SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાન સંપાદકનું પુરોવચન લે, મુનિયવિજ્ય ઉપામ : - વિદ્વાને એ અનુમાનિત રીતે નક્કી કરેલ સમય મુજબ અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં વાગદેવતાવતાર જેવા મસટ નામના ગૃહસ્થાચાર્યશ્રીએ રચેલા કાવ્યપ્રકાશ' નામના સુવિખ્યાત ગ્રંથના બીજા અને ત્રીજે ઉલ્લાસ ઉપર, સત્તરમી સદીમાં થએલા તાકિ શિરોમણિ, ષઙર્શનત્તા, સંખ્યાબંધ પ્રથાના રચયિતા શ્રી પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્દ વિજયજી મહારાજે રચેલી ટીકા પહેલવહેલી જ પ્રગટ થઈ રહી છે, તે માટે સમગ્ર સાહિત્યાનુરાગી જગત્ આથી એક આનંદની લહરીને અનુભવ કર્યા વિના નહીં રહે. પણ તે અત્યન્ત આનંદ સાથે ગૌરવને પણ અનુભવ કરી રહ્યો છું, મારા માટે આનંદ અને ગૌરવનાં બે કારણે છે. પહેલું કારણ એ છે કે એક મહાપુરુષની સંસ્કૃત ભાષામાં રચાયેલી સાહિત્યાદિકના તથા કેટલાક દાર્શનિક સિદ્ધાન્તનું તર્કબદ્ધ વિવેચન કરનારી એક મહાન કૃતિના પ્રકાશનની જવાબદારીમાંથી હું મુક્ત થઈ રહ્યો છું અને તેથી એક પ્રકારની હળવાશ અનુભવી રહ્યો છું. બીજું કારણ ન્યાયપૂર્ણ ટીકા જેનું ભાષાંતર થવું દુઃશક્ય છતાં તેનું ભાષાંતર સુશક્ય બનીને હિન્દી ભાષાંતર સાથે આ કૃતિ પ્રચંટ થઈ રહી છે. સામાન્ય માન્યતા એવી છે કે તાનિયાયિ, કઠોર સ્વભાવવાળા હોય છે, કેમ કે તર્ક દલીલે, કે પદાર્થજ્ઞાનમાં કંઈ આનંદ નથી આવતા. તે ભેજાનું દહીં કરે તેવી બાબત છે, એટલે યાયિકે જલદી સાહિત્યકાર બનતા નથી, સાહિત્યકાર તે જ બની શકે કે જેના હૃદયમાં મૃદુતા-કોમલતા કે સરસતાનું પ્રમાણ વધુ હોય. એમ છતાં “વઝા હોfજ કૃમિ ન”િ ની કાલિદાસક્તિને ભજનારા આ મહર્ષિએ જરૂર પડે ત્યારે વેજથી પણ વધુ કઠોર-કડક થઈ શકે છે ને અવસરે ફુલ કરતાં યે વધુ સુકમલ હૃદયને અનુભવ કરાવે છે. વળી એમ પણ વિકતવાયકા છે કે શ્રેષ્ઠવિાને કાવ્યસાહિત્યના ક્ષેત્રને હીણું સમજે છે અને કહે છે કે પંડિત ન થઈ શકે તેવા લેકે 'કાવ્ય-કવિતાઓમાં ઝુકાવે છે. પરંતુ ઉપાધ્યાયજી માટે આ ઉક્તિ નિષ્ફળ પુરવાર થઈ અને એમણે ભારતીય સાહિત્યનિધિની એક ખ્યાતનામ કૃતિ ઉપર પિતાની કલમ ચલાવી પોતાની સર્વાગી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં. અને એ દ્વારા જેને સાહિત્ય અને જેન શ્રીસંઘને ખરેખર ! ગૌરવ બક્યું છે. જ્ઞાન-વિજ્ઞાનની અનેક શાખાઓને પુપિત–પલ્લવિત કરવાની અદમ્ય ધગશ ધરાવનાર, પરોપકાર રસિક ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી જેવા બહુશ્રુત અને બહુમુખી વિદ્વાને કાવ્ય જેવા વિષયને પણ છોડ્યો નહિ અને આ રીતે જૈન શ્રીસંઘને ખરેખર ગૌરવ બક્યું છે. એક જ વ્યક્તિએ જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખા ઉપર એટલું વિપુલ અને વિસ્તૃત સાહિત્યનું સર્જન કર્યું છે કે જેનું મૂલ્યાંકન કરવું અતિ કિલષ્ટ છે. ૧. આ માટે એક ઉક્તિ પણ પ્રસિદ્ધ છે કે--સાપુ અા જવા મવતિ | શાસ્ત્ર ન ભણી શકે તે કવિ થાય છે. પણ ઉપાધ્યાયજી માટે આ ઉક્તિ ઘટમાન ન હતી.
SR No.034217
Book TitleKavya Prakash Dwitya Trutiya Ullas
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy