SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારકતા દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દેવી સંપત્તિ વધારવાની છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ પણ કેટલો ફાળો આપી શકે છે, તે તેઓ બતાવે છે. | ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં એમની વ્યાપક તેમ જ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. | તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને, એક ઇતિહાસના સંશોધકની જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે - “વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના ગોખલા કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થ તે બે ગોખલાઓને તેજપાલે કરાવ્યા છે.” - આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે – - “ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સૂક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ આલેખવાની કુશળતા તેમ જ પોતાના કથયિતવ્યને શાસ્ત્રના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. | વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતાં તેઓ કહે છે સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે... સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે આજે પણ સહુ કોઈ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને અઢારે આલમના અવધૂત તરીકે યાદ કરે છે. જૈન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટીદાર, મુસલમાન અને ઠાકરડા-સહુ કોઈ એક સંત તરીકે સૂરિજીને આદરભાવ આપતા હતા.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy