SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૨ સઝાયાદિ સંગ્રહ જગમાં જય થયો જેહને રે, અવિચલ શીયલ સન્નાહ રે , કહે જિનહર્ષ સીતા તણું રે , પ્રણમી જે નિત્ય પાય રે.... , , ૯ [૨૫૦૪] આવું નહેતું જાણ્યું રે મારા મનમાં મારા નાથે તજી મને પલમાં મને કહી સંભળાવે વાત હજુ ઘેર અંધારી છે રાત આ શું ઓચિંતે થયે ઉત્પાત. આવું ૧ મને કહી સંભળાવે મારા વર મારા મનમાં રહેતી નથી ધીર કેમ કાળા ઓઢાડયા ચીર. , 'ર કાળા રથને કેમ કાળા તરંગ ચાલ્યા એકલા માહરી સંગ આ રંગમાં કોણે પાડો ભંગ... ૩ નથી પાપ કર્યા મેં મારે હાથે રઘુવીર નાથ મારી સાથે કેમ તજી દીધી મારા નાથે , નથી ધર્મ કદી મારો હારી નથી સોબત કીધી નઠારી કેમ રામે કાઢી ઘર બારી. ૫ નથી પરબ પાણુની ફોડી નથી પાપને પગલે દેડી, કેમ રામે મને તરછોડી , ૬ નથી ઉઘાડા મેલ્યા મેં વાળ નથી ચઢાવી કાઈને મેં આળ નથી દીધી મેં કોઈને ગાળ... એ જ નથી અભ્યાગતને પાછો વાળે નથી આત્મા કાઈને દૂભવ્યા કેમ રામે કર્યો મને ટાળો , ૮ નથી વાટમાં કેઈને મેં વગોવ્યાં નથી વાટમાં લુગડાં ધેયાં નથી બૂરી દષ્ટિએ મેં જોયાં... ૯ મારૂં જમણું ફરકે છે અંગ નથી બેઠી હું કેઈને સંગ આ તે શો થયે રંગમાં ભંગ. ૧૦ મારે આડે ઉતર્યો છે નાગ મારે માથે ઉતર્યો છે કાગ મા અંતર દાઝે છે અથાગ , ૧૧ મને સુર્ય લાગે છે ગ્ર મને દિવસ લાગે છે અટારો હવે રથને અહિં ભાવો , ૧૨ વન છે અઘોરી ઝાડી ત્યાં શબ્દ ભયંકર થાય આવી અટવીમાં કેમ રહેવાય. - ૧૩
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy