SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, શ્રી ક્ષિતિમોહન સેન કહે છે તે રીતે આનંદઘન એ પ્રકાશની શોધમાં નહોતા, અને તે જ રીતે એમનાં આ સ્તવનોમાં “માનસિક સમસ્યાઓ” પણ નથી. એમણે તો તલવારની ધાર પણ સોહિલી ગણાય એવી ઘહિલી જિનવરની ચરણસેવામાં ચિત્ત લગાડયું હતું અને જે આગમસૂત્ર અનુસાર ચાલે તે માનવી દિવ્ય સુખ અનુભવે અને મોક્ષપદ પામે એમ માને છે. ચૌદમા શ્રી અનંજિન સ્તવનમાં તેઓ આ વાત કહે છે. ધર્મના નામે ધતિંગ ચલાવનારાઓને તો એ સીધેસીધો ઠપકો આપે છે. ધર્મનો મર્મ જાણ્યા વગર ચાલનારાઓને હાસ્યાસ્પદ ગણે છે. એટલું જ નહીં પણ જે ધર્મજિનેશ્વરના ચરણ ગ્રહે છે તે કોઈ કર્મ બાંધતો નથી એમ સ્પષ્ટ કહે છે. એવી જ રીતે અઢારમા શ્રી અરિજન સ્તવનમાં યોગી આનંદઘન કહે છે : “શુદ્ધ નયાધિપ સેવતાં ન રહે દુવિધા સાથ હૈ.” આવી જ શ્રદ્ધા શ્રી મુનિ સુવ્રત જિનસ્તવનમાં પણ પ્રગટ થાય છે અને જુઓ ! અહીં એ આનંદઘનની દૃઢ શ્રદ્ધાનો કેવો બુલંદ રણકાર સંભળાય છે : “જિનવરમાં સઘલાં દરશન છઇ દરશન જિનવર ભજનાં રે; સાગરમાં સઘલી તટિની સહી ટિની સાગર છત ના રે.” આ રીતે આ સ્તવનોમાં જૈન દર્શનમાં દૃઢ શ્રદ્ધા ધરાવનારા અને એ માર્ગે આત્માના ઊંડાણને પામવા મથનારા સાધકનાં દર્શન થાય છે. ક્યાંય આનંદઘન આ માર્ગ વિશે સાશંક હોય એવો લગીર પણ અણસાર આમાં મળતો નથી. આથી શ્રી ક્ષિતિમોહન સેને આનંદઘનના આધ્યાત્મિક જીવનમાં બતાવેલું પરિવર્તન પ્રતીતિકર લાગતું નથી. અષ્ટપદી એક જ સમયે થયેલી બે સમર્થ વ્યક્તિઓ ઘણી વાર એકબીજાને મળી જ હોતી નથી. સામાન્ય રીતે સમકાલીન વ્યક્તિ વિશે એના સમયના વિદ્વાનો ઓછું લખતા હોય છે. ક્યારેક એ વ્યક્તિની વિદ્વત્તા કે સાધનાની પૂરી પહેચાન પણ એ સમયે મળી હોતી નથી. શ્રી આનંદઘનજીના સમયમાં અનેક વિદ્વાનો થયા, પરંતુ શ્રી યશોવિજયજીની અષ્ટપદી સિવાય અન્ય કોઈ સ્થળે સમકાલીન વિદ્વાનો કે સાધુજનોએ આનંદઘનજીનો ઉલ્લેખ કર્યો નથી. આનંદઘનજી અને યશોવિજયજીના મેળાપના અનુસંધાનમાં કેટલીક દંતકથાઓ પણ સાંપડે છે. આ મેળાપ કયા સ્થળે થયો હતો તે મહાયોગી આનંદઘન 42 વિશે મતભેદ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આબુની કોઈ ગુફામાં આ મેળાપ થયો હતો તેવી કલ્પના કરે છે. જ્યારે આચાર્ય ક્ષિતિમોહન સેન, શ્રી મોતીચંદ કાપડિયા અને ડૉ. વાસુદેવસિંહ આ મેળાપ મેડતા નગરમાં અથવા એની નજીકના જંગલમાં થયો હોવાનું માને છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી માને છે કે શ્રી યશોવિજયજી જ્યારે આબુ પર્વત પર બીજી વાર આનંદઘનજીને મળવા ગયા ત્યારે આનંદાવેશમાં એમણે આનંદઘનજીની સ્તુતિની અષ્ટપદીની રચના કરી; જ્યારે બીજા મત પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુનાં જંગલોમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તાત્કાલિક ઉદ્ગારરૂપે અષ્ટપદી બનાવી હતી. ગમે તે હોય, પણ આ અષ્ટપદી આનંદઘનના પરમાનંદમય વ્યક્તિત્વને જોઈને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીથી સ્વયંભૂપણે રચાઈ ગઈ છે એ વાત નિર્વિવાદ છે. યોગી આનંદઘન અને સમર્થ વિદ્વાન શ્રી યશોવિજયજીના મેળાપના સ્થળ અને અષ્ટપદીની રચનાના સમય વિશે મતભેદ છે, પરંતુ આ બંને સમર્થ પુરુષોનો મેળાપ થયો હતો અને એને પરિણામે શ્રી યશોવિજયજીએ અષ્ટપદીની રચના કરી હતી, એ બાબતમાં સહુ કોઈ સંમત છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કરેલી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી આ પ્રમાણે છે. પદ પહેલું (રાગ : કાનડો) મારગ ચલત ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર. મા તાકો સરૂપ ભુપ, ત્રિઠું લોકથેં ન્યારો, બરખત મુખ પર નૂર. મા ૧ સુમતિ સખીકે સંગ, નિત નિત દોરત, બહુ ન હોત હી દૂર; જસવિજય કહે સુનોહી આનંદઘન, હમતુમ મિલે હજૂર. મા ૨ પદ બીજું ગાવત, રહત આનંદ સુમતા સંગ. આ બલ આનંદઘન, મિલ રહે ગંગતરંગ. આ ૧ હૈ ચિત્ત, તાપર લગાયો છે અવિહડ રંગ. દેખો, સુખ પાયો બોત અભંગ. આ ૨ જીવન 43 આનંદઘનકો આનંદ સુજશ હી સુમતિ સખી ઓર ન મન ભંજન કરકે નિર્મલ ીયો જસવિજય કહે સુનતહી
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy