SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] નિર્દોષ ગ્રામ્યજીવન ૧૭ વખતમાં તો એવું હતું કે લાંબું ખમીસ પહેરાવી દેને એટલે ચડ્ડી પહેરવાની જરૂર નહીં. દાદાશ્રી : પણ એ છોકરાં જ એવા હતા, ઘરે આવીને કાઢી નાખે કપડાં બધા. મૂઆ, જાણે ગરમી લાગતી હોય ! અને તે ઘડીએ મા કહેય ખરી, “રડ્યા દિગંબર, લૂગડું પહેર.” તે ત્યારથી સાંભળેલું. તે દિગંબર બોલતા ના આવડે એટલે પાછું દેગંબર જેવો છું, દેગંબર જેવો છું, એવું કહે. ' કહ્યું, ‘આ દિગંબર શું હશે ?” સાંભળ્યું એટલે વિચાર આવે કે દિગંબર શું હશે ? દિગંબરનો અર્થ શું ? દિશાઓ રૂપી લૂગડાં. બે શબ્દ ભેગા થયેલા છે, “દિક-અંબર.” દિક એટલે દિશામાંથી દિક થયેલું. અંબર એટલે વસ્ત્ર. દિશાઓ જેના વસ્ત્રો છે એવા દિગંબરી. દિગંબર એટલે ભાત જ નહીં વિષયનું પ્રશ્નકર્તા: અત્યારે તો નાની ઉંમરથી જ કપડાં પહેરાવાની પ્રથા છે. દાદાશ્રી : કપડાં પહેરે ને, એટલે ભાનમાં આવે માણસ. આજ તો વર્ષ દહાડાનું છોકરું હોય તોય કપડાં પહેરાવે છે. એટલે ભાન આવી ગયું. પેલા કપડાં જ ના પહેરાવે ને, તો ભાન જ ક્યાં હોય ? એટલે વિષયનો વિચાર જ ન આવે. એટલે ભાંજગડ નહીં. એ એડવાન્સ જાગૃતિ જ નહીં વિષયની. પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એવું ને ? દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહીં, મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ન જાણતું હોય કે મારા મા-બાપને આવો કંઈ સંબંધ છે ! એટલી બધી સુંદર સિક્રેસી. અને એવું હોય તે દહાડે છોકરાં બીજી રૂમમાં સૂતા હોય. એ મા-બાપના સંસ્કાર ! અત્યારે તો એણે બેડરૂમ ને પણે બેડરૂમ. માને એક બાજુ છોકરો થાય અને વહુનેય છોકરો થાય. જમાનો બદલાયો ને ! બેડરૂમ, ડબલ બેડ હોય છે ને ? પ્રશ્નકર્તા : હા, ડબલ બેડ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy