SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ # CS રેહત ધ્યાન | આપણી ઉપાસનાને, દિવ્ય પ્રબળ સામર્થ્યવાન બનાવવા માટે મહાપુરુષોએ સમવસરણ–અતિશય આદિ ભવ્યા તિભવ્ય ભાવનાઓ આપણને આપી છે. વિચારેના-વાદના ઝંઝાવાતમાં આની બાહ્યર્થતા વિશે શંકા જાગે તે આપણે એને બાહ્યર્થ કરતાં યે ખૂબ જ વધારે પરમાર્થ રૂપે પરમ પરમાર્થ રૂપે માનીએ, એ ઈચ્છવાયેગ્ય છે. એટલે. આપણું માટે તો આ પદાર્થો માત્ર સત્ છે. આપણને તે વિજ્ઞાનવાદ પણ નયવાદ હોવાથી માન્ય છે. જ્યારે એ એકાંત ઉપર જાય કે “વિજ્ઞાન જ છે, બાહ્ય પદાર્થ છે જ નહીં ત્યારે દુર્નય બને છે. એવા પણ વિચારે અસ્તિત્વ ધરાવે છે કે વિજ્ઞાન જ ભિન્ન ભિન્ન આકારો વિલસે છે. એ વિજ્ઞાનની સ્થૂલ અવસ્થા જેને લેકે જડ પદાર્થ કહે છે. વિજ્ઞાનમાંથી જ જડ પદાર્થ ઉત્પન્ન થાય છે. (પહેલાં મનમાં કે એક પદાર્થ આવિર્ભાવ. પામે છે, પછી કાલાંતરે તે જડ પદાર્થ રૂપે બાહ્ય પદાર્થ રૂપે જગતમાં દષ્ટિગોચર થાય છે) આવા આવા વિવિધ એકાંતવાદે વિજ્ઞાન વિશે. અસ્તિત્વ ધરાવે છે. તે સામે આપણે વિરોધ છે. બાકી તે વિજ્ઞાનવાદ, આપણને પણ માન્ય થાય તેવો છે. Ideal Reality. આ રીત. ખરેખર આપણને સાધનામાં પ્રગતિમાં-ઉન્નતિમાં ઘણી ઉપયોગી છે– આવશ્યક છે. ચેતનાના આકાર દ્વારા આપણી ચેતનાને આપણે સુધારવાની છે. ચેતનાની પરમ શુદ્ધ દશા તે જ પરમાત્મા. આગમથી ભાવ નિક્ષેપ-ઉપગસ્વરૂપ જે છે તે જ Ideal Reality જાણવાની છે. સ્પષ્ટતા એટલી જ છે કે External objecને આપણે સત માનવા ટેવાયેલા છીએ. એટલે ભૂત-ભાવિ પદાર્થોને આપણને ઉપગ આવે છે ત્યારે ઉપગ તે હેય છે, પણ ઉપગના વિષયને અસત માનીને ચાલીએ છીએ. કારણ કે તે વખતે External object હેતું નથી. દેશ-કાલના જ વિચારમાં બંધાયેલું આપણું માનસા. Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy