SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મુ (૩૧) જ્ઞાતીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ, અને અનિત્ય કહ્યા છે. આ વિશેષણા લગાડવા પહેલાં એમણે સંસાર સબંધી સંપૂર્ણ વિચાર કરેલા જણાય છે. અનંત ભવતુ પટન, અનતકાળનું અજ્ઞાન, અનંતજીવનનેા વ્યાધાત, એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભસ્યા કરે છે. આત્માને ઈંદ્રવારણા અન તમરણ, અન ંતશાક જેવી સુંદર દેખાતી સોંસારમાહિતીએ તટસ્થ લીન કરી નાખ્યા છે. એ જેવું સુખ આત્માતે કયાંય ભાસતું નથી. મેહથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. જેમ પતંગને દીપક પ્રત્યે મેાહુ છે, તેમ આત્માના સંસાર સ ંબધે મેહ છે. જ્ઞાનીએ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. એ સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેર વિના રહી નથી. એક ભૂડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે; એટલે ચક્રવર્તીને સંસારસંબંધમાં જેટલા મેાહ છે; તેટલેા જ બલકે તેથી વિશેષ ભૂડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભાગવે છે. ભૂડતે એમાંનુ કશુ એ ભાગવવુ : પડતું નથી. અધિકાર કરતાં ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીના પેાતાની પત્નિપ્રત્યે જેટલે પ્રેમ છે; તેટલેાજ બલકે તેથી વિશેષ ભૂંડને પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યા છે. ચક્રવર્તી ભાગથી જેટલેા રસ લે છે, તેટલા જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીના વૈભવની જેટલી બહેાળતા છે; તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે જોતાં ક્ષણિકતાથી, રાગથી, જરાથી બન્ને ગ્રાહીત છે. દ્રવ્યે ચક્રવર્તી સમથ છે, મહા પુણ્યશાળી છે, મુખ્યપણે સાતાવેદનીય ભાગવે છે, અને ભૂડ બિચાર અસાતાવેદનીય ભાઞવી રહ્યું છે. બન્નેને અસાતા સાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે; પણ જો એ જીવન પર્યંત મેહાંધ રહ્યા તે સઘળી બાજી હારી જવા જેવુ કરે છે. ભૂંડને પણુ તેમજ છે. ચક્રવર્તી શલાકા પુરૂષ હાવાથી ભૂંડથી એ રૂપે એની તુલના થતી જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભગવવામાં પણ બન્ને તુચ્છ છે; બન્નેનાં શરીર પરૂ, માંસાદિકના છે; અસાતાથી પરાધીન છે. સ'સારની આ ઉત્તમાત્તમ પદવી આવી રહી. ત્યાં જ્યારે આવું દુઃખ, આવી ક્ષણિકતા, આવી તુચ્છતા, આવુ અધપણુ આદિ રહ્યાં છે, તે પછી ખીજે સુખ શા માટે ગણવુ જોઇએ? એ સુખ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy