________________
MODESTY
પુત્રવધૂઓ છે, પૌત્રો છે. આ પરિવારમાં એક વિશેષતા છે. માતા-પિતા કરતાં કોઈ ઊંચે તો ન જ બેસે. એમની equal-levelમાં પણ કોઈ ન બેસે. પિતાજી બહારથી ઘરે આવે
એટલે બંને ભાઈઓ સોફા પરથી ઊભા થઈ જાય. પિતાજી સોફા પર બેસે અને બંને ભાઈઓ નીચે જમીન પર બેસી જાય. પછી તો પુત્રવધૂઓ, પૌત્રો બધાં જ જમીન પર. મારી વ્હાલી, I don't expect you to do so. I am just showing you the modesty. New generation will ask. 'What's the need to do so ?' Well, Very nice question. My dear, એક માં એના બાળકને છાતી સરસું ચાંપે એમાં શું જરૂર’ હોય છે ? એક પ્રેમી એની પ્રેમિકાને સ્નેહથી ચૂમી ભરે એમાં શું ‘જરૂર’ હોય છે ? લાગણીને ‘જરૂર’ના ગણિત આવડતાં જ નથી. ચોક્કસ વ્યક્તિ પ્રત્યે તમારી ચોક્કસ લાગણીઓ હોય છે. અને એ લાગણીઓની ચોક્કસ અભિવ્યક્તિ હોય છે. વડીલોએ આપણા પર જે ઉપકારો કર્યા, એનાથી આપણા હૃદયમાં જે કૃતજ્ઞતાની સંવેદનાઓ જન્મી એની આ બધી સહજ અભિવ્યક્તિ છે. એક અજાણી વ્યક્તિ સાથે કે જેના આપણા પર કોઈ જ ઉપકાર નથી,