________________
૮૨
લવ યુ ડોટર
પછી પાંચ કલાક તડાફડી કરી શકાતી હોય. એ પ્રણામ નથી.
‘પ્રણામ’ તો કહે છે કે આપ મારા માટે હંમેશા સમ્માનનીય છો. ‘પ્રણામ’ તો કહે છે કે આપ મારા કરતાં વધુ જ્ઞાની છો.
‘પ્રણામ’ તો કહે છે કે આપનું વચન મારા માટે આદરણીય છે. બેટા,
જ્યાં જુદાં જુદાં મંતવ્યો હોય.
ત્યાં સુખ-શાંતિ પામવા માટે એક જ શરત છે,
કે કોઈ એકના મંતવ્યને માન આપવામાં આવે,
હવે પ્રશ્ન એ છે
કે કોના મંતવ્યને માન આપવું ?
કોણ ખરા અર્થમાં પ્રણામ કરે ?
ઔચિત્ય, સત્ય અને નીતિની દૃષ્ટિએ વિચારીશ,
તો જવાબ ખૂબ જ સહેલો છે.
You will find my daughter.
દુનિયાભરનું The art of living,
દુનિયાભરનું Life science
આપણી સંસ્કૃતિમાં પહેલાથી જ હાજર છે.
ફરક એટલો છે,
કે દુનિયાની દૃષ્ટિ માત્ર તાત્કાલિક લાભ અને સ્વાર્થ પર છે,
આપણી સંસ્કૃતિ એ જ કળાને
ઔચિત્ય અને કૃતજ્ઞતાની લાગણીઓથી
પ્રાકૃતિક અને જીવંત બનાવે છે.
બેટા, મુંબઈ – બોરીવલીમાં એક સોસાયટી છે - પુષ્પા પાર્ક. એમાં એક પરિવાર રહે છે.
માતા-પિતા છે, ૪૦-૪૨ વર્ષના બે પુત્ર છે,