SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬૪) દોમાદષ્ટિને સાર શુશ્રુષા નામને ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ શુશ્રષા યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બેજલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુ દવા જેવું–ફેગટ છે કદાચ શ્રવણ ન થાય તેપણ આ શુશ્રષાના પ્રભાવે શુભભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે,–જે ઉત્તમ બોધનું કારણ થાય છે. તેમજ ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહી ત્યાગ હોય છે એટલે મેંગસંબંધી અક્ષેપ હોય છે, અને તે ગઉપાયનું કૌશલ હોય છે. અત્રે યોગી ધર્મના ઉપકરણરૂપ સાધનમાં મૂચ્છના ધરાવી સાધનોને બંધને બનાવતો નથી, પણ સદા પાપથી ભાગતે રહી મહાદયવંત અવિરતને પામે છે. ૪. દીપ્રાદષ્ટિને સાર ચથી દીમા દષ્યિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોધપ્રકાશ હોય છે, વેગનું ચાથું અંગ પ્રાણાયામ (ભાવપ્રાણાયામ) પ્રાપ્ત થાય છે, ઉત્થાન નામના ચેથા ચિત્તદોષને નાશ તથા તવ શ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે. છતાં અત્રે હજુ સૂક્ષ્મ બોધ હેતું નથી. તેનું કારણ અત્રે શુદ્ધ આત્મસંવેદનરૂપ વેધસંવેદ્યપદનો અભાવ અને એથી વિપરીત અદ્યસંવેદ્યપદનું હોવાપણું એ છે. ભવાભિનંદી જેનું પાત્ર છે એવું આ અદ્યસંવેદ્યપદ અંધ૫ણારૂપ હોઈ દુર્ગતિમાં પાડનારૂં છે, અને તે સત્સંગ-આગમ યોગ વડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં છતાવા ગ્ય છે, અન્ય સમયે જતાવું અશક્ય છે અને આ અવેવસંવેદ્ય પદ છતાતાં મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. જે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે એવા આ દુષ્ટ કુતક માં મુમુક્ષુએ આગ્રહ કર યુક્ત નથી, પણ શ્રતમાં, શીલમાં, સમાધિમાં અને સુવિશુદ્ધ પરોપકારમાં તે કર યુક્ત છે, કારણ કે વિચારવંત જીવોનો પ્રયાસ તે અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગોચર હેતું નથી. સર્વજ્ઞતત્વ અતીન્દ્રિય છે, તે અંગે સામાન્યપણે વિચારતાં જણાય છે કે તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માનવે તે તેના અતિભક્તોને મોહ છે. કારણ કે સર્વજ્ઞ નામને જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તનથી સર્વત્ર એક જ છે. તેથી તે સર્વને જે સામાન્યથી માન્ય કરે છે, તે સર્વે બુદ્ધિમાનને મન સમાન છે, એક રાજાના આશ્રિત બહુ સેવકેની જેમ એટલે આમ ઉપાસ્ય એવા સર્વજ્ઞતત્વને જે અભેદ છે, તે તેના ઉપાસક સર્વ સર્વજ્ઞવાદીમાં પણ ભેદ નથી. ચિત્ર અને અચિત્ર એમ બે પ્રકારની ભક્તિ યેગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, તે પરથી પણ આ સર્વજ્ઞની એકતાને પુષ્ટિ મળે છે. તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંષિ-આશય પ્રમાણે ભિન્ન ભિન્ન ફળ હોય છે, અને આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેઘના ભેદ પ્રમાણે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy