SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) દાદાશ્રી : અને તે દહાડે કોઈ પુરુષ (પોતાની પત્ની સાથે) એક પથારીમાં સૂવે નહીં. તે દહાડે તો એક કહેવત હતી કે જે પુરુષ સ્ત્રી સાથે સૂઈ જાય આખી રાત્રિ, એ સ્ત્રી થઈ જાય. એના સ્ત્રી પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કોણ જાણે કો'ક અક્કલવાળાએ શોધખોળ કરી, તે ડબલ બેડ વેચાયા જ કરે. ૧૮ અમારા વખતમાં જમાનો સાવ રસ્ટિક (ગામઠી) હતો. કહેવાય રસ્ટિક પણ પાછા રૂપાળા બમ જેવા. કપડું પહેરવાનું હોય નહીં નવ-દસ વર્ષ સુધી, પણ આમ રૂપાળા, મોઢું જોયું હોય તો. અને આજના છોકરાં એવા રૂપાળા મેં જોયા નથી. આજના છોકરાં રૂપાળા છે જ ક્યાં તે ? એ વખતમાં ગામતી બધી છોકરીઓ બેત તરીકે આ આજના છોકરાં કરતા અમારા વખતમાં ગુણ કયો સારો હતો કુદરતી રીતે કે અઢાર વર્ષના થાય તોય ગામની છોકરી ઉપર દૃષ્ટિ બગડે નહીં, એ ગુણ અમારામાં હતો. છોકરીઓ સામે દૃષ્ટિ નહોતા કરતા. છોકરીઓ જોડે ૨મે પણ બીજો વિચાર નહીં, એનું કારણ શું? દસ-અગિયાર વર્ષ સુધી તો દિગંબર ફરતા. એટલે ભાન જ નહોતું આ દિશામાં. દિગંબર એટલે સમજ્યા ? પ્રશ્નકર્તા : હા, હા, ખ્યાલ આવી ગયો. દાદાશ્રી : તે પછી અમને બીજા લોકો છે તે કહે કે ભઈ, ગામની છોકરીઓ બેન કહેવાય. બેન એટલે તો મોટામાં મોટું એ સંબંધની સમજ. અને અત્યારના છોકરાંઓ તો બેનને સ્ત્રી કરી નાખે, વાર ના લાગે. અમે ચૌદ-પંદર વર્ષના થયા ને, ત્યાં સુધી છોકરીઓને જોઈએ ને, તો બેન કહીએ. પછી ગમે તે, બહુ છેટેની હોય તોયે. એ હૈ (દેવ) જાણે શું વાતાવરણ એવું હોય, ગમે તે. ધન્ય છે એ ભદ્રિક વિચારોવાળી પ્રજાને ! હવે તે દહાડે કળિયુગની દષ્ટ ખરાબ નહોતી. ખરાબ વિચાર જ
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy