SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કીન-કલર એ લાયકાતનું માપદંડ નથી. આમ છતાં અમેરિકામાં આડકતરી રીતે એ લાયકાતનું માપદંડ બની ગયું છે. આ સ્થિતિમાં અવ્યવસ્થા અને અન્યાય આ બંને સહજ બની જાય છે. આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. માપદંડની બાબતમાં જોઈએ તો અમેરિકનો કરતાં ભારતીયો લાખ દરજ્જ સારાં છે. અમેરિકાની પ્રામાણિકતા ઉપર નજર કરશું તો આ વાત સારી રીતે સમજાઈ જશે. ૨૩) Honesty અને અમેરિકા અમેરિકનો સાથેના વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી પડે, નહીં તો તમે છેતરાઈ જ જાવ. એ લોકો તમારી નાની સરખી ભૂલ શોધીને તમને ચૂકવવાની રકમ આપવાનું ટાળી દે. અમેરિકામાં દૂધ-શાકથી માંડીને માલમિલકત સુધીની વસ્તુઓમાં જુદા જુદા વિસ્તારોમાં જુદો જુદો ભાવ જોવા મળે. એક જ વિસ્તારમાં પણ જુદા જુદા સ્ટોરે જુદો જુદો ભાવ હોય. એક જ કંપનીની વસ્તુમાં પણ જુદા જુદા વેપારીએ ભાવોના મોટા ફેરફારો હોય. ત્યાં વીમાની જુદી જુદી કંપનીઓ હોય છે. તેમાં પ્રિમિયમની રકમ જુદી જુદી હોય છે. એક જ કંપનીના પણ જુદા જુદા એજન્ટે જુદી જુદી રકમ હોય છે. તેમાંય ફક્ત નીચા દર જઈને કંપની પસંદ કરી હોય ને એ કંપની ફડચામાં જાય, તો વીમા પૉલિસી તો નકામી થઈ જ જાય, ભરેલી રકમ પણ જાય. ત્યાં શેરબજારમાં પણ કોઈ નિયત ધોરણ નહીં. દલાલ દીઠ અલગ અલગ દલાલી હોય. દલાલી દર નીચો લાગે, પણ સાથે સાથે બીજા પણ આંકડા નીકળતા જાય જેને છૂપા-ખર્ચા કહેવાય. સરવાળે તમારે પસ્તાવું પડે. અહીં કોઈ પણ ડીલ કરતાં પહેલા પૂરી ચોખવટ કરવી પડે, બધું લેખિત લેવું પડે. અહીં તમે સતત સતર્ક ન રહો, જાગૃત અને ચકોર ન રહો તો કોઈ તમને બરાબર નવડાવી જાય. અહીં પોલીસ-ખાતામાં પણ ભ્રષ્ટાચાર છે. હૉસ્પિટલોમાં દવાઓ અને અમેરિકા જતાં પહેલાં
SR No.034123
Book TitleAmerica Jata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy