SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] નિર્દોષ ગ્રામ્યજીવન ૧૯ નહીં કોઈ, કેવી સુંદરતા ! વિષય સંબંધી વિચાર જ નહીં કોઈ જાતનો. એટલે ભોળા બિચારા, ભદ્રિક લાગે. એટલે એ સમયમાં ભાદરણ ગામની કોઈ છોકરી સામે કોઈએ ખરાબ દૃષ્ટિ કરી હોય એવું મારા સાંભળવામાં નથી આવ્યું. ત્યારે ધન્ય છે ને આ પ્રજાને ! પ્રશ્નકર્તા : દાદા, આપણા છ ગામમાં મૂળથી રિવાજ છે ને કે એક બાપની બધી પ્રજાને ? દાદાશ્રી : હા, એક બાપની પ્રજા. પ્રશ્નકર્તા એ આપણા ગામમાં હતું એટલે જ કંઈ ખાનદાની રહી ગયેલી જે કંઈ, એ આધારે જ રહી છે. છ ગામમાં એ રહ્યું છે, એનું કારણ એ છે. દાદાશ્રી : સહેજેય, એકેય કોઈ છોકરીનું નામ લે નહીં. પ્રશ્નકર્તા : કારણ કે એ પહેલેથી, મૂળથી રિવાજને કે ગામમાં આપણે પરણવાનું નહીં, અને એક જ બાપની પ્રજા. એટલે ગામની છોકરીઓ ઉપર દૃષ્ટિ કરાય જ નહીં. દાદાશ્રી : પૈણવાની વાત તો કેવી, વિચારેય ના કરાય, દૃષ્ટિ જ ના થાય અને બેન જ. પ્રશ્નકર્તા : બેન જ, એ જ વિચારને, એટલો બધો પાકો વિચાર એટલે એમાં કંઈ અડે જ નહીં ને ! દાદાશ્રી : તો પછી નાગા ફરીએ એટલે તેનો ગુણાકાર અને આ બેન જુએ છે તેનો ગુણાકાર કરે તો કેવો આ કહેવાય ? નાગા ફર્યા એ તરીકે રસ્ટિક કહેવાય, પણ બેન તરીકે જાણી તે? પ્રશ્નકર્તા: હા, તો એની જમા બાજુ મોટી થઈ ગઈ છે, દાદા. દાદાશ્રી : પ્રમાણ મૂકવું પડે ને ! નહિતર તો કેવું પ્રમાણ લાગે ? પ્રશ્નકર્તા : તે વખતની સમજશક્તિનો આધાર છે.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy