SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય માલ-સામગ્રીઓનો ખોટી રીતે વધુ ઉપયોગ કરવામાં આવે છે. મેડિકેર યોજના હેઠળ જે સ્ટોર દવાઓ આપે છે. તેઓ સરકારને મોકલાવાતા બિલોમાં ગોટાળા કરે છે. બિઝનેસ કરનારાઓ ઇન્કમટેક્સમાં સારી એવી ચોરી કરે છે. વસ્તુ ખરીદીને રિટર્ન કરી શકાતી હોવાથી મોંઘો સૂટ ખરીદીને પ્રસંગ પતાવીને પાછો આપી દેવો કે કૅમેરાનો ઉપયોગ કરીને પાછો પધરાવી દેવો, અલબત્ત પૂરેપૂરી કિંમત પાછી લઈને, એવી ઘણી સિસ્ટમ્સ (!) ત્યાંનાં ઘણાં લોકોએ અપનાવી છે. સેનેટ હાઉસના તબક્કે જ્યાં મિલિયન્સ અને મિલિયન્સના શસ્ત્રાસ્ત્રોની વાત હોય, ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગજબ મોટા સ્કેન્ડલ્સ થતાં હોય છે. Froad અને અમેરિકા ભારતની સરખામણીમાં અમેરિકાની ધરતી વધુ લપસણી છે. અહીં જાત જાતના છટકાઓ જાત જાતના માધ્યમે તમારા માટે તૈયાર છે. અહીં તમારા સરનામે પોસ્ટમાં બે ચેક આવે છે. એના પર સાઇન કરીને તમે હજાર/૩ હજાર/૫ હજાર ડૉલરનો વ્યવહાર કરી શકો. પણ જેવો એ ચેક બૅન્કમાં જાય એટલે તમારા ઉપર ઊંચા વ્યાજ દરની લોન લાગુ થઈ જાય. અહીં એવા પત્રો આવે છે તમે વિજેતા છો. તમને ફલાણી હોટલ કે રિસોર્ટમાં બે-ચાર દિવસ ફ્રી રહેવા મળશે. તમે ભૂલેચૂકે રાજીના રેડ થઈને ત્યાં પહોંચી ગયા તો ત્યાં તમને વિવિધ રીતે નવડાવવા માટે એમણે વિવિધ પ્રકારના ફુવારા તૈયાર રાખ્યા હોય છે. વીમા કંપનીના અને ફોન કંપનીના એજન્ટો લોકોને ફસાવવા માટે ફોન દ્વારા સંપર્ક કરતાં હોય, ખોટા ઇનામોના પ્રલોભનોની કતાર લાગી હોય, અવનવા ક્રેડિટ કાર્ડોના ફૉર્મ્સ પોસ્ટ દ્વારા આવી આવીને તમને આકર્ષતા હોય... Beware of America. ૨૪ અમેરિકામાં છેતરપિંડીનું એક સરસ માધ્યમ છે વળતર. કૉફીના કપથી માંડીને મોઢાના દાંત સુધીનું જે કાંઈ પણ તૂટે, તેના માટે અહીં વળતરનો દાવો કરવામાં આવે છે. તમારી બેકાળજીથી કે સાબિત કરેલી અમેરિકા જતાં પહેલાં ૨૭ =
SR No.034123
Book TitleAmerica Jata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy