________________
MODESTY
મનુસ્મૃતિમાં વિનયના ચાર ફળ બતાવ્યા છે.
अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः ।
चत्वारि तस्य वर्द्धन्ते आयुर्विद्या यशो बलम् ॥ २-१२१ ॥
જેનો સ્વભાવ નમ્ર છે
અને જે હંમેશા વડીલોનો વિનય કરે છે
તેનું આયુષ્ય વધે છે. જ્ઞાન વધે છે,
યશ વધે છે અને બળ વધે છે.
બેટા,
જ્યારે વાવાઝોડું આવે ને,
ત્યારે એક વિલક્ષણ ઘટના બને છે.
મોટા-મોટા મજબૂત વૃક્ષો તૂટી જાય છે. ને નાના નાના કૂમળા છોડો બચી જાય છે.
Do you know why ?
કારણ કે મોટા વૃક્ષો અક્કડ રહે છે.
અને નાના છોડો નમી જાય છે.
મારી વ્હાલી,
I tell you one top secret. અક્કડતા એ મૂર્ખતા છે. જડતા છે.
અક્કડતાથી માણસને જે અપેક્ષિત હોય છે.
એ ખરેખર તો નમ્રતાથી જ મળી શકે છે.
કેવી સરસ છે આપણી પરંપરા !!!
રોજ સવારે ઘરના વડીલોને પ્રણામ કરવાની પદ્ધતિ...
પ્રણામ એટલે શું ?
સમર્પણની અભિવ્યક્તિ.
પાંચ સેકન્ડ માટે ઝૂકીને
૮૧