હાટ ન બેકાવો. આ ૧ એસી દશા આનંદસમ પ્રગટત તા સુખ અલખ લખાવો. જોઈ પાવે સોઈ કુછ ન કહાવત - સુજસ ગાવત તાકો વખાને. આ ૨ પદ આઠમું આનંદઘન કે સંગ સુજ સહી મિલે જબ, તબ આનંદસમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોતહી તાકે કસ. આ ૧ ખીરનીરજા મિલ રહે આનંદ, જસ સુમતિસખી કે સંગ ભયો છે એકરસ. ભવ ખપાઈ, સુજ સવિલાસ ભયે સિદ્ધસ્વરૂપ લીયે ધસમસઆ૨ આ અષ્ટપદી પરથી એમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે, પ્રકાંડ વિદ્વાન શ્રી યશોવિજયજી મહારાજને જ્ઞાન અને કર્મની કેડીએથી યોગ-અધ્યાત્મના માર્ગે વાળવાનું કાર્ય આનંદઘનજીએ બજાવ્યું હતું. આનંદઘનજીના મેળાપથી ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ સહજ અને સરળ બની એનો આનંદ શ્રી યશોવિજયજી ઠેર ઠેર પ્રગટ કરે છે. પારસના સંગે લોઢું કંચન થઈ જાય એવી અનુભૂતિની અહીં વાત છે. આમાં પણ સાધુદશાની ખુમારી અને આનંદ તો ઠેર ઠેર દેખાય છે. કવિ કહે છે : જસવિજય કહે સુનો આનંદઘન હમતુમ મિલે હજૂર.” (પદ ૧) એવી જ રીતે આ આનંદઘનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એનું આલેખન કરતાં ઉપાધ્યાય યશોવિજયજી લખે છે : જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે." આ બંને જ્ઞાનીઓને સમાજ ઓળખી શક્યો નહોતો, એમની સાધનાને સમજી શક્યો નહોતો. બંનેની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાથી અજાણ એવા સમાજે એમને વિતાડવામાં બાકી રાખી નહોતી. આમેય જગત અને ભગતને ક્યાં મેળ મળે છે ? એમાંય વળી આ તો મર્મી યોગી અને જ્ઞાની સાધુ ! સમાજનાં સંકીર્ણ બંધનો એમની પ્રતિભાને કુંઠિત કરી શકતાં નથી અને તેથી વ્યાકુળ સમાજ એમના જીવન પર મિથ્યા આરોપો કરતો રહે છે. સંત કે ભક્તની આ સદાકાળ ચાલી આવતી વિકટ પરિસ્થિતિ છે અને એ આકરી પરિસ્થિતિનો અનુભવ આ બંને મહાપુરુષોને થયો હતો. તેઓ લોકપ્રિય કે ગચ્છપ્રિય બની શકે તેમ નહોતા. એમનો માર્ગ તો એકલવીરનો આકરો અને અપૂર્વ માર્ગ હતો. આથી લોકોમાં આનંદઘનજીની ભંગડભૂતો” તરીકે વગોવણી પણ થતી હતી .પ૭ સમાજની આ દોષાન્વેષી દૃષ્ટિથી આનંદઘન જેવા મસ્ત યોગી પણ બચ્યા નહોતા અને આથી જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના અંતરમાંથી ઉગાર સરી પડે છે : જીવન 45. પદ છઠું (રાગ : કાનડો, તાલ : રૂપક) આનંદકી ગત આનંદઘન જાણે. વાઈ સુખ સહજ અચલ અલખપદ, વા સુખ સુજસ બખાને. આ ૧ સુજસ વિલાસ જબ પ્રગટે આનંદરસ, આનંદ અક્ષય ખજાને. એસી દશા જબ પ્રગટે ચિત અંતર, સોહિ આનંદઘન પિછાને. આ૦ ૨ પદ સાતમું એરી આજ આનંદ ભયો મેરે તેરી મુખ નિરખ નિરખ રોમ રોમ શીતલ ભયો અંગઅંગ, આ શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદધન ભયો અંતરંગ. આ ૧ એસી આનંદદશા પ્રગટી ચિત્તઅંતર, તાકો પ્રભાવ (પ્રવાહ) ચલત નિર્મલ ગંગ. વાહી ગંગસમતા દોઉં મિલ રહે, જસવિજય સીતલતાકે સંગ. આ ૨ મહાયોગી આનંદઘન
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy