SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાબ, તાષ્ટિ, બહાદષ્ટિને સાર (૭૬૩) ૧. મિત્રાદષ્ટિને સાર આ પહેલી મિત્રા” યોગદષ્ટિમાં દર્શન–બધપ્રકાશ તૃણઅગ્નિકણના પ્રકાશ જે મંદ હેય છે, યેગનું પ્રથમ અંગ-ચમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશય દોષને ત્યાગ હોય છે, અને અષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે. - અહીં સ્થિતિ કરતા યોગી પુરુષ ઉત્તમ યોગબીજેનું ગ્રહણ કરે છે, જે ગબીજ મેક્ષ–ફળનું અવધ્ય–અમોઘ કારણે થઈ પડે છે. મુખ્ય ચેગબીજ આ છે–(૧) વીતરાગ પરમાત્માની શુદ્ધ ભક્તિ, (૨) ભાવયોગી એવા ભાવાચાર્યરૂપ આત્મારામી સદ્ગુરુની સેવા-ભક્તિ, (૩) સહજ ભવવૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિ વડે સશાસ્ત્રની ભક્તિ, (૬) ગબીજ કથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, (૭) અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ ગબીજનું ગ્રહણ ઘણા ભાવમલને ક્ષય થયે છેલા પુલાવર્તામાં તથાભવ્યતાના પરિપાકથી પ્રાયે મનુષ્યોને હોય છે. આ છેલા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અદ્વેષ, (૩) સર્વ કોઈની અભેદભાવે યથોચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રમૂત્તિ મહાત્મા જીવને સગુરુ સપુરુષને યેગથકી ગાવંચક, ક્રિયાવંચક ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આ અવંચકત્રયને બાણની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગોપાંગ બરાબર ઘટે છે. આ બધુંય જ્યાં પ્રાપ્ત થાય છે, એવી આ મિત્રાદષ્ટિમાં “ગુણસ્થાન’ શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. ૨. તારાદષ્ટિને સાર બીજી તારાદષ્ટિમાં દર્શન-બોધપ્રકાશ છાણના અગ્નિકણ સમાન હોય છે યોગનું બીજુ અંગ નિયમ ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષને ત્યાગ અને જિજ્ઞાસા નામને બીજે ગુણ હોય છે. અત્રે શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણિધાન એ પંચ પ્રકારને નિયમ હોય છે, તેનું સવિસ્તર વર્ણન અહીં કર્યું છે. તે ઉપરાંત અત્રે આ ગુણસમૂહ પણ હોય છે—(૧) વેગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ સગ સાધનારા યેગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્રઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ, (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી પિતા પ્રત્યે બેદ-વ્યાસ. (૭) ભાવવૈરાગ્ય–સંસારથી છૂટવાની કામના. (૮) સપુરુષોની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણે એવી ભાવના, સ્વછંદ ત્યાગ. ૩. બલાદષ્ટિને સાર આ ત્રીજી બેલારષ્ટિમાં દર્શન દઢ-કામાં અગ્નિકણ સમાન હોય છે, અને વેગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે, અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે, અવૈરાપૂર્વક સર્વત્ર ગમન હેાય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાનયુક્ત હોય છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy