SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજીએ રચેલી અષ્ટપદી છે. આ અષ્ટપદી પરથી એમ પ્રમાણિત થાય છે કે મુનિ યશોવિજયજી આનંદઘનજીને મળ્યા હતા. મુનિ યશોવિજયજીનો જન્મ સંવત આશરે ૧૬૮૦ અને દેહોત્સર્ગનો સમય સં. ૧૭૪૫ છે. વિ. સં. ૧૯૧૯માં આનંદઘનજી ‘અષ્ટસહસીનો અભ્યાસ કરાવતા હોય તો તેમનો મેળાપ કેવી રીતે મુનિ યશોવિજ્યજી સાથે થયો હોય ? શ્રી અગરચંદજી નાહટાને આ પત્ર આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી પાસેથી જોવા મળ્યો હતો. મુનિ શ્રી પુણ્યવિજયજી પાસેના તમામ પત્રોનો સંગ્રહ અત્યારે અમદાવાદના શ્રી લા. દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિરમાં એકત્રિત કરીને રાખવામાં આવ્યો છે. પરંતુ એમાં શ્રી અગરચંદજી નાહટાએ ઉલ્લેખ કર્યો છે તેવો કોઈ પત્ર મળતો નથી. આનંદઘનજીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય તેમ લાગે છે અને તેના પ્રમાણ રૂપે નીચેની બાબતો નોંધી શકાય : (૧) તપાગચ્છના શ્રીમદ્ વિજયાનંદસૂરિ(આત્મારામજી મહારાજ)ના “જૈન તત્ત્વ દર્શમાં આનંદઘનજી વિશે નોંધ મળે છે. (૨) તપાગચ્છના શ્રી સત્યવિજયગણિજી ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે ઘણાં વર્ષ સુધી વનમાં રહ્યા તેવો “જૈન તત્ત્વદર્શ'માં ઉલ્લેખ છે. (૩) તપાગચ્છના યશોવિજયજીએ આનંદઘનજી વિશે અષ્ટપદીની રચના કરી છે. (૪) ‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયામાં મળેલા ઉલ્લેખ પ્રમાણે આનંદઘનજી એ શ્રી સત્યવિજય પંન્યાસના ‘લઘુ ભાઈ’ હતા અને તેઓ પણ ક્રિયોદ્ધારક હતા. આ સત્યવિજય તપાગચ્છના છે. આ બધાં પ્રમાણો પરથી કહી શકાય કે આનંદઘનજીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય એ વિશેષ સંભવિત છે. ગચ્છથી પર આનંદઘનજી તપાગચ્છના હતા કે ખરતરગચ્છના એ વિવાદ એમના જીવનની વિગતની દૃષ્ટિએ ભલે નોંધપાત્ર ગણાય, પરંતુ અધ્યાત્મમાર્ગી સાધકને ગચ્છની આવી કોઈ સીમાઓ બાંધી શકતી નથી; એમની સાધના ક્યારેય સંપ્રદાયવાદના વાડામાં રોળાઈ જતી નથી. આત્મામાં પરમાત્મસ્વરૂપને પ્રગટાવવા સતત પ્રયત્ન કરનાર સાધક તો ગચ્છાતીત અને સંપ્રદાયાતીત જ હોય છે. એમાં પણ શ્રી આનંદઘનજી ચૌદમા શ્રી અનંત જિનસ્તવનમાં પરમાત્માની ઉપાસનાને બદલે ગચ્છના ભેદોમાં મહાયોગી આનંદઘન રચનારાઓ તરફનો પોતાનો પુણ્યપ્રકોપ પ્રગટ કરતાં, જાણે હાથ ઊંચા કરીને કહેતા હોય એમ, બોલી ઊઠે છે – “ગચ્છના ભેદ બહુ નયન નિહાલતાં તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં મોહ નડીઆ કલિકાલ રાજે .” (૧૪ : ૩). પરમતત્ત્વનો ઉપાસક એની આરાધનાને તજીને આ વાદોના વિવાદમાં ફસાઈ જાય તો એની સઘળી સાધના નિરર્થક બની જાય છે. ગચ્છના ભેદમાં રચ્યાપચ્યા રહેવું અને મુખેથી તત્ત્વની વાત કરવી તે કેવો વિસંવાદ ? યોગી આનંદઘન કહે છે કે આવા જીવોને પોતાના વિચાર અને વાણી વચ્ચેના ભેદ માટે સહેજે શરમ આવતી નથી. જૈન ધર્મ એ ગુણગ્રાહક ધર્મ છે. નાતજાતના વાડાઓને એ સ્વીકારતો નથી, એ ‘કર્મે બ્રાહ્મણ, કર્મ શુદ્ર માં માનનારો છે અને આવા વ્યાપક ધર્મમાં જુદા જુદા ભેદ-ફાંટા પડે, એના પણ પૈટાભેદ થાય, એમાંથી વિવાદ જાગે, એ બધી સંકુચિત પ્રવૃત્તિઓ પર આનંદઘનજી પોતાનો પ્રણયપ્રકોપ ઠાલવે એ સ્વાભાવિક છે. શ્રી આનંદઘનજીના સમયમાં જૈનસમાજમાં ગચ્છના ભેદો બહુ તીવ્ર રીતે પ્રવર્તતા હતા, એ રીતે સમકાલીન પરિસ્થિતિ અને રૂઢિચુસ્તતા પર એમણે અહીં પ્રહાર કર્યો છે. સાધુ-વેશ અધ્યાત્મયોગી આનંદઘને સાધુનો વેશ ધારણ કર્યો હતો ખરો ? આ અંગે આચાર્ય ક્ષિતિમોહન સેને કલ્પના કરી છે કે, “તેઓ સાધુવેશનો ત્યાગ કરીને મર્મી ભક્તોની માફક લાંબી કફની પહેરતા હતા અને સિતાર, દિલરૂબા વગેરે યતિ જિનવિવર્જિત વાદ્ય લઈને ઘૂમતા હતા.” શ્રી મનસુખલાલ મહેતાએ પણ આનંદઘનજી સંબંધમાં જે હકીકત અત્યાર સુધી મેળવવા હું ભાગ્યશાળી થયો છું તેમ કહીને નીચે મુજબ નોંધ્યું છે સંપ્રદાયમોહને આધીન થયેલા જીવો બાહ્ય માર્ગમાં રાચી રહેલા હોવાથી આનંદઘનજી મહારાજની તેઓ અદ્ભુત આત્મદશા જોઈ શકત નહીં; અને તેથી તેઓ પ્રત્યે પરિતાપ આપતા હતા. મહારાજ સાહેબે લોકપરિચય છોડવાના કારણે જૈન વેષ બદલી એક કફની અને તંબૂરો લઈ પરમ જૈન દેશોના ધ્યાનમાં રહેવાનું કર્યું હતું. ૧માં 30
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy