SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ લખાતી હોય એ સમયની ભાષાની લઢણો અનાયાસે જ આવી જવા પામી હોય છે. “આનંદઘન બાવીસી”ની પ્રતોમાં ગુજરાતી ભાષામરોડ ધરાવતી અને રાજસ્થાની ભાષામરોડ ધરાવતી ભાષાભૂમિકાના બે પ્રવાહો સ્પષ્ટપણે જોઈ શકાય છે. વળી, વિહારી સાધુની ભાષામાં તો કેટલીય જુદી જુદી બોલીઓના અંશો ભળી જાય છે. આમ, સ્તવનો કે પદોની ભાષામાંથી આનંદઘનજીનું જન્મસ્થાન તારવવાનું કામ મુશ્કેલ છે. આ દિશામાં થયેલા પ્રયત્નોનું અવલોકન કરીએ. આ અંગે શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા કહે છે : “તેઓનું હિન્દી ગુજરાતીના મિશ્રણ છતાં ઉત્તરહિન્દના મૂળ વતનીને મળતું હોય, તો તેઓનો જન્મ ઉત્તર હિન્દના કોઈ ભાગમાં થયો હોય. નાની વયમાં ઉત્તરહિન્દના પ્રદેશમાંથી નીકળી ગુજરાતી ભાષા બોલતા એવા પ્રદેશમાં આવ્યા હોવા જોઈએ. જ્યારે આનંદઘનજીએ પ્રથમ સ્તવનોની રચના કરી અને પછી પદો લખ્યાં એવું અનુમાન કરીને આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે “ગુર્જર દેશમાં તેમનો જન્મ થયો હોય એમ અનુમાનો વડે નિર્ણય થાય છે.” આવી જ રીતે શ્રી આનંદઘનજીની કૃતિઓમાં વિશેષપણે શુદ્ધ ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકભાષાના શબ્દોનો સુંદર ઉપયોગ જોઈને ડૉ. મદનકુમાર જાની એવું અનુમાન કરે છે કે તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય તેવો વિશેષ સંભવ છે. આવું વિધાન કરવા છતાં આનંદઘનની ભાષામાં ગુજરાતની લોકભાષાના કેટલાક સુંદર શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે, તે તેઓ દર્શાવતા નથી. હકીકતમાં સ્તવનોની ભાષામાં તો ગુજરાતી કરતાં રાજસ્થાની ભાષા તરફ ઢળતા શબ્દો, કહેવતો અને રૂઢિપ્રયોગો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની માફક શ્રી નટવરલાલ વ્યાસ પણ આનંદઘન ચોવીસીને પ્રથમ ગ્રંથ માનીને અનુમાન કરે છે કે આનંદઘન ગુજરાતમાં જન્મ્યા હશે, અથવા તો ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા હશે.૧ 30 આ અંગે શ્રી મોતીચંદ કાપડિયા સ્પષ્ટપણે કહે છે કે, આનંદઘન સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જન્મ્યા હોય તેમ દર્શાવતો ખાતરીલાયક એક પણ આંતરિક કે બાહ્ય પુરાવો મળ્યો નથી. તેઓ માને છે કે આનંદઘનનો જન્મ બુંદેલખંડમાં થયો હશો. આવા અનુમાન પર તેઓ કઈ રીતે આવ્યા તે જોઈએ. શ્રી મોતીચંદભાઈએ બુંદેલખંડમાં જન્મેલા શ્રી ગંભીરવિજયજી પાસેથી આનંદઘનજીનાં પદો અને સ્તવનોનો ભાવાર્થ સાંભળ્યો હતો. શ્રી ગંભીરવિજયજી આનંદઘનજીની ભાષાને સારી રીતે સમજીપામી શકતા હતા. આથી આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હશે તેમ માનવા તેઓ પ્રેરાયા હતા. આ બુંદેલખંડ એ આજના મધ્ય પ્રદેશમાં આવેલો છે. મહાયોગી આનંદઘન 26 શ્રી મોતીચંદભાઈએ જે પ્રમાણ પરથી આ તારણ કાઢ્યું છે તે થોડું દૂરાકૃષ્ટ લાગે છે ખરું. એમના આ અનુમાનનો વિરોધ કરતાં આચાર્ય ક્ષિતિમોહન સેન કહે છે કે આનંદઘનની રચનાઓમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાનો પ્રભાવ જોવા મળે છે, તો પછી તેઓ બુંદેલખંડમાં જન્મ્યા હતા તે કેવી રીતે માની શકાય ? આચાર્ય ક્ષિતિમોહન સેનને આનંદઘનજીની ભાષા પૂર્વ રજપૂતાનાના ઘણા સંતોની ભાષા જેવી લાગે છે. વળી એ પ્રદેશમાં આનંદઘનની પૂર્વે અને પછી ઘણા ભક્તોનો જન્મ થયેલો છે. આનંદઘનજીનું અંતિમ જીવન પશ્ચિમી રજપૂતાનાના મેડતા નગરમાં વ્યતીત થયું હતું. વળી, રાજસ્થાનની રચનાઓમાં આવી ખૂબીઓ જોવા મળે છે. આથી શ્રી ક્ષિતિમોહન સેન રાજપૂતાનાને આનંદઘનનું જન્મસ્થાન માને છે. “શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાંમાંથી મળેલી માહિતીના પ્રકાશમાં એમના જન્મસ્થાનનો વિચાર કરીએ તો એમના મોટાભાઈ પંન્યાસ સત્યવિજયજીનો જન્મ ૩૪ લાડલું ગામમાં થયો હતો. આ લાડલું ગામ માળવા તરીકે ઓળખાતા સપાદલક્ષ દેશમાં આવેલું હતું. આથી આનંદઘનનો જન્મ આ સ્થળે થયો હોય, અને પછી એમણે પણ પંન્યાસ સત્યવિજયજીની માફક રાજસ્થાનમાં લાંબો સમય વિહાર કર્યો હોય તેમ અનુમાન કરી શકાય. ગચ્છ આનંદઘનજીના સમયમાં ગચ્છના ભેદો બહુ તીવ્રપ્રણે પ્રવર્તતા હતા અને એ જ રીતે આનંદઘનજી કયા ગચ્છના હતા, એ વિશે પણ તીવ્ર મતભેદ પ્રવર્તે છે. આ સમયે શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને અંચળગચ્છ જેવા ગચ્છો હતા. એક મત એવો છે કે આ મસ્ત યોગીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હતી, જ્યારે બીજો મત માને છે કે તેઓ ખરતરગચ્છના સાધુ હતા. શ્રી મનસુખલાલ મહેતા આનંદઘનજીને તપાગચ્છના માને છે. આના એક પ્રમાણ તરીકે તપાગચ્છના શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજે) “જૈન તત્ત્વાદર્શમાં પં. સત્યવિજયગણિ અને આનંદઘનજી ઘણાં વર્ષો સુધી વનમાં સાથે રહ્યા તે વિગત નોંધે છે. બીજા પ્રમાણ તરીકે તેઓ કહે છે “તેઓએ (આનંદઘનજીએ) દ્રવ્યપૂજાની જે વિધિ સ્તવનાવલિમાં બતાવી છે તે ઉપરથી લાગે છે કે તેઓ તપાગચ્છમાં થયા હોવા જોઈએ.” ૩૫ શ્રી મનસુખલાલ મહેતાએ ટાંકેલું પહેલું પ્રમાણ યોગ્ય છે, પણ એમણે આપેલું બીજું પ્રમાણ યોગ્ય લાગતું નથી, કારણ કે આનંદઘનજીએ એમનાં સ્તવનોમાં જે દ્રવ્યપૂજાનો વિધિ દર્શાવ્યો છે એ માત્ર તપાગચ્છમાં જ નહીં, પરંતુ દરેક ગચ્છમાં જીવન 27
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy