SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીઓના દરેક પ્રકરણને અંતે શ્રી યશોવિજય પરમાનંદ શબ્દ લાવવાનો પ્રયત્ન કરતા જણાય છે, તે બાબત પણ નોંધપાત્ર ગણાય. અષ્ટપદીની ભાવગંભીર ભાષા પણ આંતરિક પરિવર્તનને બરાબર સૂચવી જાય છે. આ સિવાય આનંદઘનનાં પદોમાં એક પદ એવું મળે છે કે જેમાં ‘જસથી શ્રી યશોવિજયજી મહારાજનો ઉલ્લેખ જોઈ શકાય. આ પદ આ પ્રમાણે છે : “નિરંજન યાર મોયે કૈસે મિલેંગે. દૂર દેખુ મેં દરિયા ડુંગર, ઊંચે વાદર નીચે જ મીયું તલે. નિરં૦ ૧ ધરતીમેં ગડુતો ન પિછાનું, અગ્નિ સહુ તો મેરી દેહી જશે. નિરં૦ ૨ આનંદઘન કહે જશ સુનો બાતાં, યેહી મિલે તો મેરો ફેરો ટલે નિરં૦ ૩ ‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા; આનંદઘન આનંદ રસ ઝીલત - દેખત હી જસ ગુણ ગાયા.' (પદ ૪) આવી જ રીતે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે, આનંદ એ કાંઈ દુકાનમાં વેચાતો મળતો નથી. આ આનંદ તો અધ્યાત્મના માર્ગે જનારને પ્રાપ્ત થાય છે. જેનામાં સાચી આનંદદશા પ્રગટ થાય છે તે ‘અચલ અલખ પદ’ પામે છે. પણ એ આનંદદશાને જાણે કોણ ? તો શ્રી યશોવિજયજી કહે છે : | ‘આનંદકી ગત આનંદઘન જાણે.' (પદ ૬) આવા આનંદઘન સાથે મેળાપ થાય ત્યારે અંતર કેવી અવર્ણનીય દિવ્ય અનુભૂતિઓથી છલકાઈ જાય છે ! અંગેઅંગમાં એક શીતળતા પ્રગટે છે અને રોમેરોમ અધ્યાત્મ દશાના રંગે રંગાઈને પુલકિત બની જાય છે. આવા આનંદઘનના મેળાપથી જે આત્મજ્ઞાન લાધ્યું, સાધનાનો જે પંથ નજરે પડ્યો, એનાથી આખું જીવન પલટાઈ ગયું. અંતર એક ઉજાસથી ઝળહળવા લાગ્યું. તર્કભર્યા વિચારોમાં ગહન અનુભવની સુવાસ ફોરવા માંડી. કર્મની સાથોસાથ યોગ ખીલવા માંડ્યો. અધ્યાત્મરસના પંડિતને અધ્યાત્મની ગહન અનુભૂતિઓનો માર્ગ સાંપડ્યો. જાણે પારસમણિના સ્પર્શ લોહ સુવર્ણ બની જાય એવો અનુભવ થવા લાગ્યો અને ત્યારે શ્રી યશોવિજયજી આનંદઘનના સંગ વિશે કહે છે : ‘આનંદઘનકે સંગ સુજ સહી મિલે, તબ આનંદસમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોતહી તાકે કસ.” (પદ ૮) આ રીતે આ અષ્ટપદી એ આનંદઘનની આધ્યાત્મિક ઉચ્ચતાને દર્શાવનારી કૃતિ છે. વળી આનંદઘનના સમયનિર્ધારણ માટે પણ એ મહત્ત્વનું સાધન બની રહે છે. આ સિવાય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અન્ય કૃતિમાં પણ આનંદઘન શબ્દનો પ્રયોગ કરે છે. જેમ કે ‘સમતાશતક'માં તેઓ કહે છે : “અનાસંગ મતિ વિષયમેં, રાગદ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. તાકો કારણ અમમતા, તામ્ મન વિશરામ કરે, સાધુ આનંદથન હોવત આતમરામ. પરમેં રાચે પરરુચિ, નિજરુચિ નિજ ગુણમાંહિ, ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલબાંહિ.” યશોવિજયજી એમની બીજી કૃતિઓમાં પણ ‘આનંદઘન’, ‘આનંદ’, ‘ચિદાનંદ', પરમાનંદ', ‘સહજાનંદ’ અને ‘ચિપાનંદ’ જેવા શબ્દો વારંવાર પ્રયોજે છે. વળી મહાયોગી આનંદઘન અહીં ‘જસ’ શબ્દનો પ્રયોગ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી માટે કરવામાં આવ્યો હોય તેવું અનુમાન થઈ શકે. યશોવિજયજીના જીવનના ઉત્તરાર્ધની કૃતિઓમાં આધ્યાત્મિકતાની અનેરી ઝલક જોવા મળે છે, તેનું કારણ અધ્યાત્મયોગી આનંદઘનનો પારસમણિ સમો મેળાપ હોય તેમ લાગે છે. આનંદઘન વિશેની સ્તુતિરૂપ આ અષ્ટપદીની રચનામાં એક એવી સંદિગ્ધતા બતાવાય છે કે આ રચનામાં જે આનંદઘનની વાત છે, તે યોગી આનંદઘનના ઉલ્લેખને બદલે હૃદયની આનંદઘનમય યોગભૂમિકાનો ઉલ્લેખ પણ હોઈ શકે, શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આ અષ્ટપદી પરથી યશોવિજયજી અને આનંદઘનનો મેળાપ સિદ્ધ નથી થતો તેવો ભાવ પ્રગટ કરતાં લખે છે . શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હોય અને એવા સમર્થ પ્રત્યે શ્રી આનંદઘનજી મહારાજની વાત્સલ્યતા (? વાત્સલ્ય) હોય એ બંનેય સંભવિત છે, છતાં ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપ હોય, એમ હજી મારું મન કબુલ કરતું નથી, પરંતુ આત્મારૂપ આનંદઘનના જ કોઈ આધ્યાત્મિક સ્વરૂપનું જ તેમાં વર્ણન મને ભાસે છે. પછી શબ્દશ્લેષથી કદાચ આનંદઘનજી મહારાજની સ્તુતિ હોય તો કોણ જાણે ? પણ મને હજી એ ભાસ થતો નથી, છતાં જ્ઞાની પરમાત્મા જાણે પર આ કાવ્યની રચના માત્ર આત્માના આનંદ સ્વરૂપને દર્શાવવા માટે કરવામાં આવી હોય તો નીચેની પંક્તિઓનો અર્થ શો ? ‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદ રસ ઝીલત - દેખતે હી જસ ગુણ ગાયા.” (પદ ૪)
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy