SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તતો જોવા મળે છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પણ માને છે કે આનંદઘનજીએ “જ્ઞાન અને વૈરાગ્યયોગે કોઈ તપાગચ્છીય મુનિવર પાસે સાધુવ્રતની દીક્ષા અંગીકાર કરી હતી.”૩૬ ત્યારે શ્રી મોતીચંદ કાપડિયા આનંદઘનજીનો સત્યવિજય પંન્યાસ અને ઉપાધ્યાય યશોવિજયજી સાથેનો સંબંધ તેમજ મારવાડ અને ગુજરાતમાં તપાગચ્છનું “અસાધારણ પરિબળ” જોતાં આનંદઘનજીને તપાગચ્છનો માને છે અને તેઓ કહે છે કે “આનંદઘનજીએ વ્યાવહારિક રીતે તપાગચ્છમાં દીક્ષા લીધી હોવી જોઈએ.**૩૩ હવે આનંદઘનજી ખરતરગચ્છના હતા એ માટે અપાતાં પ્રમાણો જોઈએ. શ્રી અગરચંદજી નાહટા આ માટે ત્રણ પ્રમાણો રજૂ કરે છે. શ્રી અગરચંદજી નાહટા પ્રથમ પ્રમાણ એ આપે છે કે વીસમી સદીના ખરતરગચ્છના સમર્થ આચાર્ય શ્રી જિનકૃપાચંદ્રસૂરિજીએ બુદ્ધિસાગરજીને કહ્યું હતું કે આનંદઘનજી મૂળભૂત રીતે ખરતરગચ્છમાં દીક્ષિત થયા હતા અને એમની પરંપરાના યતિઓ પણ તે સમયમાં વિદ્યમાન હતા. મેડતામાં આવેલો આનંદઘનજીનો ઉપાશ્રય પણ ખરતરગચ્છના સંઘને આધીન છે. શ્રી અગરચંદજી નાહટા બીજું પ્રમાણ એ આપે છે કે આનંદઘનજીનું દીક્ષિત અવસ્થાનું નામ લાભાનંદ હતું. આમાં નામાંતે આવતું ‘આનંદ’ પદ ખરતરગચ્છની ચોર્યાસી નદીઓ(નામાંત પદો)માં થતું આવ્યું છે. ઓગણીસમી સદીમાં લાભાનંદજી નામના એક બીજા મુનિ પણ ખરતરગચ્છમાં થઈ ગયાં. આમ લાભાનંદ એવું નામ રાખવાની પરંપરા ખરતરગચ્છમાં રહી ગઈ હશે. આ સિવાય ત્રીજા પ્રમાણ તરીકે શ્રી અગરચંદજી નાહટા આનંદઘનજીના સમયનો એક ઉલ્લેખ નોંધે છે. મેડતાથી ઉપાધ્યાય પુણ્યકલશ મુનિ જયરંગ, ચારિત્રચંદ્ર વગેરેએ સૂર્યપૂરિ(સૂરત)માં બિરાજમાન ખરતરગચ્છ જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિને એક પત્ર લખ્યો હતો. આમાં આરંભમાં સંસ્કૃત ભાષામાં તેર શ્લોકો આપવામાં આવ્યા છે. અને એ પછી લોકભાષામાં, કેટલાક સમાચાર લખ્યા છે. આમાં આનંદઘનજી વિશે આ રીતે ઉલ્લેખ મળે છે. પં. સુગુણચંદ્ર, અષ્ટસહસી લાભાણંદ આગઈ ભણઈ છઈ, અર્ધ રઈ ટાણઈ ભણી, ઘણું ખુસી હુઈ ભણાવઈ છ0.32 આ પરથી તારણ કાઢતાં શ્રી અગરચંદજી નાહટા નોંધે છે કે ઉપાધ્યાય પુણ્ય કળશ વગેરેથી દીક્ષામાં આનંદઘનજી નાના હોવાથી એમના નામની આગળ કોઈ વિશેષણ લગાડવામાં આવ્યું નથી. પંડિત સુગુણચંદ્ર એ સમયે લાભાનંદ પાસે મહાયોગી આનંદઘન અષ્ટસહસી ગ્રંથ ભણી રહ્યા હતા. લગભગ અડધો ગ્રંથ ભણી ચૂક્યા હતા અને લોભાનંદજી ખૂબ પ્રસન્નતાથી ભણાવી રહ્યા છે એવો ઉલ્લેખ આમાંથી મળે છે. શ્રી અગરચંદજી નાહટાના માનવા પ્રમાણે એ સમયના મુનિગણ મોટે ભાગે પોતાના ગચ્છના જ વિદ્વાનો પાસે ભણતા હતા અને જે રીતે લાભાનંદજીનો આ પત્રમાં ઉલ્લેખ થયો છે એનાથી તેઓ મૂળભૂત રીતે ખરતરગચ્છના સિદ્ધ થાય છે. આ અંગે વિશેષ છણાવટ કરતાં શ્રી અગરચંદજી નાહટા એમના એક લેખમાં જણાવે છે પત્ર લખનારા પુણ્ય કળશ એ જયરંગ વગેરેના ગુરુ હતા. શ્રી જયરંગરચિત દશવૈકાલિક સઝાય” વગેરે રચનાઓ સં. ૧૬૦૦થી ૧૯૩૯ સુધીની મળે છે. આ પત્રમાં સંવતનો ઉલ્લેખ નથી, માત્ર તિથિ, અશ્વિન શુક્લા ૧૩ લખેલી છે. આથી આની સંવતની તપાસ કરવી જરૂરી છે. સંવતનો યોગ્ય નિર્ણય કરવા માટે નિશ્ચિત સાધન મળતું નથી, પરંતુ સંવતનું અનુમાન કરવા માટેના આધાર આ પ્રમાણે છે.” આ પત્રમાં જે સુવર્ણચંદ્રને લાભાનંદજી અષ્ટસહસી ભણાવે છે તેવો ઉલ્લેખ છે, તે સુગુણચંદ્રની દીક્ષા “દીક્ષા નંદીની સૂચી” પ્રમાણે વિ. સં. ૧૬૧રના જેઠ મહિનામાં જિનચંદ્રસૂરિની પાસે રાજનગરમાં (પત્રમાં જેમનો ઉલ્લેખ છે તે ત્રિલોકચંદ્ર ચરિત્રચંદ્ર આદિની સાથે) લીધી હતી અને અષ્ટસહસી જેવા ગ્રંથના અભ્યાસની યોગ્યતા મેળવવા માટે ઓછામાં ઓછાં પાંચ-છ વર્ષના અભ્યાસની અપેક્ષા રહે છે, આથી આ પત્રનો લેખન સં. ૧૯૧૯ હોવાનો સંભવ છે. આ પત્રમાં લાભાનંદ શબ્દ સામાન્ય રૂપમાં પ્રયોજાયો છે. આનું કારણ એ હોઈ શકે કે તેઓ પુણ્યકળશ વગેરેથી દીક્ષામાં નાના હોય. એ સમયે યતિ સમાજમાં મોટે ભાગે પોતાના ગચ્છવાળાઓ સાથે જ વિદ્યાભ્યાસ કરવામાં આવતો હતો.' શ્રી આનંદઘનજી વિશેનો આ ઉલ્લેખ વિવાદાસ્પદ છે. આનંદઘનજીના દેહોત્સર્ગનો સમય આશરે વિ. સં. ૧૭૨૦-૧૭૩૦નો માનવામાં આવે છે. એ દૃષ્ટિએ વિ. સં. ૧૯૧૯માં આનંદઘનજી ‘અષ્ટસહસી ભણાવતા હોય એ શક્ય નથી. “અષ્ટસહસી' ગ્રંથ જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં એક અત્યંત કઠિનમાં કઠિન ગ્રંથ ગણાય છે. એનો ઊંડો અભ્યાસ કરવો અને એ પછી એને શીખવવા જેટલી સજ્જતા કેળવતાં ઘણાં વર્ષો લાગે છે. આથી આનંદઘનજીનો જન્મ સંવત ૧૬૧થી ચાલીસેક વર્ષ વધુ આગળ લઈ જવો પડે અને એમ કરતાં આ સમયનો એમના દેહોત્સર્ગના સમય સાથે મેળ બેસતો નથી. આનંદઘનજીના જીવન વિશે જે મહત્ત્વની સામગ્રી મળે છે તેમાં એક જીવન
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy