SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બેકાળજીથી જેને જેટલું નુકસાન થાય તેનું વળતર તમારે આપવું પડે. વાહનઅકસ્માત જેવા કિસ્સામાં જો “વળતર’નો ગાળિયો તમારા ગળે આવે, તો મિલકતો વેચવાનો અવસર આવી શકે. ભારતમાં ખૂબ જ બેઇમાની છે. અહીંના લોકો ધુતારા છે, અમેરિકાના લોકો ખૂબ જ પ્રામાણિક છે,” આવું બધું તે લોકો જ બોલતાં હોય છે. જેમણે અમેરિકાને ઉપરછલું જ જોયું હોય છે. ઉપરછલ્લી દૃષ્ટિએ ત્યાંના લોકો શિષ્ટ અને મળતાવડાં લાગે છે, સભ્ય અને પ્રામાણિક લાગે છે, પણ તેમની કપટવૃત્તિ અને દગાબાજીનો અનુભવ થાય ત્યારે ભલભલો માણસ છક્કડ ખાઈ જાય છે. (૨૫) Credit Cards અને અમેરિકા અમેરિકામાં દર થોડા દિવસે ટપાલમાં નવા ક્રેડિટ કાર્ડના કાગળો આવતાં હોય છે. તેમાં લખ્યું હોય છે : “અભિનંદન, તમે અમારા ક્રેડિટ કાર્ડ માટેના સારા કંફ્યુમર સાબિત થયા છો, એટલે પ્રી-એપ્રુડ ક્રેડિટ કાર્ડનું ફૉર્મ તમને મોકલાવ્યું છે. આમાં સાઈન કરી પાછું મોકલાવો એટલે તરત જ તમને ક્રેડિટ કાર્ડ મોકલાવી આપશું. તમને ૩૦૦૦ ડૉલર સુધીની લિમિટ છે.” શાણો માણસ હોય એ તરત જ આવા કાગળોના ટુકડા કરીને કચરા ટોપલીમાં નાંખી દે છે. આના કારણો સમજવા જેવા છે. શૉપિંગ કરીને જે ડૉલર ચૂકવે છે, તેને બરાબર ખ્યાલ આવે છે કે આટલા ડૉલર વપરાયા, ક્રેડિટ કાર્ડ એવું શીખવાડે છે કે “હમણાં તો શોપિંગ કરો, હમણાં ક્યાં ડૉલર આપવાના છે? એ તો પાછળથી જોયું જશે.” આ રીતે ક્રેડિટ કાર્ડ્સના રવાડે ચડીને લાખો અમેરિકનોએ ભારે નુકસાનનો સોદો કર્યો છે. માણસે બેન્કમાં રકમ રાખી હોય, તેના પર તેને ૩% થી ૫% જ વ્યાજ મળે છે. જ્યારે ક્રેડિટ કાર્ડના વપરાશથી તેના પર જે દેવું થાય છે, તેના પર તેને ૧૩% અમેરિકા જતાં પહેલાં
SR No.034123
Book TitleAmerica Jata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy