SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો અધિકાર પ્રાપ્ત થાઓ.” | નવા વર્ષની મંગલયાત્રાના આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો હિસાબ તેઓ લખે છે – “આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થયો. “સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાલ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસુ રહેતાં આત્મસમાધિમાં વિશેષકાલ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની પ્રબળ સ્કુરણા થયા કરે છે. સંવત ૧૯૬૦-૬૧-'કુરની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું. સર્વ જીવોની સાથે આત્મક્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજી, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયો. વૈશાખ વદિ ૧૦. પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આઘાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષત: મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ જ્ઞાનધ્યાનરમણતામાં કરવાની ખાસ ફુરણા ઊઠે છે, અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા વયોગે ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, ક્ષયોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ ખિલવણી થાઓ. ૐ શાંતિ.” | - સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગીસંન્યાસીઓએ એવી નોંધો રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગર-સૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે. પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે તે દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એમના ૧૦૮ અમર ગ્રંથશિષ્યો હજી આજેય એમના અમર કીર્તિસ્તંભો સમા ઝળહળી રહ્યા છે. S 14 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy