SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી અવબોધવું.” તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ જગાડે છે, એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે છે - - “લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતાં આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે ખૂબ અનુકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું.” એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા પર સાંજના વખતે એક કલ્પકપર્યત આત્મધ્યાન ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ” એમ નોંધે છે. આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને શાસ્ત્રીય પરિભાષાથી પ્રગટ કરતાં કહે છે – પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એકતાના ધ્યાનનો દીર્ઘકાલ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં નિવૃત્તિ સ્થલ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ અનુભવવામાં આવે છે.” પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે : “દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ કાલ વીત્યો.” એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન તેઓ લખે છે – “રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી અપૂર્વભાવ પ્રકટ્યો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી જૈન સમાજમાં, જૈન પરંપરામાં ધ્યાનસાધના ભૂલાતી જતી હતી. એ સાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કરનાર સાધક તરીકે યોગનિષ્ઠ આચાર્યશ્રીને અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓ ઓળખે છે. સંભારે છે.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy