SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યપ્રકાશ એક ગ્રન્થમણિ : કાવ્યપ્રકાશ (અપરનામ-સાહિત્યસત્ર) કાવ્યશાસ્ત્રની શ્રેણિમાં ‘ગ્રંથમણિ ગણાય છે. આ ગ્રન્થની રચના એટલી બધી અર્થગંભીર અને ઉંડા રહસ્યથી પૂર્ણ છે એને જ મેળવવા સમયે સમયે થયેલા અનેક વિદ્વાનોએ વિવિધ ટીકાઓ દ્વારા એની અર્થપૂર્ણતાને, તેમજ એની મહત્વપૂર્ણ વિલક્ષણ ખૂબીઓના ઉંડાણને માપવા અથાગ પ્રયત્નો કર્યા છે. આના ૫૨ રચવામાં આવેલી ૭૦થી વધુ ટીકાઓ એનો પ્રબળ પુરાવો છે. આટલા બધા વિવરણ-ટીકાઓ રચાયાં હોવા છતાં, આ વિષયના પારંગત વિદ્વાનોને મન, હજ પણ આ ગ્રંથ દુર્ગમ જ રહ્યો છે. અને એથી જ સમયે સમયે કોઈને કોઈ વિદ્વાનને કાવ્યપ્રકાશનું ખેતર ખેડવાનું મન લલચાયા વિના રહેતું નથી, આ ગ્રંથ ઉપર માત્ર સંસ્કૃતમાં જ ટીકાઓ છે એવું પણ નથી. વિવિધ પ્રદેશોની વિવિધ ભાષાઓમાં પણ આના ભાષાંતર થયાં છે અને થઈ રહ્યાં છે. કાવ્ય પ્રકાશની સર્વમાન્ય વિશિષ્ટતાઓ : કાવ્યપ્રકાશનું આ સાર્વભૌમ મહત્વ તેની વિશિષ્ટતાઓના કારણે સ્વયં પ્રફુટિત થયું છે. તેની વિશેષતાઓ શું છે, તેનું આ દિગદર્શન કરાવવું હોય તે આ રીતે કરાવી શકાય ૧. કાવ્ય સંબંધી આ પ્રાચીનકાળથી ચાલી આવતી માન્યતાઓનું મજબૂત પણે કરેલું વિશ્લેષણ ૨. પિતાના સમય સુધી નિશ્ચિત થએલા વિષયોનું તેમણે સુમરીતે કરેલું નિરીક્ષણ અને પરીક્ષણ. ૩. ખ્યાતનામ આનંદવર્ધન પ્રસ્થાપિત ત્રીજી શબ્દશક્તિ વ્યંજનાનું સમર્થન કરવા સાથે ધ્વનિની કરેલી પ્રતિષ્ઠા, વનિ સિદ્ધાન્તના વિરોધી એવા વૈયાકરણીઓ, સાહિત્યકાર, વેદાન્તીએ, મીમાંસક અને નૈયાયિકાએ ઉઠાવેલી આપત્તિઓનું પ્રબલ યુક્તિ દ્વારા ખંડન. ૪. વૈયાકરણ ગા, યાસ્ક, પાણિની વગેરે આચાર્ય દ્વારા પ્રતિપાદિત ૩૪માનાં લક્ષણો અને અલ. કારશાસ્ત્રનાં કેટલાક નિયમનું વ્યવસ્થિત વ્યવસ્થાપન. ૫. ભરતમુનિથી ભેજ સુધીના લગભગ ૧૨૦૦ વર્ષના સમય દરમિયાન ચર્ચાએલા અલંકાર શાસ્ત્રના વ્યાપક વિષયો ઉપર સ્વતંત્ર મન્થન કરી નવનીતની જેમ આપેલું સારભૂત વિવેચન, અલંકારનું યથાર્થ મૂલ્યાંકન, કાવ્યનું લક્ષણ, શબ્દશક્તિઓ, ધ્વનિરસસૂત્રગત અને નિષ્ઠ, દેષ, ગુણ, રીતિ અને અલંકારોનું કરેલું યથાર્થ મૂલ્યાંકન. ૧. કાવ્યાચા-ભામહ, દરડી, ઉદ્ભટ, વામન, સ્ટંટ વગેરે વિદ્વાનોએ જે કાવ્યશાસ્ત્ર વિષયક ગ્રંથ રરમાં તે બધાંય પદ્યમાં રચ્યાં છે, છતાં તેમને “સૂત્ર'ની સંજ્ઞા અપાઈ છે, પણ મમ્મટે નવી રાહ સ્વીકારીને ગંભીરાર્થકકારિકા અને વૃત્તિમાં સૂત્ર પદ્ધતિએ જ ગ્રન્થ રચના કરી છે, તેથી 'જ આ ગ્રન્થને સૂત્ર કહેવાય છે. તેમજ કાવ્યપ્રકાશના કેટલાય ટીકાકારોએ આ ગ્રન્થ માટે “સ શબ્દ પ્રયોગ પણ કર્યો છે. ૨. મ. મ. ગોકુલનાથ ઉપાધ્યાયે લખ્યું છે કે– मन्थानमन्दरगिरिभ्रमणप्रयत्नाद् रत्नानि कानि चनकेन चित्तानि । नन्वस्ति साम्प्रतमपारपययोधिपूर गर्भावरस्थगितऐषगणोऽमणीनाम् ॥ -ફા. પ્ર. ટીકા,
SR No.034217
Book TitleKavya Prakash Dwitya Trutiya Ullas
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy